________________
લે..ખક નું......નિ..વે..દ....
અનાવશ્યક (અનાવશ્યક એટલે બિનજરૂરી. ઘણીવાર વૃદ્ધો, વડીલો અને વધુ સુજ્ઞો ફરિયાદ કરે છે કે આ જમાનામાં હવે “આવશ્યક'નો કોઈ ભાવ પૂછતું નથી. મને થયું કે આવશ્યકોના ભાવ બેસી ગયા હોય તો એકવાર “અનાવશ્યક”ને એના આસને બેસાડી ભાગ્ય અજમાવવાની તક કેમ ન આપવી ? “અનાવશ્યક” ધીમે ધીમે બળવાન બને તો
આવશ્યક”નો ગર્વ ગાળી દે ! અનાવશ્યકનું એક મોટું સુખ એ કે તે આવશ્યકની જેમ જહાંગીરી હુકમ ન કરે ! એ બિચારું શરમાળની જેમ એક કોરે સંકોચાઈને બેસી રહે ! વાંચો તોય ઠીક અને ન વાંચો તોય ઠીક, અનાવશ્યક તો છે જ. ભાગ્યયોગે વાચકની નજરે ચડે અને પોતાનાં રૂપ-ગુણથી વાચકને મુગ્ધ કરે તો તે પોતાની લજા, નમ્રતા અને રંજકતાને લીધે કદાચ આવશ્યક કરતાં ય વધુ વ્હાલું થઈ પડે!)
“જગતુશેઠ” લખવાનો વિચાર કર્યો ત્યારે તો “નવલકથા” જ લખાશે એમ માની લીધેલું અને ઐતિહાસિક આધારને લીધે કથા પણ ઐતિહાસિક જ બનશે, એ પણ લગભગ ચોક્કસ હતું. એ બંનેનો સુભાગ્યે મેળ મળી જાય તો “એક રસભરી ઐતિહાસિક નવલકથા” આપોઆપ ઊગી નીકળે, એમાં કાંઈ પૂછવાપણું જ ન હોય. જગડુશેઠ”ની આ કથા એ રીતે જો કોઈ માસિકમાં ક્રમે ક્રમે લખીને છપાવવી શરૂ કરી હોત અને ઉપર કહ્યા તેવા મનોરથોથી દોરવાયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org