________________
પાવલી ] : ૨૨૯ :
શ્રી હીરવિજયસૂરિ ઉપર પત્ર રવાના કર્યો, અને તેમાં ભારે આગતાસ્વાગતાપૂર્વક સૂરિજીને મોકલવા ફરમાન કર્યું.
બાદશાહ અકબરને આ પત્ર જોઈ શિહાબખાન તે સ્તબ્ધ જ બની ગયા. પૂર્વે પિત કરેલ ઉપદ્રવ તેને યાદ આવ્યો. પોતે કરેલ ભૂલ માટે તેને પસ્તાવો થવા લાગ્યા પણ જાત ન રોચ્ચે એમ સમજી બાદશાહના હુકમને કેવી રીતે અમલ કરવો તે જ તે વિચારવા લાગ્યું. પછી અમદાવાદના પ્રસિદ્ધ ગૃહસ્થને બેલાવીને આગ્રાના શ્રાવકોને તેમજ બાદશાહને ખરીતે વાંચી સંભળાવ્યું. જવાબમાં શ્રાવકોએ જણાવ્યું કે સૂરિજી હાલમાં ગંધારમાં બિરાજે છે, માટે ગંધાર જઈ અમે વિનતિ કરી આવીએ.”
અમદાવાદના ગૃહસ્થની સૂચનાથી ખંભાતના કેટલાક ગૃહસ્થ સીધા ગંધાર પહોંચ્યા. અમદાવાદ અને ખંભાતના આગેવાન શ્રાવકોના આગમનથી સૂરિજીને આનંદ તે થયો પણ તેમના અચાનક આગમનનું શું કારણ હશે ? એવી શંકાએ પણ સાથે સાથ હદયમાં સ્થાન લીધું. બપોરના આહાર-પાણી કર્યા બાદ કેટલાક આગેવાને તેમજ સૂરિજી એકાંતમાં વિચાર કરવા બેઠા. ગુરુજી પર વીતેલી વીતક-કથાએથી સૌ કઈ વાકેફ હતા અને અકબર બાદશાહના આ અચાનક આમંત્રણથી પણ સૌ કોઈ આશ્ચર્યમાં ગરકાવ પણ થઈ ગયા હતા. સર્વ પિોતપોતાના મનમાં આવે તે અભિપ્રાય જણાવવા લાગ્યા. આ ચર્ચા દરમિયાનના બધા સમય સુધી સૂરિજી શાન્ત રહ્યા અને થતી ચર્ચા એકચિત્તે સાંભળવા લાગ્યા. ચર્ચાના અંતમાં છેવટે તેમણે જણાવ્યું કે- “ પૂર્વાચાર્યોએ કેવળ શાસનની સેવા માટે માન-અપમાનની દરકાર કર્યા વગર જ રાજદરબારમાં પગપેસારો કરી રાજાઓને પ્રતિબોધ્યા હતા એટલું જ નહિ પરંતુ તેઓ દ્વારા શાસનહિતનાં અનેક કાર્યો કરાવ્યા હતા. લાખે મનુષ્યોને ઉપદેશ આપવામાં જે લાભ રહેલે છે તેના કરતાં પણ અધિક લાભ એક સમ્રાટને પ્રતિબોધવામાં છે, માટે બીજે કઈ પણ પ્રકારને વિચાર કરે ત્યજી દઈ સમ્રાટ અકબર પાસે જવા માટે મારી સાથે સો સમ્મત થાઓ.” સૂરિજીના ગંભીરાશયની અને અપૂર્વ હિંમતની શ્રાવકે પર શીવ્ર અસર થઈ અને સો સૂરિજીના અભિપ્રાયને સમ્મત થયા.
માગશર વદિ ૭ ના દિવસે સૂરિજીએ વિહાર શરૂ કર્યો અને પહેલું મુકામ ચાલમાં કર્યું. ત્યાંથી જંબુસર થઈ ધુઆરણના આરે મહી નદી પાર કરી વટાદરે આવ્યા જ્યાં પંજાબને સંઘ વાંદવા રાવ્યા હતા આ ગામમાં રાત્રિના સમયે એક અજાયબીભર્યો બનાવ બન્યો. જ્યારે રાત્રિના સમયે ગુરુજી કંઈક જાગૃત અને કઈક નિદ્રિત અવસ્થામાં હતા તેવામાં એક દિવ્યાકૃતિવાળી સ્ત્રી આવીને બોલી કે–“અકબર આપને ઘણું જ ચાહે છે માટે કોઈ પણ જાતની શંકા રાખ્યા સિવાય ત્યાં પધારો અને વીરશાસનની શોભા વધારો.' સૂરિજી વધુ પૂછે તે પહેલાં તે તે દિવ્ય સ્ત્રી અંતર્ધાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org