________________
૪૩
વધતું જાય છે, અને છેવટે આત્મશુદ્ધિની પરમ પરાકાષ્ટાને પ્રાપ્ત કરી તે પરમ ભેગી શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષને પામે છે-સિદ્ધ બને છે. આ સમસ્ત ગશાસ્ત્રનું નિરૂપણ એ જ વાત સિદ્ધ કરે છે. “હ અહંકાર મમકારનું બંધન, યુદ્ધ નય તે દહે દહન જેમ ઇંધન, શુદ્ધ નય દીપિકા મુક્તિ મારગ ભણે, શુદ્ધ નય આથિ છે સાધુને આપણુ. શુદ્ધ નય ધ્યાન તેહને સદા પરિણમે, જેહને શુદ્ધ વ્યવહાર હયડે રમે, મલિન વચ્ચે યથા રાગ કુંકુમત, હીન વ્યવહારચિત્ત એહથી નવિ ગુણે.”—શ્રી યશવિજ્યજી.
આમ પરમાર્થ પ્રત્યયી યેગમાર્ગનું યથાર્થ દર્શન આ યોગદૃષ્ટિરૂપ દિવ્ય નયનથી જ થઈ શકે. પરમ ભાવિતામાં આનંદઘનજીએ ભાખ્યું છે તેમ “ જિણે નયણે કરી મારગ જોઈએ રે, નયન તે દિવ્ય વિચાર.” આ દિવ્ય નયનની પ્રાપ્તિ કેમ થાય? જે પામેલ હોય તેની પાસેથી પમાય. દીવામાંથી દીવો થાય. કુવામાં હોય તો હવાડામાં આવે. દેખતો હોય તે જ માર્ગ દેખાડે, આંધળો કેમ દેખાડે? આંધળો તે પોતે ખાડામાં પડે ને બીજાને પાડે. એટલે આ દિવ્ય નયનની પ્રાપ્તિ તો ગઠષ્ટિરૂપ દિવ્ય ચક્ષુને પામેલા સાક્ષાત દષ્ટા એવા ભાવગી સદ્દગુરૂથી જ થાય, નહિં કે દૃષ્ટિઅંધ એવા અસદૃગુત્થી. આંધળાની પાછળ આંધળા દોડ્યા જાય એવી અસદગુરુરૂપ અંધ પુરુષપરંપરા પાસેથી દિવ્ય નયનની આશા રાખવી તે આકાશકુસુમવત્ છે. શ્રી આનંદઘનજીના શબ્દોમાં “પુરુષપરંપર અનુભવ જેવતાં રે અંધ અંધ પલાય' કારણ કે જ્યાં લગી મિથ્યાત્વ ટળ્યું નથી, દર્શનમોહ દૂર થયો નથી અને સમગૂઢષ્ટિ ખૂલી નથી, ત્યાં લગી પરમાર્થથી દષ્ટિઅંધપણું જ કહેવા યોગ્ય છે. આ મિથ્યાત્વરૂપ દષ્ટિગંધપણું તો જન્માંધ પણ કરતાં પણ ખરાબ છે; જન્માંધ તે અર્થને દેખતે જ નથી, પણ મિથ્યાદષ્ટિ અંધ તે અર્થનો અનર્થ દેખે છે! એટલે આવા દષ્ટિઅંધ અસદગુરુ તો પિતે ઉન્માર્ગે જતા હોઈ બીજાને ઉન્માર્ગે દેરી ખાડમાં પાડે, દુર્ગતિની ગતમાં નાંખે; માટે સન્માર્ગે જવા માટે તો સદગુરુનું જ નયન-દોરવણી જોઈએ.
વળી દષ્ટિ દષ્ટિગથી રંગાયેલી હોય, કમળાવાળી હોય, અથવા આડે રંગીન કાચ ધર્યો હોય તો દર્શન પણ તેવું જ રંગાયેલું (Coloured vision) થાય છે, યથાર્થ થતું નથી. તેમ છવની દષ્ટિ જે દષ્ટિરાગથી રંગાયેલી હોય, તો તેનું દર્શન પણ તેવું જ રંગાયેલું-વિપર્યસ્ત હોય છે, સમ્યફ હેતું નથી. ઘણી વખત લોકો દષ્ટિરાગની પુષ્ટિને પણ સમ્યગૃષ્ટિપણે માની લેવાની ભ્રાંતિગત ભૂલ કરે છે. પણ એ બન્ને કેવળ જૂદી જ વસ્તુ છે, કારણ કે દષ્ટિરાગથી જે દર્શન થાય છે તે તેવા રાગભાવથી રંગાયેલું ને મલિન હોઈ અસમ્યફ હોય છે, અને સમ્યગ્દષ્ટિથી જે દર્શન થાય છે તે રાગભાવના અનરંજન વિનાનું નિર્મલ ને સ્વચ્છ હાઈ સમ્યક હોય છે. દાખલા તરીકે–પોતાના કુલધર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org