________________
શ્રી હીરવિજયસૂરિ
: ર૩૦ :
[ શ્રી તપાગચ્છ થઈ ગઈ, પણ આ બનાવથી સૂરિજીને ઉત્સાહ અતિ વૃદ્ધિ પામે. આગળ વિહાર લંબાવી સેજીતરા, માતર અને બારેજા આદિ સ્થળોએ થઈ તેઓ અમદાવાદ આવ્યા.
અમદાવાદના સંઘે અત્યંત આડેબરપૂર્વક પ્રવેશ-મહત્સવ કર્યો. અહીંના સૂબા શિહાબખાનને સૂરિજીને મળવું અકારું થઈ પડવું, તેને પગ ભારે થઈ ગયે; પરન્તુ ગમે તેમ તો ય સમ્રાટને હુકમ માન્યા સિવાય ચાલે તેમ ન હતું. સૂરિજીને તેણે પિતાના દરબારમાં પધરાવ્યા અને મણિ, રન, સુવર્ણ વિગેરેની ભેટ ધરી તે સ્વીકારવા પ્રાર્થના કરી. ગુરુજીએ પિતાને નિઃસ્પૃહ ભાવ બતાવી જેન સાધુના આચારવિચાર અને કંચન-કામિનીના ત્યાગની હકીકત સમજાવી. સૂરિજીના આ નિસ્પૃહભાવે તેમ જ ઉપદેશે શિહાબખાનના હૃદય પર સચોટ અસર કરી અને પિતાના પૂર્વકૃત કૃત્ય બદલ વિનીતભાવે માફી માગી. પછી તેણે અકબર પર એક લાંબે પત્ર લખ્યો જેમાં તેણે હીરવિજયસૂરિને ચારિત્રની તેમ જ સદ્દગુણોની ભારોભાર પ્રશંસા કરી હતી.
અમદાવાદમાં કેટલીક સ્થિરતા કર્યાબાદ તેઓશ્રી વિહાર કરતાં કરતાં પાટણ પધાર્યા. અહીંથી વિમલહર્ષ ઉપાધ્યાય વગેરે પાંત્રીશ સાધુઓએ સૂરિજીથી અલગ પડી આગળ વિહાર શરૂ કર્યો, અને સૂરિજી વિહાર કરતાં કરતાં જેટલા સમયે સાંગાનેર પધાર્યા તેટલા સમય દરમિયાનમાં તે તે ફતેહપુર સીકરી પહોંચી પણ ગયા. અકબર પાસે પહેલાં પહોંચી જવામાં તેઓને ઉદેશ અકબરની હીરવિજયસૂરિ પ્રત્યેની નેમ જાણું લેવાની હતી એટલે ફતેહપુરમાં આવીને તરત જ તેમણે થાનસિંગ તથા માનું કલ્યાણ પાસે જઈ અકબરને મળવા માટેની પોતાની જિજ્ઞાસા દર્શાવી. બાદ તેઓ અબુલ ફજલને મળ્યા અને તેના દ્વારા રાજાને હેતુ જાણી લીધું. પછી બાદશાહને મળ્યા અને બાદશા હીરવિજયસૂરિના આ શિખ્ય પ્રત્યે અતિવ પ્રેમભાવ બતાવ્યો અને સિંહાસનથી ઊભા થઈ ગાલીચા બહાર જ્યાં ઉપાધ્યાયજી ઊભા હતા ત્યાં સામે ગયે. ઉપાધ્યાયે “ધર્મલાભ” રૂપ આશીર્વાદ આપે અને અકબરે સૂરિજીના આગમનની પૃચ્છા કરી. ઉપાધ્યાયજીએ જણાવ્યું કે-“તેઓ ચાલુ વિહારમાં છે અને જેમ બને તેમ જલ્દી અત્રે આવી પહોંચશે.”
સાંગાનેરથી વિહાર કરતાં કરતાં સૂરિજી ફતેહપુર સીકરીથી છ ગાઉ દૂર અભિરામાબાદ આવી પહોંચ્યા. થાનસિંગ અને માનું કલ્યાણે સૂરિજીના અપૂર્વ સ્વાગત માટે બાદશાહી રિયાસતને બંદેબસ્ત કરી વાળે અને વિ. સંવત ૧૬૩ના જયેષ્ઠ વદિ ૧૨ના દિવસે સૂરિજીએ ધામધૂમપૂર્વક ફતેહપુરમાં પ્રવેશ કર્યો.
જ્યેષ્ઠ વદિ ૧૩ને દિવસે બાદશાહ સાથે સૂરિજીની પહેલવહેલી મુલાકાત થઈ અને તે સમયે તેમની સાથે પંડિત અને વિચક્ષણ તેર સાધુઓ હતા. સૂરિમંડળને આવતું જોઈ બાદશાહ પોતાના મિત્રમંડળ સાથે ઊભો થઈ ગયો અને વિનયપૂર્વક કુશળ-મંગળના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org