________________
બીજા વર્ગમાં અધિક, અધિકાધિક વિકાસવાળા પ્રાણીઓ આવે છે.
આવા બીજા વર્ગના પ્રાણીઓ બાહ્ય-ભૌતિક સાધનોની સંપત્તિમાં સુખ ન માનતાં ફક્ત આધ્યાત્મિક ગુણોની પ્રાપ્તિમાં જ સુખ માને છે.
૨૮
ઉપરોક્ત બંને વર્ગ માનેલા સુખમાં તફાવત એ છે કે પહેલું સુખ પરાધીન છે. જ્યારે બીજું સુખ સ્વાધીન છે. પરાધીનસુખ કામ અને સ્વાધીનસુખ મોક્ષ છે. અને એ બેજ સાચા અર્થમાં પુરુષાર્થ છે. લોક વ્યવહારમાં ચાર પુરુષાર્થ કહેવાય છે. પણ તેમાં સાધ્ય તો કામ અને મોક્ષ બે જ છે. અને તેજ પુરુષાર્થ છે. અર્થ અને ધર્મ તો ઉપરોક્ત બે પુરુષાર્થોના વિશિષ્ટ સાધનરૂપે હોઇ ઔપચારિક પુરુષાર્થ કહેવાય છે. એમાં અર્થ એ કામનું અને ધર્મ એ મોક્ષનું સાધન છે. આ બાબતને વિશિષ્ટ રીતે સમજવા માટે આ ગ્રંથ યોગદૃષ્ટિસમુચ્ચય. જીવોનો ક્રમિક વિકાસ કેવી કેવી રીતે થાય છે. તેમાં પહેલી ચાર દૃષ્ટિ સુધી તો જીવ ક્રમે ક્રમે વિકાશ સાધતો જઇ પાંચમીદૃષ્ટિથી મોક્ષાભિમુખ દૃષ્ટિમાં આવી ઉત્તરોત્તર વધુ ને વધુ વિકાસ સાધતો જતો આઠમી (૮) દૃષ્ટિમાં સંપૂર્ણ વિકાસ સુધી પહોંચ છે.
મોક્ષ જે મુખ્ય ધ્યેય છે. ત્યાં સુધી પહોંચી શકે છે.
ચૌદશો ચુમ્માલીશ (૧૪૪૪) ગ્રંથના પ્રણેતા આ મહાનું શાસ્ત્રકાર ભગવાનનો માધ્યસ્થભાવ, દર્શનશાસ્ત્રના પણ જ્ઞાનરુચિ પુરુષો પ્રત્યે કેવો વિશિષ્ટ ભાવ છે કે યોગદર્શનના લખનાર મહાવિદ્વાન્ પતંજલિમુનિ માટે “ભગવાન્ પતંજલિ” આવા શબ્દોનું ઉચ્ચારણ પોતાના યોગબિંદુગ્રંથના ગાથા ૨૦૦ની ટીકામાં કર્યું છે. અને આ ગ્રંધની પણ ૧૦૦મી ગાથાની ટીકામાં તેમના પ્રત્યે “મહામતિ પતંજલિ'' એવું ઉચ્ચારણ કર્યું છે. તે તેઓશ્રીનો અન્ય જ્ઞાનીઓ પ્રત્યેનો કેટલો હાર્દિક પ્રેમ ભરેલો છે. તે સૂચવે છે.
પંડિતશ્રીએ આ બાબતનું પણ સૂક્ષ્મ ચિંતન કરી અન્ય મુમુક્ષુ જીવોને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આમ અનેકાનેક રીતે પંડિતજીના લખાણ પ્રત્યે ખૂબ અનુમોદના થાય તેમ હોઇ. અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ.
મુમુક્ષુ જીવો પંડિતજીના આવા સુંદર લખાણને વાંચે, વિચારે અને અધ્યયનઅધ્યાપનમાં લઇ સભ્યજ્ઞાનને પ્રાપ્ત કરી મોક્ષપદને મેળવે, પંડિતજી પણ આમ પૂર્વાચાર્યોના ગ્રંથમાં અથાગ મહેનત લઇ જૈન શાસનને અતિ ઉપયોગી ગ્રંથો પ્રકાશમાં લાવતા જ રહે. તે માટે તેમની શારીરિક અને બૌદ્ધિક-શક્તિઓમાં સહાયક થવા શ્રી શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ...એજ...શુભાભિલાષી
છદ્મસ્થભાવના કારણે જે ક્ષતિઓ થઇ હોય તેની ક્ષમા ચાહવા સાથે...
૩૫ ‘શત્રુંજય” ગોપીપુરા. કાજીનું મેદાન...સુરત...
Jain Education International
છબીલદાસ કેશરીચંદ સંઘવીના
સબહુમાન...જયજિનેન્દ્ર...
For Private & Personal Use Only
www.jainelibrary.org