________________
શ્રી હીરવિજયસૂરિ
: ૨૩૨ -
[ શ્રી તપાગચ્છ સિંધુ નદીને કિનારે બાદશાહ પાસે પહોંચ્યા અને વાત કરી. બાદશાહે તરત જ આઠ દિવસનું ફરમાન પત્ર લખી આપ્યું અને આગ્રામાં આઠ દિવસ સુધી કઈ પણ માણસ કઈ પણ જીવની હિંસા ન કરે એ હુકમ ફેરવવામાં આવ્યા.*
ચાતુર્માસ પૂર્ણ કરી સૂરિજી શૌરીપુરની યાત્રાએ ગયા. ત્યાંથી પાછા આગે આવ્યા. પ્રતિષ્ઠાદિ કાર્યો કરી પુનઃ ફતેહપુર સીકરી પધાર્યા. આ પ્રસંગે ગુરુજીને બાદશાહ સાથે વધારે સમાગમ કરવાનો સમય મળ્યો હતો, બાદશાહના ખાસ માનીતા અબુલ ફજલ સાથે સૂરિજીને ગાઢ મિત્રતા જામી હતી અને બંને વિદ્વાન હેઈ જ્ઞાન-ગોષ્ઠીમાં ઉભયને આનંદ ઉપજતે.
એકદા અબુલફજલ અને હીરવિજયસૂરિ જ્ઞાન-ગોષ્ઠી કરી રહ્યા હતા તેવામાં અબુલ ફજલના મહેલે બાદશાહ અચાનક આવી ચડ્યો. પ્રસંગ સાધી અબુલ ફજલે હીરવિજયસૂરિના અદ્ભુત જ્ઞાનની અત્યંત પ્રશંસા કરી. બાદશાહ પણ અત્યંત પ્રસન્ન થયે અને જણાવ્યું કે-“આપ આપના સમયને ભેગ આપી અમારી ઉપર ઉપકાર કરી રહ્યા છો તે મારા લાયક કામ બતાવી મારું કલ્યાણ કરશે તે હું આપને વધુ ઉપકાર માનીશ.” “અભયદાન” જેવું એકે પુણ્ય નથી એમ સૂરિજી સારી રીતે સમજતા હતા તેથી તેમણે સમગ્ર પક્ષીઓને પાંજરામાંથી મુક્ત કરવા માટે માગણી મૂકી. રાજાએ અત્યંત હર્ષપૂર્વક તે માગણી સ્વીકારી અને પાંજરામાંથી સર્વ પશુ-પક્ષીઓને મુક્ત કર્યો.
બાદશાહને પણ આ સમયે અવકાશ હતું એટલે ધર્મચર્ચા આગળ ચાલી અને પ્રસંગે પ્રસંગે વાતચીતમાં સૂરિજી અભયદાનનું મહત્વ સમજાવતા ગયા. છેવટે પર્યુષણના આઠ દિવસમાં અકબરના સમગ્ર રાજ્યમાં “અમારી ” પળાવવા માટે ઉપદેશ આપે ત્યારે બાદશાહે પિતાના તરફથી ચાર દિવસ વધારી કુલ બાર દિવસ [ શ્રાવણ વદિ ૧૦ થી ભાદરવા શુદિ ૬ સુધી ]નું ફરમાન પત્ર લખી આપ્યું. તે ફરમાનની છ નકલો કરવામાં આવી જેમાંની (૧) ગુજરાત અને સૌરાષ્ટ્ર, (૨) દિલ્હી, ફતેપુર વગેરેમાં (૩) અજમેર, નાગપુર વિગેરેમાં, (૪) માળવા અને દક્ષિણ દેશમાં (૫) લાહોર તથા મુલતાનમાં મોકલવામાં આવી અને છઠ્ઠી નકલ સૂરિજીને સોંપવામાં આવી.
સુરિજી ફતેહપુર સીકરીમાં રહ્યા ત્યાં સુધીમાં બાદશાહ સાથે અનેક વખત મુલાકાત થઈ અને તે દરમ્યાન જુદા-જુદા વિષયોને અંગે બાદશાહ સાથે ચર્ચા કરી તેને સત્ય વસ્તુનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું. બાદશાહ આથી અતિ રંજિત થયો અને તેના બદલા તરીકે એક મોટી સભા ભરી સૂરિજીને “જગદ્ગુરુ” ના બિરુદથી વિભૂષિત કર્યા. આ પદ-પ્રદાનની ખુશાલીમાં રાજાએ અનેક જનેને અભયદાન પણ આપ્યું.
* હીરસૌભાગ્ય કાવ્ય અને જગદગુરુકાવ્યમાં આ સંબંધી હકીકત આપવામાં આવી નથી જયારે “ હીરવિજયસૂરિ રાસ માં અષભદાસ કવિ પાંચ દિવસની અમારી પળાવ્યાનું જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org