________________
બસ છે. વિરોધી કે વિધર્મીની કોઈ દરકાર નથી રાખતું, તો પછી મારે એકલાએ શા સારૂ રાખવી ?
જગડુશેઠ વાંચતાં પહેલાં કોઈ કોઈને એમ લાગશે કે- “અંગ્રેજી રાજ્ય સ્થાપવામાં જેણે સહાય કરી, તેની વાતમાં માલ શું હોય ? અને માલ હોય તોપણ જેના પાપે દોઢસો વર્ષ થયાં ગુલામી ભોગવવી પડતી હોય તેની કથા કાને પડવા દેવી એ પણ પાતક નથી ?”
જગતુશેઠ” ઈસ્ટ-ઈન્ડિયા કંપનીના અંગભૂત બન્યા હતા, એમ કહેનારાઓ જગતુશેઠને ખરેખર ભારે અન્યાય આપે છે અને એટલું પણ ઉમેરવું જોઈએ કે દરેક ઐતિહાસિક નાયક એના જમાનાથી પરઅતિ પર હોવો જોઈએ, એમ માની લેનારાઓ પોતાને વધારે પડતો ન્યાય આપી દે છે. અંગ્રેજો અથવા અંગ્રેજની રાજપદ્ધતિ આપણને આજે આકરી થઈ પડી છે. પણ ઇસ્ટ-ઈન્ડિયા કંપનીના સમયનો નવાબી-મોગલાઈ અમલ જેમણે વિચાર્યો છે, તેમને તો સોળે સોળ આના ખાતરી થઈ ચૂકી હશે કે વિવિધ રીતે પીડાતી-દળાતી અને વૃંદાતી પ્રજાને, અંગ્રેજ વેપારીઓ-અમલદારો તારણહાર રૂપ જ લાગ્યા હશે. એ વખતે પણ અંગ્રેજ વેપારીઓ કંઈ ઓછા ખેપાની ન હતા, પરંતુ રિબાતી રૈયતે એમનું બહારનું રૂપ જ જોયું. બે અનિષ્ટોમાંથી એકની પસંદગી કરવાની અનિવાર્ય ફરજ આવી પડી, ત્યારે પ્રજાએ અને પ્રજાના નેતાઓએ અંગ્રેજ વેપારીઓ સામે આંસુભરી આંખે નિહાળ્યું. અંગ્રેજોએ આંસુ લૂછત્યાં તો ખરા, પણ સમય જતાં એમનું શુદ્ધ કે અશુદ્ધ પણ ખરું રૂપ પ્રગટ્યું, અજાણી બાજુ હતી, તે આંખ સામે આવી અને હિંદી પ્રજાને થયું કે નદીથી બચવા આપણે “વાવ'ના પાંજરામાં ભરાઈ પડ્યા હતા.
" કેમ કે માન છે કે,
St
&
©
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org