________________
જગશેઠ
૧૬ ૨
કવિ કહે છે કે મહાસતી ચંદનબાળા, મૃગાવતી અને સુભદ્રાદેવીએ જ જાણે પંચમકાળમાં અવતાર લીધો હોય એટલી માતા માણિકદેવીએ શાસનની પ્રભાવના કરી અને પોતાનો જન્મ સાર્થક કર્યો. સાધ્વી-સતીઓનાં ચરિત્ર આજ સુધી માત્ર શાસ્ત્રોમાં જ વાંચ્યાં હતાં, પણ કવિ પોતાને માણિકદેવીના દર્શનથી કૃતાર્થ માનતા હોય તેમ ઉલ્લાસથી ઉચ્ચારે છે કે –
શાસ્ત્રમાંહી સુણતા હતા રે, સાધ સતીની વાત રે; પરતખ દેખી ખીસો રે,
માણિકદેવી માત રે... આ રાસ પાર્જચંદ્ર ગચ્છના મુનિ નિહાલચંદજીએ, માણિકદેવીના સ્વર્ગવાસ સમયે અર્થાત્ ૧૭૯૮માં જ, મુર્શિદાબાદ મુકામે રચ્યો છે. રાસકારના પોતાના શબ્દોમાં કહીએ તો –
પાસચંદ્ર ગચ્છ પરગડા રે, વાચક શ્રી હર્ષચંદ તાસ અનુજ જસ ઉચરે રે, નામ મુનિ નિહાલચંદ. સંવત સત્તરે અઠાણવે રે, પોષ કૃષ્ણપક્ષ સાર રે; તિથ તેરસ જસ જંપીયો રે, મગજુદાબાદ મઝાર રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org