________________
સં પા દ ક ને સંક્ષિપ્ત પરિચય. જન્મ વિ. સં. ૧૯૦ ચિત્ર શુદિ ૧૩ રાધનપુર દીક્ષા વિ. સં. ૧૯૬૯ મહા વિદિ ૧૦ થરથર વડી દીક્ષા વિ. સં. ૧૯૬૯ વૈશાખ શુદિ ૩ વીરમગામ ગણિપદ વિ. સં. ૧૯૮૭ કાર્તિક વદિ ૫ કપડવંજ પંન્યાસપદ વિ. સં. ૧૯૯૭ કાર્તિક વદિ ૮ કપડવંજ રાધનપુર એ જૈનપુરી કહેવાય છે. ધાર્મિક ક્રિયારુચિ તથા શ્રદ્ધાસંપન્ન શહેર તરીકે રાધનપુર સિકાઓથી પ્રસિદ્ધિ પામેલ છે. આ ઉપરાંત એક સખાવતી શહેર તરીકે પણ તે હાલમાં જનતાની જીભે રમી રહ્યું છે. રાધનપુર જેમ સખાવતી ગૃહસ્થો જન્માવ્યા છે તેમ ધાર્મિક ક્ષેત્રમાં સુંદર કાર્ય કરી શકે તેવા અધ્યાત્મપરાયણ આત્માઓ પણ પ્રગટાવ્યાં છે. પંન્યાસ શ્રી કલ્યાણુવિજયજી મહારાજ પણ આ જ રાધનપુરના વતની હતા.
સંવત્ ૧૫૦ ના ચૈત્ર શુદિ ૧૩ (મહાવીર જયંતિદિન) ના રોજ તેમને જન્મ થએલ. પિતાશ્રીનું નામ ભુધરભાઈ અને માતાજીનું નામ હસ્તબાઈ હતું. તેમનું સંસારીપણાનું નામ કાનજીભાઈ હતું. કાનજીભાઈની છ વર્ષની ઉમરે તેમને વહાલસોયા માતાપિતાને વિયોગ થયો અને તેમના ઉછેરનો ભાર તેમના કાકા નાગરદાસ પર આવી પડ્યો. એગ્ય વય થતાં તેઓ અમદાવાદ ગયા અને શેઠ મનસુખભાઈ ભગુભાઈની સ્કૂલમાં વ્યાવહારિક તેમજ ધાર્મિક કેળવણ લેવી શરૂ કરી. ધાર્મિક શિક્ષક બાલાભાઈ કકલભાઈને કાનજીભાઈ સરળ સ્વભાવી અને આત્મપરાયણ વૃત્તિવાળા જણાયા એટલે પૂર્ણ પ્રેમથી ધાર્મિક અભ્યાસ કરાવ્યો અને કર્મગ્રંથ સુધીનું જ્ઞાન આપ્યું. તેમના કુટુંબ પરિવારમાં સામાન્ય રીતે ધાર્મિક સંસ્કાર ઓછા હતા પરંતુ પૂર્વ પુન્યાનુયોગે કાનજીભાઈ બાલવયથી જ ધર્માનુરાગી બન્યા હતા. પ્રતિદિન પૂજા, સામાયિક, પ્રતિક્રમણ અને પર્વદિવસે પૌષધ એ તેમને માટે નિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org