________________
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-૭૨૩ – ના, તે અસંબદ્ધ પદાર્થોને પ્રકાશતું નથી કેમકે તે વચનના વિજ્ઞાન રહિત અને ભાવમાં અસંબદ્ધ હોવાથી વસ્તુને જણાવી શકે નહિ. એ નિયમથી (હેતુ) પ્રદીપવત્ (દષ્ટાંત) વિજ્ઞાન અસંબદ્ધ રહીને પણ વસ્તુ પ્રકાશે છે, પરંતુ વચન વિજ્ઞાનરૂપ નથી, એટલે અસંબદ્ધ અર્થને પ્રકાશતું નથી. પ્રદીપવતુ, જો અસંબદ્ધ છતું વસ્તુને પ્રકાશે તો અસંબદ્ધવાવિશેષાત્ સર્વ વસ્તુ પ્રકાશે. તેથી વચન એ વાચ્યપ્રત્યયકારણ હોવાથી વાચ્યનો ધર્મ છે.
પ્રશ્ન-૭૨૪ – તમે કહ્યું કે પ્રદીપ પ્રગટ કરવા યોગ્ય વસ્તુને પ્રગટ કરે છે તેથી તે પ્રદીપ કહેવાય છે. તેવી રીતે, વચન અર્થથી આત્માલાભ પ્રાપ્ત કરે છે તો એ વચન વક્તાનું જ કેમ માનો છો?
ઉત્તર-૭૨૪ – જો કે વચનીય અને વક્તા યથાક્રમ વચનનું બાહ્ય અને અત્યંતર કારણ છે. તો પણ વક્તા પ્રધાન છે. કેમકે, એ પ્રત્યાસન્ન અને નજીકનું કારણ છે તેથી વચન વક્તા અધીન હોવાથી જે વક્તાનુ લિંગ છે તે જ ઋજુસૂત્ર નય મતે સામાયિકનું લિંગ છે.
શબ્દનય:- નિર્દેશ્ય અને નિર્દેશકનું તુલ્ય લિંગ જ માને છે. અસમાન લિંગ ઘટતું ન હોવાથી એ અવસ્તુ તરીકે જ માને છે. નિર્દેશ્ય અર્થમાં ઉપયુક્ત નિર્દેટા નિર્દેશ્યથી અભિન્ન છે. અર્થાત્ સ્ત્રીલિંગી વક્તા પણ પુરુષને કહેતો કુંનિર્દેશ જ છે. અને સ્ત્રીને કહેતો સ્ત્રીનિર્દેશ છે, નપુંસકને કહેતો નપુંસક નિર્દેશ જ છે. વાચ્યમાં ઉપયુક્ત વક્તા વાચ્યથી અભિન્ન હોવાથી.
જો પુરુષ કર્તા કર્મરૂપ સ્ત્રીને નિર્દેશ કરે છે. જેમકે- વાસવદત્તે ! રૂસ્થમિદં વિદિ તો પણ તે નિર્દેા પુરુષ સ્ત્રી જ છે. કારણ કે સ્ત્રીમાં ઉપયુક્ત સ્ત્રીવિજ્ઞાન વાસવદત્તાના અધ્યવસાયથી અભિન્ન છતો નિર્દિષ્ટ સ્ત્રીનો સમાનલિંગ પુરુષ થાય છે. તેથી જ્યારે પુરુષ નપુંસકને કહે છે ત્યારે પણ નિર્દિષ્ટ સમાનલિંગ હોવાથી એ નપુંસક જ છે. એમ સ્ત્રી અને નપુંસક નિર્દિષ્ટામાં નિર્દિષ્ટ સમાનલિંગતા ઘટાવવી.
પ્રશ્ન-૭૨૫ – સ્ત્રીવિજ્ઞાનથી અનન્ય તે પુરુષ સ્ત્રીજ કેમ થાય? પુરુષ પણ થાય ને?
ઉત્તર-૭૨૫– જો તે નિર્દેષ્ટા પુરુષ છે. તેથી નસ્રી. એ સ્ત્રી ઉપયોગવાન નથી. હવે જો એ સ્ત્રી ઉપયોગ યુક્ત હોવાથી સ્ત્રી મનાય તો નપુમાન પુરુષત્વેન માનવો નહિ. પણ, સ્ત્રી ઉપયોગ યુક્ત હોવાથી સ્ત્રી જ માનવો. જો એમ ન માનો તો એ ખરેખર સ્ત્રી ઉપયુક્ત નથી. જો હોય તો સર્વથા પુત્વનો વિરોધ આવે, હવે શું કહેવું? જે સ્ત્રીવિજ્ઞાનમય છતાં સ્ત્રી નથી પરંતુ પુરુષ કે નપુંસક છે એવો પદાર્થ ગધેડાના શિંગડાની જેમ સર્વથા નથી, અસત્ છે.