________________
જગશેઠ
૭૯ નવાબ પદવીની આતુરતા એક પળમાં પીગળી ગઈ. જગડુશેઠ માત્ર કારભાર કરી જાણે, છુપી વાતોનાં મર્મ શું સમજે ? એ પ્રકારનો તેનો ભ્રમ ઊડી ગયો.
બંગાળ ને ઉત્કલ ક્યાં જુદાં છે?” હાજી અહમદે શરમાતાં શરમાતાં કહ્યું.
“ભલે જૂદાં ન હોય ? પણ એક રમણીની ખાતર ઉત્કલનાં અંતર ઉકાળનાર અમલદાર પાસેથી બંગાળની રૈયત ઈન્સાફની આશા શી રીતે રાખી શકે?” જગડુશેઠ ફતેહચંદની હૈયાતીમાં સીધી રીતે બંગાળની મસનદ મેળવવાનો હાજી અહમદનો આશાતંતુ એટલેથી જ તૂટી ગયો. ઉત્કલના એક ખૂણામાં ગુજરેલો જુલમ જગશેઠ સુધી પહોંચી શકે છે એ જાણી તેનું હોં ઊતરી ગયું.
‘નવાબ' પદને માટે નાલાયક ઉમેદવારોનો નિર્ણય તો થયો, પણ અજ્ઞાત મંડળમાંથી લાયક પુરુષને શોધી કાઢવાનું કામ આખરે જગડુશેઠ ઉપર આવી પડ્યું. કાચના ટુકડાઓમાંથી હીરો પારખી લેવો એ માત્ર જંગશેઠથી જ શક્ય બની શકે એમ સૌને લાગ્યું.
“મારી નજરે એક માણસ ચડે છે. કેટલાકોને તો એ નામ તદન અપરિચિત હશે. તે જાતે મુસલમાન હોવા છતાં એક હિંદુ સંન્યાસીના સંસ્કારી વાતાવરણમાં ઉછર્યો છે. હિંદુ અને મુસલમાનને એક આંખે જોઈ શકે એવી તેનામાં શક્તિ છે. તેનું આજ સુધીનું ચરિત્ર એટલું જ નિષ્કલંક છે. શુજા-ઉદીન પણ તેના પ્રત્યે ખૂબ શ્રદ્ધા ધરાવતો. યુદ્ધમાં તે કોઈથી ગાંજ્યો જાય તેવો નથી.” અંધાર અટવીમાં દીપકનો પ્રકાશ પાડતા હોય એમ જગતુશેઠે પ્રસ્તાવના રચી. જમીનદારો અધરશ્વાસે એ પુરુષનું નામ સાંભળવા જગતુશેઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org