________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ४५-४६, जैनदर्शन
४०९
તથા આ કાર્યવાદિહેતુઓ કાલાત્યયાદિષ્ટ પણ છે. કારણ કે પ્રત્યક્ષ અને આગમથી બાધિત છે. તેની ચર્ચા પૂર્વે નિકટમાં પ્રયોજાયેલી જ છે. અર્થાત્ કાર્યવાદિહેતુઓ બાધિત છે, તે પૂર્વે બતાવ્યું જ છે.
વળી કાર્યવાદિહેતુઓ પ્રકરણસમ છે. કારણ કે અહીં પ્રકરણની વિચારણાના અપ્રવર્તક બીજાહેતુઓના સર્ભાવ છે. અર્થાત્ જગતને અકર્તૃક સિદ્ધ કરવાવાળા બીજા અનેક વિપરીત અનુમાનો વિદ્યમાન હોવાથી તમારો હેતુ પ્રકરણસમ પણ છે. (તેને સત્પતિપક્ષ પણ કહેવાય છે.)
અકતૃત્વસાધક અનુમાન આ રહ્યું - ઈશ્વર જગત્કર્તા નથી. કારણ કે તેમની પાસે જગતનિર્માણના ઉપકરણો કારણ સામગ્રી નથી. જેમ દંડ, ચક્ર, ચીવરાદિ સામગ્રીરહિત કુલાલ ઘટનો અકર્તા કહેવાય છે. તેમ ઈશ્વર પણ જગત્કર્તા નથી. તે જ રીતે ઈશ્વર જગત્કર્તા નથી. કારણકે વ્યાપી હોવાથી ક્રિયાશુન્ય છે. જેમ કે આકાશ વ્યાપક હોવાથી ક્રિયાશૂન્ય છે. તેથી તે નિષ્ક્રિય છે, તેમ ઈશ્વર પણ વ્યાપક હોવાથી નિષ્ક્રિય છે. નિષ્ક્રિય એવા ઈશ્વર જગતનું નિર્માણ કેવી રીતે કરી શકે ?
આ જ રીતે ઈશ્વર જગત્કર્તા નથી, કારણકે એક છે. જેમ આકાશ એકસ્વભાવવાળું હોવાથી કોઈનું કર્તા બનતું નથી, તેમ ઈશ્વર એકસ્વભાવવાળા હોવાથી વિચિત્રજગતના કર્તા કેવી રીતે બની શકે ?
ઈશ્વરની સિદ્ધિ કરવા નિત્યત્વ, સર્વજ્ઞત્વ આદિ વિશેષણોને ઉપસ્થિત કરવા નિરર્થક અને હાસ્યાસ્પદ છે. કારણ કે જેમ નપુંસકને ખૂશ કરવા કામિનીના રૂપનું વર્ણન કરવું તે નિરર્થક અને હાસ્યાસ્પદ છે. તેમ મૂલત: ઈશ્વરની સિદ્ધિ નથી થઈ, ત્યાં નિત્યત્વ, સર્વજ્ઞત્વ વિશેષણોની વિચારણા કરવી નિરર્થક-હાસ્યાસ્પદ છે.
છતાં પણ ઈશ્વરના નિત્યત્વ, સર્વજ્ઞત્વઆદિ વિશેષણો ઈશ્વરસિદ્ધિના વિચારમાર્ગમાં સહ્ય બનતા નથી, તે બતાવવા કંઈક કહેવાય છે. અર્થાત્ તે વિશેષણોની નિરર્થકતા બતાવે છે.
પ્રથમ નિત્યત્વનો વિચાર કરાય છે. ઈશ્વરમાં નિત્યત્વ ઘટતું નથી. ઈશ્વર નિત્ય નથી, કારણ કે પૃથ્વી આદિ કાર્યોને સ્વભાવભેદથી બનાવે છે. જો ઈશ્વરનો સ્વભાવભેદ માનવામાં ન આવે તો વિચિત્રકાર્યો ઉત્પન્ન થઈ શકશે નહિ. જે વસ્તુ હંમેશા એકસ્વરૂપે રહે છે, ક્યારે પણ તેનો નાશ થતો નથી અને ક્યારે પણ તે ઉત્પન્ન થતી નથી, તે વસ્તુ નિત્ય કહેવાય છે. - જો ઈશ્વરમાં સ્વભાવભેદ માનવામાં નહિ આવે તો, સૃષ્ટિ અને સંહારાદિ કાર્યો દુર્ઘટ બની જશે. કારણકે જગતનું સર્જન કરવાનો સ્વભાવ હંમેશાં એકસ્વરૂપે માનશો તો જગતનો સંહાર