________________
વિક્રમનરસિંહસમુદ્રને માનદેવસૂરિ- ર
[ શ્રી તપાગચ્છ
શ્રી સમુદ્રસૂરિને પદે સત્તાવીશમા શ્રીમાનદેવસૂરિ ( બીજા ) થયા. આ બીજા માનદેવસૂરિ સંબધે કથન છે કે
વિદ્યાસમુદ્ર શ્રી હરિભદ્રસૂરીશ્વરના મિત્ર માનદેવસૂરિ નામે આચાયૅ પ્રવર થયા કે જેમણે મંદતાને લીધે ભૂલાઇ ગયેલ નિર્મળ નિષ્પાપ સૂરિમંત્ર પોતાની તપશક્તિવડે ઉજ્જયત–ગિરનાર પર્વત પર અંબિકાદેવીના મુખથી સાંભળ્યે—પ્રાપ્ત કર્યાં.
વીર પરમાત્મા પછી ૧૦૦૦ વર્ષે સત્યમિત્ર થયા અને ત્યારપછી પૂર્વજ્ઞાનના વિચ્છેદ્ય થયા.
શ્રી વજ્રસેન અને સત્યમિત્રના વચગાળાના સમય દરમિયાન ૧ નાગહસ્તી, ૨ રેવતીમિત્ર, ૩ બ્રહ્મદ્દીપ, ૪ નાગાર્જુન, ૫ ભૂતદિન અને ૬ કાલકાચાએ નામના અનુક્રમે છ યુગપ્રધાના થયા. આ માંહેના ઇંદ્રથી વદાયેલા અને અનુયાગની રચના કરવામાં (ચારે અનુયોગ છૂટા પાડવામાં) સૂત્રધાર સરીખા શ્રીકાલિકાચાયૅ શ્રી વીરપરમાત્મા પછી ૯૯૩ વર્ષે પાંચમીને બદલે ચાથે પયુંષણા પ કર્યું .વીર નિર્વાણ ૧૦૫૫ વર્ષે એટલે કે વિક્રમ સંવત્ ૫૮૫ વર્ષે યાકિનીમહત્તરાનુ શ્રી હરિભદ્રસૂરિ સ્વર્ગવાસી થયા. વી. નિ. સ. ૧૧૧૫ વર્ષે શ્રી જિનભદ્રગણિ યુગપ્રધાન સ્વર્ગવાસી બન્યા. આ જ જિનભદ્રગણિરચિત ધ્યાનશતક વિગેરે ગ્રંથા પર વૃત્તિ કરનાર હરિભદ્રસૂરિ આ હરિભદ્રસરિથી ભિન્ન (બીજા) જાણવા એમ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે, પરંતુ તે જિનભદ્રગણિનું ૧૦૪ વર્ષનું આયુષ્ય હાવાને કારણે શ્રી હિરભદ્રસૂરિના સમયે તેમની સંભાવના માટે આશકાને અવકાશ નથી. ૨૪ શ્રી વિક્રમસૂરિ, ૨૫ શ્રી નરસિહરિ,
૨૬ શ્રીસમુદ્રસુરિ અને ૨૭ શ્રી માનદેવર(બીજા)
દેવાનંદસૂરિની પાટે શ્રી વિક્રમસૂરિ થયા. તેમનુ વિહારક્ષેત્ર બહુધા ગુજરાત હેતુ. સરસ્વતી નદીના કિનારા પર આવેલ ખરસડી ગામમાં બે માસના ચેાવિહારા ઉપવાસ કર્યો જેને પરિણામે સરસ્વતી દેવીએ પ્રસન્ન થઇને ગુરુને પ્રણામ કર્યાં અને ગુરુના પ્રતાપને કારણે ઘણા વર્ષેાંથી સૂકાયેલ પીપળાનુ ઝાડ નવપāવિત કર્યું. નવા જૈનો વધારવાનુ કા પણ સૂરિજીએ ઠીક-ઠીક કર્યુ. છે. ધાધાર ક્ષેત્રમાં વિચરી ત્યાંના પરમાર ક્ષત્રીઓને જૈનધર્માનુરાગી બનાવ્યા. તેમનું શાસ્ત્રોનુ જ્ઞાન અગાધ હતુ.
તેમની પાટે શ્રી નરસિંહસૂરિ થયા. તેએ પ્રભાવિક હતા અને તેમની ઉપદેશશક્તિ પ્રતાપી હતી. નરસિંહપુરમાં માંસાહારી યક્ષને પ્રતિખેાધી પાડાનેા ભાગ લેતા બધ કર્યા, ખામાણ રાજકુળને પ્રતિબેાધી જૈનધમપરાયણ મનાવ્યું અને તે જ કુળના સમુદ્રકુમારને પ્રતિાધી દીક્ષા આપી, જે પાછળથી તેમના પટ્ટધર થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org