________________
४१०
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
કરી શકશે નહિ તથા જગતનો સંહારકરવાનો સ્વભાવ નિત્ય માનશો તો જગતનું સર્જન કરી શકશે નહિ.
વળી ઈશ્વરનાજ્ઞાનાદિ પણ નિત્ય નથી. કારણકે વિરુદ્ધ પ્રતીતિ થાય છે. ઈશ્વરનાજ્ઞાનાદિ નિત્ય નથી, કારણ કે જ્ઞાનાદિ છે. જેમ આપણા જ્ઞાનાદિ નિત્ય નથી, તેમ ઈશ્વરના જ્ઞાનાદિ પણ નિત્ય નથી. આમ અનુમાનથી પણ ઈશ્વરના જ્ઞાનાદિને નિત્ય માનવામાં વિરોધ છે. આથી ઈશ્વરના જ્ઞાનાદિ નિત્ય છે.' ઇત્યાદિ જે કહેવાયું હતું, તે પણ ખંડન થઈ ગયેલું જાણવું. ઈશ્વરનું સર્વશવ કયા પ્રમાણથી ગ્રાહ્ય છે ? ઈશ્વરનું સર્વજ્ઞત્વ પ્રત્યક્ષપ્રમાણથી ગ્રાહ્ય નથી, કારણકે પ્રત્યક્ષપ્રમાણ ઇન્દ્રિયાર્થસન્નિકર્ષથી ઉત્પન્ન થતું હોવાથી અતીન્દ્રિય અર્થ(પદાર્થ)ને ગ્રહણ કરવા અસમર્થ છે.
ઈશ્વરની સર્વજ્ઞતાનું નિયતસહચારિ કોઈ ન હોવાથી અવ્યભિચારીલિંગનો પણ અભાવ છે. તેથી અનુમાનથી પણ ઈશ્વરમાં સર્વજ્ઞતાની સિદ્ધિ થતી નથી.
ઈશ્વરવાદિ (પૂર્વપક્ષ) : જગતમાં જે વિચિત્રતા દેખાય છે તે બીજી કોઈપણ રીતે સંગત થતી નથી. તેથી અન્યથા અનુપપત્તિથી આ જગતની રચના કરનાર સર્વજ્ઞ હોય તેવું સિદ્ધ થાય છે. આ રીતે ઈશ્વરમાં સર્વજ્ઞતા છે.
જેન (ઉત્તરપક્ષ)ઃ તમે જે જગતની વિચિત્રતાથી ઈશ્વરની સર્વજ્ઞતા સિદ્ધ કરી તે યોગ્ય નથી, કારણકે જગતની વિચિત્રતાનો ઈશ્વરની સર્વજ્ઞતાની સાથે અવિનાભાવ નથી. કારણકે સર્વજ્ઞતા વિના પણ શુભ-અશુભકર્મના વિપાકાદિના વશથી જગતની વિચિત્રતા સંગત થઈ જાય છે.
વળી ઈશ્વર જો સર્વજ્ઞ છે, તો જગતમાં અત્યાચાર કરનારા રાક્ષસોને શા માટે ઉત્પન્ન કર્યા? વળી જેનો પાછળથી નાશકરવા ઈશ્વરને સ્વયં અવતાર લેવો પડે, તેવા અસુરોની ઉત્પત્તિ જ શા માટે કરી ? તથા અમે લોકો (જૈનો) કે જે ઈશ્વરનો નિષેધ કરીએ છીએ અને ઈશ્વરની ટીકા કરીએ છીએ, તેઓની (અમારા જેવા લોકોની) ઉત્પત્તિ શા માટે કરી છે ? આથી તે ઈશ્વરમાં સર્વજ્ઞતા કેવી રીતે હોય ?
ઘણા ઈશ્વરો માનવામાં કાર્યો કરવામાં વિવાદ ઉભો થાય તથા કાર્યો બગડી જવાનો સંભવ રહે - આવા ભયથી ઈશ્વરને એક માનવા તે કૃપણની સમાન છે. જેમ ખાવા-પીવા વગેરેના ખર્ચના ભયથી કૃપણ અત્યંત લાડકવાયા બાળકોને તથા સ્ત્રી-મિત્રનો ત્યાગ કરીને શૂન્યજંગલમાં રહેવા ચાલ્યો જાય તેવી આ વાત છે. જૂઓ, અનેક કીડાઓ મળીને એકસ્થાનને બનાવીને તેમાં વિવાદ વિના રહે જ છે તથા હજારો મધમાખીઓ મળીને એકછત પર મધપૂડો બનાવીને તેમાં તે સર્વે એકસાથે વ્યવસ્થા કરીને રહી જાય છે. તો સર્વજ્ઞ તથા વીતરાગિ ઇશ્વરોમાં વિવાદનું શું કારણ છે ? તે તો સર્વજ્ઞ અને વીતરાગિ હોવાથી વિવાદની આવશ્યક્તા રહેશે જ નહિ.