________________
જગશેઠ
૮૦ સામે મીટ માંડી રહ્યા.હાથણી કળશ ઢોળતી હોય એવી ઢબે તેમણે ધીમેથી ઉચ્ચાર્યું - “એનું નામ અલીવર્દી-ખાં.”
હાજી અહમદનો એ સગો ભાઈ થતો હતો. આ નામ સાંભળતાં જ અહમદ ઉત્સાહમાં આવ્યો. રાજવલ્લભ અને તેના અનુરાગીઓને કંઈ ખાસ વિરોધ દર્શાવવાનું કારણ ન હતું. અલીવર્દી-ખાંને જેઓ ઓળખતા હતા, તેમને જગડુશેઠની પસંદગી ગમી અને જેઓ અપરિચિત હતા, તેમણે જગતુશેઠ ઉપર શ્રદ્ધા રાખી પોતાની સંમતિ આપી.
સભાનો વિધિ એ રીતે સમાપ્ત થયો. અલીવર્દી-ખાંને બંગાળની ગાદી ઉપર બેસાડવાને, દિલ્હીશ્વરનો પરવાનો મેળવવાનો અને સરફરાજ જો તોફાન જગાવે તો તેને પહોંચી વળવાનો બધો ભાર જગતુશેઠને માથે આવી પડ્યો.
વસ્તુત: લોકમત જાણવા સિવાય આવી સભાઓ બોલાવવાનો જગશેઠનો બીજો હેતુ ન હતો. દિલ્હીશ્વરે જગડુશેઠમાં જે વિશ્વાસ મૂક્યો હતો, તે અસ્થાને નથી એમ પૂર્વે પણ તેમણે ઘણીવાર સિદ્ધ કર્યું હતું. આજે પણ એવો જ એક પ્રસંગ હતો. નવાબો કે દીવાનો કરતાં બંગાળની રાજનીતિ ઘડવામાં જગશેઠ પોતાને વધુ જવાબદાર માનતા. રાજા અને પ્રજા વચ્ચે ઊભા રહી, બંનેને અકૃત્રિમ સ્નેહ-સાંકળથી જકડી રાખવા અને જમાનાએ સ્વીકારેલી નૈતિક મર્યાદાના બંધનમાંથી કોઈને પણ ચસકવા ન દેવા, એ તેમનું વ્યવહારસૂત્ર બન્યું હતું. અનિચ્છાએ-અલિપ્તભાવે તેમને આવી અનેક મંત્રણાઓમાં દોરાવું પડતું. પ્રતિભા, લાગવગ અને સમૃદ્ધિનું સંઘટિત બળ તેમને હંમેશા આવી જ યશકલગી પહેરાવતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org