________________
પટ્ટાવલી ]
-
૧૨૯
*
વાદી શ્રી દેવસરિ
દિગંબરનો પક્ષ કરનારા વિશેષ હતા. શરતમાં પણ પક્ષપાત રાખવામાં આવ્યો હતો. છ પિતાના વિજય માટે દૃઢ શ્રદ્ધા હોવાથી તે કબૂલ રાખી હતી. શરતમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે– દિગંબર હારે તે તેમને ચેરની માફક ૫કડી નગર બહાર કાઢી મૂકવા, નગરપ્રવેશ ન કરવા દેવો અને જો શ્વેતાંબર હારે તો શ્વેતાંબર મતનું ઉચ્છેદન કરી દિગંબર મતનું સ્થાપન કરવું? છતાં ગુરુકૃપાથી દેવસૂરિએ વાદમાં વિજય મેળવ્યો.
વાદમાં વિજય મળવાથી રાજાએ પ્રસન્ન થઈ તુષ્ટિ-દાન તરીકે લાખ સોનામહોર આપવા માંડી પણ અને તેની જરૂરત ન હતી. તેમણે પોતાની જૈનાચાર્ય તરીકેની ફરજ સમજાવી નિઃસ્પૃહભાવ બતાવ્યો, એટલે પછી મહામાત્યની પ્રેરણા અને સંમતિથી સિદ્ધરાજે તે દ્રવ્યથી એક વિશાળ જિનપ્રાસાદ બંધાયે. - વાદમાં વિજય મળવાથી હર્યાન્વિત સાધુઓ તે રાત્રે સૂતા નહિ, પરંતુ સવારે જુએ છે તો ઉપધિના ઊંદરએ કટકે કટકા કરી નાખેલા. ગુરુને આ હકીકત જણાવતાં કુમુદ્રચંદ્રનું આ કાર્ય જણાયું. પછી ગુરુએ એક કાંજીથી ભરેલ કુંભ મગાવ્યો અને તેનું મુખ લેટના પિંડથી બાંધીને અંદર મુકાવ્યો. પછી તેને મંત્રીને શિષ્યોને જણાવ્યું કે-“ તમે કંઇ ખેદ ધરશે નહિ. કૌતુક થાય તે શાતિથી જોયા કરજો.” થોડો સમય વીત્યો ત્યાં તો દિગંબર શ્રાવકે ગુરુ પાસે આવીને કહેવા લાગ્યા કે-“મહ અમારા પર દયા લાવીને એને છોડી મૂકો.” એટલે ગુરુ બોલ્યા કે- મારા બંધુને (કુમુદ્રચંદ્રને) શી પીડા થાય છે ? તે અમે સમજી શકતા નથી.' ત્યાં તો થોડી વારે કુમુદ્રચંદ્ર પોતે જ ત્યાં આવ્યો અને ચરણમાં પડી, માફી માગી પોતાનો છૂટકારો કરવા પ્રાર્થના કરી. પછી પરાભવથી લજિજત થયેલે કુમુદ્રચંદ્ર અન્યત્ર ચાલ્યો ગયો. આ જીતને કારણે શ્વેતાંબરે વિશેષ ખ્યાતિ પામ્યા ને દિગંબરેન પાટણ-પ્રવેશ બંધ થશે.
સંવત ૧૨૦૪ માં ફલવર્ધાિ ગ્રામમાં સ્વહસ્તે જ ચિત્ય તેમજ બિંબ બંનેની પ્રતિષ્ઠા કરી તથા આરાસણામાં શ્રી નેમિજિનની પ્રતિષ્ઠા કરી હતી.
આ ઉપરાંત બીજા પણ ચમત્કાર બતાવી તેમણે સં. ૧૨૨૬ માં સ્વર્ગગમન કર્યું. ૧૧૪૩ માં તેમનો જન્મ, ૧૧૫ર માં દીક્ષા, ૧૧૭૪ માં આચાર્ય પદ અને ૧૨૨૬ માં સ્વર્ગગમન. યાસી વર્ષનું તેમનું આયુષ્ય હતું.
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પણ દેવસૂરિની સ્તુતિ કરતાં કહે છે કે-જે દેવરિરૂપ સૂર્યો કુમુદચંદ્રને ન જીત્યો હોત તો જગતમાં કે તાંબર કટિ (કેડ) પર વસ્ત્ર ધારણ કરી શકત ?' આ ઉપરથી જણાશે કે કુમુદચંદ્ર જેવા સમર્થ દિગંબરી વાદીને જીતવા દેવસૂરિને કેટલું વીય ફેરવવું પડયું હશે અને તેમની જ્ઞાન-મર્યાદા પણ કેટલી ઉત્કૃષ્ટ હશે. જો કુમુદચંદ્રની જીત થઈ હત તે ઈતિહાસના પાનામાં જુદી જ હકીકત આળેખાત.
તેમની સ્વતંત્ર કૃતિ તરીકે ૩૭૪ સૂત્ર અને આઠ પરિચ્છેદમાં ગુંથાયેલે “પ્રમાણુનયતત્ત્વાલકાલંકાર” નામનો ગ્રંથ છે અને તે જ ગ્રંથ પર પોતે જ સ્વપજ્ઞ વૃત્તિ કરી ૮૪૦૦૦ લોકપ્રમાણુ
સ્યાદ્વાદરત્નાકર એ નામનો ગ્રંથ રચ્યો છે. બીજા ગ્રંથ વિષે કશી માહિતી મળી નથી. સ્વાદાદરત્નાકર ગ્રંથ બનાવવામાં તેમના શિષ્યો ભદ્રેશ્વરસૂરિ ને રત્નપ્રભસૂરિએ સારી સહાય કરી હતી.
* લગભગ આને મળતી હકીક્ત બેંતાલીશમા પટ્ટધર શ્રી ધર્મ ધષસરિના વૃતાંતમાંથી ઉપલબ્ધ થાય છે.
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org