________________
નર નર નાના
-
ના
પદાવલી ]
: ૨૪૩ :
શ્રી વિજયસેનસૂરિ અકબરે વિજયસેનસૂરિને આ બાબતમાં પૂછતાં તેઓશ્રીએ જણાવ્યું કે-“રાજસભામાં સર્વજન સમક્ષ આ વસ્તુની ચર્ચા કરશું.” બાદ નિર્ણત દિવસે તે વસ્તુ પરત્વે વાદ ચાલતાં વિજયસેનસૂરિએ સૌને નિરુત્તર કર્યા હતા.
વાદવિવાદ પ્રસંગે ઈશ્વરનું સ્પષ્ટ સ્વરૂપે સાંભળી બાદશાહ પિતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. સૂરિજીએ એક જ શ્લોકદ્વારા તેમના જ શાસ્ત્રોને શસ્ત્રરૂપે બનાવીને બ્રાહ્મણને નિત્તર કર્યા હતા. તે કલેક નીચે પ્રમાણે હતે.
यं शैषाः समुपापते शिव इति ब्रह्मेति वेदान्तिनो बोद्धा बुद्ध इति प्रमाणपटवः कर्मेति मोलांसकाः ।
રિઘ લેનશાસનતાઃ કૉંતિ નિરિક્ષા ,
सोऽयं वो विदधातु वाञ्छितफलं त्रैलोक्यनाथो हरिः॥ સૂર્યદેવના સ્વીકાર બાબત એ જડબાતોડ લૅક કહ્યો કે જે સાંભળી બ્રાહાણવગને મૌનને આશરે લીધા સિવાય બીજે કઈ માગ જ ન રહ્યો. તે કલેક નીચે પ્રમાણે હતે.
अधामधामधामेदं वयमेव स्वचेतसि ।
यस्यास्तव्यसने प्राप्ते, त्यजामो भोजनोदके ॥ અને ગંગાની અવગણના બાબતનું નિરસન કરતાં સૂરિશ્રીએ જણાવ્યું કે ગંગાજળ વિના અમારા પ્રતિષ્ઠાદિક કાર્યો અપૂર્ણ જ રહે છે અર્થાત્ જિનપ્રતિમા–પ્રતિષ્ઠાદિ કાર્યોમાં અમે ગંગાજળને ઉપયોગ કરીએ છીએ.
વાદવિવાદની તેમજ સામા પક્ષને યુક્તિપૂર્વક નિત્તર કરવાની તેમની આવી શક્તિથી અતીવ હર્ષિત થઈ સમ્રાટ અકબરે તેમને “ સૂરિસવાઈ”નું બિરુદ અર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે સૂરતમાં ભૂષણ નામના દિગંબરાચાર્યને શાસ્ત્રાર્થમાં નિરુત્તર કરી પરાજિત કર્યો હતો. વાદવિવાદ કરવાની શક્તિ ઉપરાંત નૂતન રચના માટેની અભુત કૌશલ્યતા માટે એક જ ઉદાહરણ બસ છે કે તેમણે યેગશાસ્ત્રના પ્રથમ જ કોકના પાંચ સો અથવા તો સાત સો જેટલા અર્થે કરેલા છે.
તેમની ત્યાગવૃત્તિ અને નિઃસ્પૃહતા પણ તેવી જ પ્રશંસનીય હતી. ગુરુભક્તિ પણ અજોડ હતી. ગુરુની વ્યાધિની વાત સાંભળી સ્વગુરુના અંતિમ સમયે તેમની પાસે પહોંચી જવા શ્રમ કે સુખ-સગવડની પરવા કર્યા વિના તેમણે લાંબા-લાંબાં વિહાર કર્યા; પરન્તુ ભાગ્યાનુયોગે તેણે તેમને મળી શક્યા નહતા.
તેમણે પિતાનું સમગ્ર જીવન શાસનપ્રભાવના નિમિત્તે જ ગાળ્યું છે. તેમને વિશેષ ખ્યાતિ મેહ ન હતો. તેમણે કાવી, ગંધાર, ચાંપાનેર, અમદાવાદ, ખંભાત અને પાટણ આદિ અનેક પુર-નગરમાં લગભગ ચાર લાખ જિનબિંબની પ્રતિષ્ઠા કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org