________________
૨૫
તેનાથી આવતાં ભયંકર દુ:ખો તરફ એ આંખ આડા કાન કરે છે. આંખ-મિંચામણાં કરે છે, ‘‘પડશે તેવા દેવાશે’'ની વૃત્તિ કેળવે છે. ભગવાન એ ધન્વંતરી વૈદ્ય છે એ ભવરોગને દૂર કરવા તૈયાર છે. શરત ફક્ત એટલી જ કે પરેજી સાથે ઔષધ લે. માટેસ્તો ૧૩૬મી ગાથામાં સૂરિપુરંદરે જણાવ્યું કે તે મહાત્માનો મવવ્યાધિ-મિષવા'' આ મહાપુરુષો ભવવ્યાધિને દૂર કરવામાં ધન્વંતરી વૈદ્ય જેવા છે.
૧૪૧મી ગાથામાં ટંકાર કરતાં આ મહાપુરુષ જણાવે છે કે, સર્વજ્ઞનો અપવાદઃ નિંદા
કરવી તે જિલ્લાછેદથી પણ અધિક છે.
૧૬૪મી ગાથામાં કાંતાદૃષ્ટિનું વિવેચન કરતાં કેટલું સરસ કહ્યું છે. મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ કરંત, તિમ શ્રુતધર્મે મન દૃઢ કરે, જ્ઞાનાક્ષેપકવંતરે. ધન. યો. દ. સઝાય- ૬-૭ ગા. ૧૮૮મા કહ્યું કે, “મવ ાત્ર મહાવ્યાધિ: ભવ એજ મહાવ્યાધિ છે. ગા.૨૦૬મા મવરો વ્યેવ તુ તથામુક્ત: ’' ભવરોગ જેનો દૂર થયો છે એ જ મુક્ત
''
છે.
ગા. ૨૦૮-૨૦૯મા કુલયોગી, પ્રવૃત્તચક્રયોગી, ગોત્રયોગી અને સિદ્ધયોગીની વાત કરી, અહીં આદ્ય બે જ અધિકારી છે એ'ય યુક્તિ-પ્રયુક્તિઓથી જણાવ્યું.
ગા. ૨૨૮મી છેલ્લી ગાથામાં પૂજ્યપાદ સૂરિપુરંદરે જણાવ્યું કે આ ગ્રંથ યોગ્યને જ આપવો. માત્સર્યવિરહ શબ્દ મૂકી દરેક ગ્રંથની પાછળ વિરહ શબ્દ મૂકવાની નેમ પણ પૂરી કરી છે.
આ તમામ વર્ણનોમાં આઠદૃષ્ટિઓનું વર્ણન સુવિસ્તૃતપણે લીધું છે. પ્રથમ ચાર દૃષ્ટિઓ પહેલા ગુણઠાÂ હોય છે. ક્રમશઃ મિથ્યાત્વ મંદ-મંદતર થતું જાય જીવમાં ગુણો પ્રગટ થતા જાય. દોષો નિવૃત થતા જાય. એક-એક દૃષ્ટિના વર્ણનમાં દર્શન, યોગાંગ, દોષત્યાગ, ગુણપ્રાપ્તિ, યોગબીજગ્રહ પ્રાપ્તિક્રમ, સમય, ગુણસ્થાનક આદિના વિવેચન વડે સ્પષ્ટતા કરવામાં આવી છે. આગળની દૃષ્ટિઓ સમ્યગ્દષ્ટિને હોય છે. સાચું નૈૠયિક વૈદ્યસંવેદ્યપદાયિક સમ્યક્દષ્ટને હોય છે. આવા ગ્રંથોનો સ્વાધ્યાય સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા તમામને માટે સુલભ બને તે હેતુથી સરળ-સુબોધ શૈલીમાં ગ્રંથકારના આશયને સ્પષ્ટ કરતા મૂળગામી અનુવાદો હાલ તૈયાર થઇ રહ્યા છે. તે પૈકી આ એક અદ્ભુત ગ્રંથ છે.
૫ શ્રી ધીરૂભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને જૈન-ન્યાય અને યોગના ગ્રંથોનો અભ્યાસ કરાવી રહ્યા છે. આજે આવા ગ્રંથોને હૃદયંગમ કરી વિનિયોગ કરનારાઓનો ખરેખર દુકાળ વર્તે છે. એવા સમયમાં સ્વાધ્યાયરસિકોને સહાયક બનવાની એમની વૃત્તિ ખરેખર અનુમોદનીય છે. પ્રશંસનીય છે. ફળસ્વરૂપ જૈન-ન્યાય અને યોગના ગ્રંથોના અનુવાદો તેઓ તૈયાર કરી શકયા છે. ઓઘદૃષ્ટિમાં ભૂલી પડેલી ભોગવાદી પ્રજા યોગદૃષ્ટિને પામે. જાણે, ઓળખે અને મુક્તિના મંગલસ્થાને પહોંચે. વિશ્વના તમામ જીવો ભવના વિરહને પ્રાપ્ત કરે તેવા શુભાશય સાથે અત્રે વિરમું છું.
સ્થળ :
અઠવાલાઇન્સ, સુરત સ. ૨૦૧૬
Jain Education International
૧૬૫ દીક્ષાના અજોડ દાનવીર યુવક-જાગૃતિપ્રેરક ૫. પૂ. આચાર્યદેવ શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી પંન્યાસ રશ્મિરત્નવિજય.
For Private & Personal Use Only
www.jainelibrary.org