________________
४१२
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
नाप्यतीन्द्रियप्रत्यक्षेण, तत्सद्भावे प्रमाणाभावात् । नापि सर्वेरेव प्रमाणैः, तेषां प्रत्यक्षपूर्वकत्वात् सर्वेषां सर्वज्ञतापत्तेश्चेति । अन्यञ्च । अनाद्यनन्तः संसारः । तद्वस्तून्यप्यनन्तानि क्रमेण विदन्, कथमनन्तेनापि कालेन सर्ववेदी भविष्यति । किंच, तस्य यथावस्थितवस्तुवेदित्वेऽशुच्या-दिरसास्वादप्रसङ्गः, तेषां यथावस्थिततया संवेदनात् । आह च-“अशुच्यादिरसास्वादप्रसङ्गश्चानिवारितः” इति । किंचातीतानागतवस्तूनि स किं स्वेन स्वेन स्वरूपेण जानाति किं वा वर्तमानतयैव । प्रथमपक्षे तज्ज्ञानस्याप्रत्यक्षतापत्तिः, अवर्तमानवस्तुग्राहित्वात्, स्मरणादिवत् । द्वितीये तु तज्ज्ञानस्य भ्रान्तत्वप्रसङ्गः, अन्यथास्थितस्यार्थस्यान्यथाग्रहणात्, द्विचन्द्रज्ञानादिवदिति ।। ટીકાનો ભાવાનુવાદઃ
મીમાંસક (પૂર્વપક્ષ)ઃ સર્વજ્ઞાદિવિશેષણથી વિશિષ્ટ તમને ઇચ્છિત એવાકોઈપણ દેવ નથી, કારણ કે તે દેવનું ગ્રાહકપ્રમાણ કોઈ નથી.
જેમકે - સર્વજ્ઞાદિવિશેષણથી વિશિષ્ટ કોઈ દેવ પ્રત્યક્ષથી ગ્રાહ્ય નથી, કારણ કે વર્તમાનકાલીન તથા ઇન્દ્રિયો સાથે સંબદ્ધ અર્થનું પ્રકાશક(ગ્રાહક) પ્રત્યક્ષપ્રમાણ છે. જ્યારે સર્વજ્ઞાદિવિશેષણથી વિશિષ્ટદેવ વર્તમાનમાં ઉપસ્થિત નથી તથા તેનો ઇન્દ્રિયની સાથે સન્નિકર્ષ પણ નથી. આથી તેનું ગ્રાહક પ્રત્યક્ષપ્રમાણ નથી.
સર્વજ્ઞાદિવિશેષણથી વિશિષ્ટદેવ અનુમાનથી ગ્રાહ્ય નથી, કારણ કે અનુમાન પ્રત્યક્ષથી જોયેલા અર્થમાં જ પ્રવર્તે છે. તાદશદેવ પ્રત્યક્ષથી જોયેલા નથી, માટે તે અનુમાનથી પણ ગ્રાહ્ય નથી.
તે દેવ આગમપ્રમાણથી પણ ગ્રાહ્ય નથી. કારણકે સર્વજ્ઞ અસિદ્ધ હોવાના કારણે, તેમનું આગમ પણ વિવાદાસ્પદ છે. તે દેવ ઉપમાન પ્રમાણથી પણ ગ્રાહ્ય નથી, કારણે સર્વજ્ઞની સમાન સંસારમાં બીજો કોઈ પદાર્થ નથી કે જેથી તેને જોઈને થતા સાદૃશ્યજ્ઞાનથી (ઉપમાન પ્રમાણ દ્વારા) સર્વજ્ઞને ગ્રહણ કરી શકાય.
તે દેવ અર્થપત્તિથી પણ ગ્રાહ્ય નથી. કારણકે સર્વજ્ઞની વિના નહિ હોવાવાળો કોઈ અવિનાભાવિ અર્થ દેખાતો નથી કે જેથી એ પદાર્થદ્વારા અર્થપત્તિથી સર્વજ્ઞ ગ્રાહ્ય બની શકે. અર્થાત્ સર્વજ્ઞની સાથે નિયતસાહચર્ય ધરાવતો અને સર્વજ્ઞ વિના નહિ રહેતો, એવો કોઈ પદાર્થ નથી કે જેનાથી (અર્થાપત્તિ દ્વારા) સર્વજ્ઞને ગ્રહણ કરી શકાય.
તેથી સર્વજ્ઞને ગ્રહણ કરવામાં પાંચે પ્રમાણોની પ્રવૃત્તિનો અભાવ હોવાથી સર્વજ્ઞ અભાવ પ્રમાણનો વિષય બને છે. અર્થાત્ અભાવપ્રમાણથી સર્વજ્ઞાભાવ સિદ્ધ થાય છે. તેથી કહ્યું છે કે...