________________
॥ શ્રી અર્હમ્ નમઃ । ૐ નમઃ શ્રી વીતરાગાય ॥
યાકિની મહત્તરાસૂનુ (ધર્મપુત્ર) તાર્કિક શિરોમણિ આચાર્યપુરંદર ૧૪૪૪ ગ્રંથ પ્રણેતા શ્રી હરિભદ્રસૂરિ મ. સા. વિરચિત...સવૃત્તિ યોગદૃષ્ટિસમુચ્ચય-યોગ વિષયક મહાગ્રંથ ઉપર ન્યાય-વ્યાકરણ-સાહિત્ય-યોગ ધર્મશાસ્ત્રાદિના ઉંડાણપૂર્વકના અભ્યાસી અને તદ્વિષયક લેખનકાર, પ્રવચનકાર, પંડિતવર્ય શ્રી ધીરજલાલ ડાહ્યાભાઇ મહેતાએ કરેલ માતૃભાષામાં પરિવર્તન તેના ભાવાનુવાદને આશ્રયીને અલ્પજ્ઞ એવા મારું
અલ્પકથન
વર્તમાનકાળે શ્રુત-આગમ-સમુદ્રસમાન પરમ પૂજ્ય સાગરાનંદસૂરીશ્વરજી (હુલામણા નામ તરીકે સાગરજી) મ. સા. વ્યાખ્યાનનો જ્યારે જ્યારે પ્રારંભ કરે ત્યારે એમ બોલતા. ‘શાસ્ત્રકાર ભગવાન્ હિરભદ્રસૂરીજી મહારાજા ફરમાવે છે કે''- આવા વચનોથી આપણા ખ્યાલમાં આવી શકે તેમ છે કે પ. પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મ. સા. શાસ્ત્રકાર મહા આગમધર પુરુષ થયા. તેઓશ્રીના ગુરુદેવે આપેલા પ્રાયશ્ચિત્તને શિરોમાન્ય કરીને વિશાળ સાહિત્ય રચનાની તક મેળવી તેઓશ્રીએ ૧૪૪૪ ગ્રંથની રચના કરી છે. તેમાં ન્યાય-વ્યાકરણ-સાહિત્ય-ધર્મશાસ્ત્ર અને યોગના વિષયમાં ઘણું સૂક્ષ્મતાભર્યું ખેડાણ કરેલ છે. તેમાં
તેઓશ્રીના યોગના વિષયને આશ્રયીને રચાયેલા ગ્રંથમાંના વર્તમાનમાં ઉપલબ્ધ ૪ ગ્રંથો વધારે પ્રચલિત છે.
(૧) યોગદૃષ્ટિસમુચ્ચય (૨) યોગવિંશિકા (૩) યોગશતક (૪) અને યોગબિંદુ. આ યોગના વિષયના મહા અર્થગંભીર મહાકાયગ્રંથો અલ્પબોધવાળા મોક્ષાભિલાષી જીવોને આસશમોક્ષમાર્ગગામી બનાવવામાં અનુપમ સાધનરૂપે બની શકે. તે માટે ગુજરાતી અનુવાદભાવાનુવાદ કરવાનો પંડિતવર્ય શ્રી ધીરૂભાઇને હૃદયંગમ ઉલ્લાસ ઉઠ્યો. તેમાંના યોગક્વિંશકા અને યોગશતક બે ગ્રંથો પ્રકાશિત કર્યા. અને આ ત્રીજો ગ્રંથ યોગદૃષ્ટિસમુચ્ચય પ્રગટ થઇ રહ્યો છે.
પંડિતશ્રીએ ભારતભરમાં સમ્યજ્ઞાનદાત્રી તરીકે પ્રસિદ્ધ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણામાં ન્યાય-વ્યાકરણ-સાહિત્ય ધર્મશાસ્ત્રનો અભ્યાસ તો કર્યો. પણ તેના કરતાંય વિશિષ્ટ અભ્યાસુ અનેક પંડિતો અને પ. પૂ. મુનિભગવંતો પાસે પૂજ્યભાવ અને વિનમ્રભાવ રાખી ઘણો બહોળો અનુભવ મેળવ્યો, એટલું જ નહિં પણ વિદેશમાં અમેરિકા-લંડન વગેરે પ્રદેશોમાં પણ પોતાના જ્ઞાનનો આબાલ-વૃદ્ધ સહુ સમજી શકે તેવો સભ્યજ્ઞાનાધ્યાપનનો લાભ આપ્યો.
તેથી આવા મહાન્ ગ્રંથોનો અનુવાદ કર્યો એટલું જ નહિં, નામ પ્રમાણે ખૂબ ધીરજ પૂર્વક સમજણ આપવા સાથે તેની સૂક્ષ્મતા તરફ લઇ જવાનો ઘણો પ્રયત્ન કર્યો છે. યોગદૃષ્ટિસમુચ્ચયઆ મહાગ્રંથમાં ક્રમિક મોક્ષતરફ આત્માને વિકસિત કરતી આઠદષ્ટિનો સમાવેશ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org