________________
Mr. Sત .
ધ
જેવા બે-ચાર પુરુષો અને રાણી ભવાની જેવી એકાદ દેવી, એ ચેપથી પોતાની જાતને થોડી બચાવી શક્યાં હોય તો પણ શું થયું ? એમ ન બને કે આજે અત્યારના રાજશાસન સામે હું અને તમે અસંતુષ્ટ બન્યા છીએ, એને લીધે જગતુશેઠ પણ આપણી અત્યારની નજરે આપણા જેવા જ આપણને ગમતા હોય ? ધારો કે એમ હોય અને ધારો કે કેટલાકોએ ઉતાવળમાં કહી નાખ્યું છે, તેમ જગતુશેઠ અંગ્રેજ રાજ્યસ્થાપનામાં ભાગીદાર હોય, તો એટલું ચોક્કસ કે જગતુશેઠ વસ્તુતઃ આ તરફે નહીં અને પેલી તરફે નહીં, ક્યાંક મધ્યમાં હોવા જોઈએ. અભણ માણસના સાદી-સીધા તોડ જેવું તો નથી થતું ?
દુનિયામાં બધા આપણા જેવા વિચારના નથી હોતા. કેટલાક એવા પણ હશે કે જેને આ બધી રાજનીતિની છણાવટ, નકામી કડાકૂટ લાગશે. કેટલાક તો મુસલમાની નામોની પરંપરા જોઈને બોલી ઊઠશે કે આ તો જૈન જગતુશેઠની કથા છે કે આમદભાઈ ને મામદભાઈની જ બધી લમણાઝીક છે ? આવી બધી નકામી ચિંતાઓ કરું છું ત્યારે એમ થાય છે કે જગતુશેઠ જો મહારાજા શ્રેણિક, ખારવેલ કે અમોઘવર્ષાના જમાનામાં જન્મ્યા હોત તો તેમની આસપાસ ફૂલમાળાની જેમ કેવાં સરસ નામો ગુંથાત ? એમના વૈભવને દેવતાઓની ઋદ્ધિ અને સમૃદ્ધિ સાથે સરખાવવાની કેવી સગવડ મળત ? પણ એમ નથી બની શક્યું, એટલા માટે લેખકે દિલગીર થવાની જરૂર નથી. જગશેઠ અઢારમી સદીમાં મોગલોની પડતીમાં અંગ્રેજોની ઊગતી અવસ્થામાં જન્મ્યા એમાં કોઈ શું કરે ? વૈરાગ્યને બદલે ભૂહરચના અને વિમાનને બદલે વહાણ ન આવે તો પછી પંચમકાળ શા કામનો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org