________________
પણ આ ઉપરથી હું જગત્શેઠનો બચાવ કરું છું, એમ કોઈ ન માને. અંગ્રેજોની કૂટનીતિનો બચાવ કરી શકું તો જ તેમના કંઈકે સહાયક-ઉત્તેજક કે સલાહકાર ગણાતા જગત્શેઠનો બચાવ કરી શકું. ખરી વાત તો એથી જૂદી જ છે અને હું માનું છું કે ‘જગત્શેઠ’ એકવાર વાંચશે, તેને એ સમજાયા વિના નહીં રહે.
છતાં વાચક અને વાર્તા વચ્ચે અંતરાયરૂપે ન છૂટકે આવીને ઊભો છું, ત્યારે તો કહી જ લઉં કે જગત્શેઠ અંગ્રેજોને આમંત્રણ આપવા નથી ગયા અથવા તો વેર વાળવાની દુરાશાએ કે રાજપાટ પડાવી લેવાની દુર્બુદ્ધિએ તેમને કદી નથી પ્રેર્યા. વેપારી તરીકે તેમને અંગ્રેજ પેઢી સાથે સંબંધ હોય એ સ્વાભાવિક છે. આજે પણ અંગ્રેજ અમલદારોના હાથનો મરણતોલ લાઠીમાર બાળકો અને બૈરાઓ ઉપર પડતો વેપારીઓ જુએ છે. યુવકો અને દેશનેતાઓને કારાવાસની સખત સજાઓ વેઠતા સાંભળે છે અને જગતના એક મહાપુરુષને કારાવાસની દિવાલો પાછળ ‘જીવતા દફનાવવા' જેવું કરુણ દૃશ્ય સૌનાં દિલને વ્યથિત બનાવે છે, છતાં આ દેશના વેપારીઓ, રાજીખુશીથી અક્કલહોશિયારીથી પોતાની મેળે વિલાયત સાથેનો વેપારી સંબંધ તોડી શક્યા છે ? વેપારી સંબધથી જોડાવા છતાં જગત્શેઠે અંગ્રેજ વેપારીઓની ખુશામત નથી કરી, પણ જ્યારે જ્યારે અન્યાય થતો લાગ્યો છે ત્યારે ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કઠોર સત્ય સંભળાવ્યું છે. સિરાજ-ઉદ્દૌલા જ્યારે કલકત્તાના અંગ્રેજો ઉપર ક્રોધે ભરાયો અને મુઠ્ઠીભર અંગ્રેજોના માથે યુદ્ધનાં નગારાં વાગતાં હતાં, ત્યારે બરાબર સિરાજઉદ્-દૌલાની જેમ જ જગત્શેઠે પણ અંગ્રેજોને લખેલું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org