________________
જગશેઠ
જમીનદારોમાં પણ કેટલાક એવા જોરાવર હતા કે સરફનું આસન ઝૂંટવી લેવું એ તેમને મન બહુ મોટી વાત ન હતી. પરંતુ તેઓ જગશેઠની ધાકને લીધે એ પ્રયોગ અજમાવવાનું સાહસ કરી શકતા નહીં. જગતુશેઠ, દિલ્હીની શહેનશાહતના પ્રતિનિધિરૂપ છે અને તેઓ મનમાં લે તો જ શહેનશાહનો પરવાનો મેળવી આપે એ વાતની સૌને ખાતરી થઈ ચૂકી હતી. પટણાનો હાજી મહમદ અને ઢાકાનો રાજવલ્લભ, બંગાળની મસનદ માટે ઉમેદવાર હતા. પણ નવાબની યોગ્યતાનો પ્રશ્ન ઉપસ્થિત થતાં તેઓ મૌન ધરી રહ્યા.
બંગાળનો નવાબ મુસલમાન જ જોઈએ, એવો આગ્રહ હું નથી રાખતો. જો કોઈ હિંદુ વીર “મસનદ' માટે બહાર પડે તો તેનો પક્ષ લેવા હું તૈયાર છું.” જગતુશેઠે ઢાકાના રાજવલ્લભ સામે જોઈ આ શબ્દો ઉચ્ચાર્યા. હિંદુ જમીનદારો આથી ઉત્સાહમાં આવ્યા.
રાજવલ્લભના પરિચયમાં આવનારા તેને એક કુશળ રાજપ્રકરણી પુરુષ તરીકે ઓળખતા, તે જેટલો કુશળ હતો, તેટલો જ ખેલાડી હતો. તે ક્યારે ફરી જાય અને દ્રોહ કરી બેસે, એ કંઈ કહી શકાય નહીં. રાજવલ્લભ પોતાની યોગ્યતા જગતુશેઠની રૂબરૂ સિદ્ધ કરતાં સંકોચાયો. એમ પણ હોય કે તેને પોતાની પ્રપંચકુશળતા ઉપર એટલી બધી શ્રદ્ધા હતી કે ખુલ્લી સભામાં ઉમેદવારી નોંધાવવી એ તેને ન રુચ્યું હોય.
“અને આપણા અહમદ સાહેબને તો ઉત્કલ સિવાય બીજો પ્રદેશ પસંદ નહીં આવે.” જગડુશેઠે કટાક્ષ કરતાં કહ્યું, જમીનદારો આનો અર્થ સમજી ગયા અને સભ્યતા ખાતર પણ આવી સભામાં હસવું એ ઠીક નહીં, એમ માની પરાણે હોઠ દાવ્યા. હાજી અહમદની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org