________________
પટ્ટાવલી ]
શ્રી આણંદવિમળસૂરિ
પણ થઇ ગણાય
જીની દાઢી પાસે ધરી એટલે દાઢી સળગતાં ગુરુદેવનું મુખ દાઝયું છતાં પણ પવનથી પર્વત કંપે નહિ તેમ ગુરુના મુખ પર પંચ માત્ર પણ ફેરફાર ન થા, માણેકચંદથી આ કાર્ય થતાં તે થઈ ગયું પણ પછી તેના પસ્તાવાને પાર ન રહ્યો. આવું કાર્ય કરવા છતાં ગુરુને તેના પર કરુણાભાવ જ ઉt; કારણ કે તેઓ મોહની વિલક્ષણતા અને કષાયોની કુટિલતા સમજતા હતા. ગુરુના આવા વાત્સલ્યથી ઊલટે તે વધુ શરમીંદ બન્ય. આપણામાં કહેવત છે કે–રીને વશ કરવા માટે પ્રેમ એ જ સર્વોત્તમ વશીકરણ
| માણેકચંદ ગુરુને ભક્ત બન્યો અને પોતાના અપરાધ બદલ માફી માગી.
માણેકચંદ વ્યાપારાર્થે પાલી રહેતું હતું તેથી તે ગુરુને આગ્રહ કરી પાલી તેડી ગયા. ત્યાંના ચાતુર્માસ દરમિયાન શત્રુ જય માહાત્મ્ય સાંભળવામાં આવતાં તે તીર્થની યાત્રા કરવાના તેની ભાવના જાગૃત થઈ અને ઉત્કૃષ્ટ ભાવનાના યુગમાં ને ગમાં તાત્કાલિક પ્રતિજ્ઞા પણ લઈ લીધી કે જ્યાંસુધી ગિરિરાજના દર્શન ન થાય ત્યાંસુધી અન્ન-પાણી કંઈ પણ લેવું નહિ. સંઘયાત્રા માટે તરત જ પ્રયાણ શરૂ કર્યું પણ તે સમયે રેલ્વે જેવા ઝડપી સાધનો ન હતા. દિવસે વ્યતીત થવા લાગ્યા અને માણેકચ દને ઉપવાસ ઉપર ઉપવાસ થવા લાગ્યો. ઉપવાસનો સાતમો દિવસ થવા આવ્યા છતાં તેઓ માત્ર સિદ્ધપુર નજીક મગરવાડામાં પહોંચ્યા. આ સમયે ત્યાં આગળ વસતી ન હતી. ઝાડીની ગાઢ ઘટાથી ભયંકર જંગલ જેવું હતું. ત્યાં ભિલ લોકેએ સંઘ પર હુમલો કર્યો અને તેમાં માણેકચંદ શેઠને પ્રાઘાતક પ્રહાર લાગવાથી શુભ ભાવપૂર્વક શત્રુંજયના ધ્યાનમાં જ મૃત્યુ પામીને તે વ્યંતર નિકાયમાં માણિભદ્રનામના દેવ થયા.
દિવસે દિવસે ગચ્છ-મમત્વ વધતું જતું હતું. ખરતર તેમ જ તપાગચ્છના સાધુઓ વચ્ચે કદાગ્રહ વધી પડયા હતા અને ચેન ને પ્રારા એક બીજા અન્ય ગચ્છીય સાધુઓને પરાભવ કરવામાં રક્ત રહેતા. કહેવાય છે કે આ મમત્વે એવું જોર પકડ્યું કે તેના મદમાં કાર્યાકાર્યનું પણ ભાન ન રહ્યું. ખરતરગચછીય સાધુઓએ ભરવની આરાધના કરી તેના દ્વારા તપાગચ્છીય લગભગ ૫૦૦ સાધુઓનો સંહાર કરાવ્યો. આ નિર્દય સમાચાર સાંભળતાં જ આણંદવિમળસૂરિનું મન ખિન્ન બન્યું. તપગચ્છની સારસંભાળને બાજે પોતાને શિર હોવાથી આવા કૃત્યની ઉપેક્ષા કરી શકાય તેમ ન હતું. પોતે પોતાને પાલણપુર તરફ વિહાર લંબાવી મગરવાડાની ઝાડીમાં વાસ કર્યો. રાત્રિએ ધ્યાનસ્થ અવસ્થા સમયે માણિભદ્ર દેવ તેમની સમક્ષ પ્રગટ થયા અને આજ્ઞા ફરમાવવા જણાવ્યું. ગુરુમહારાજે ખરતરગચ્છીય યતિઓના જુલમોની વાત કહી બતાવી તેવા સતમેનું નિવારણ કરવાનું કહ્યું. માણિભદ્ર શાસનભક્તિને અંગે તે કથન સ્વીકાર્યું પણ સાથે સાથે માગણી કરી કે તપગચ્છના દેરાસરે તેમ જ ઉપાશ્રયમાં મારી મૂર્તિની સ્થાપના કરવામાં આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org