________________
પઢાવલી ]
: ર૩૧ :
શ્રી હીરવિજયસૂરિ સમાચાર પૂછયા. પછી વિશેષ ધર્મચર્ચા કરવા માટે ચિત્રશાળાના એક કમરામાં પધારવા સમ્રાટે સૂરિજીને વિનતિ કરી એટલે તેઓ ચિત્રશાળા તરફ ચાલ્યા, પણ પ્રવેશદ્વાર આગળ આવતાં સુંદર બીછાવેલે ગાલીચે જે અને તરત જ ભાઈ ગયા. સૂરિજીને અટકી ગયેલા જોઈ બાદશાહે તેનું કારણ પૂછયું એટલે ગુરુએ જણાવ્યું કે- ગાલીચા, પર પગ મૂકીને ચાલવાને અમારો અધિકાર નથી.' બાદશાહને આવી વાતથી વિશેષ આશ્ચર્ય થયું અને કહ્યું કે-ગાલીચે તદ્દન સ્વછ છે. કઈ પણ જીવ-જંતુ તેના પર નથી તે આપને આ ગાલીચા પર ચાલવામાં શી હરકત છે?” સૂરિજીએ કહ્યું કે–અમારે સાધુઓને એ આચાર છે કે દ્રષ્ટિપૂત ચત પણ અર્થાત્ જ્યાં ચાલવું અગર બેસવું હોય ત્યાં દષ્ટિથી જમીનને જોઈ લેવી જોઈએ. સૂરિજીના આ કથનથી બાદશાહને મનમાં કંઈક હાસ્ય આવ્યું. આવા મનહર સ્વચ્છ ગાલીચામાં જતુઓ આવીને કયાંથી પસી જતા હશે? એવો વિચાર કરતાં કરતાં જે તેણે ગાલીચાનો એક છેડે ઊંચો કર્યો કે તેની નીચે કીધઓનો ઢગલો જોયો. બાદશાહ તો આ દશ્ય નીહાળી દંગ જ થઈ ગયો. ગુરુ પ્રત્યેના ભક્તિભાવમાં ઘણો જ વધારો થશે અને તે તેમને સાચા ફકીર માનવા લાગ્યા. પછી ગ્ય આસન પર બેસીને ગુરુએ સામાન્ય ઉપદેશ આપ્યો અને પાછળથી ટકમાં શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. ધર્મોપદેશને અંતે અકબરને જણાયું કે- આચાર્યશ્રી એ પ્રતાપી અને પંડિત પુરુષ છે. પછી તેણે પિતા પાસે આવેલ પુસ્તક ભંડાર મંગાવ્યું અને સૂરિજીને તે સ્વીકારવા આગ્રહ કર્યો. ગુરુજીએ જણાવ્યું કે અમે અમારાથી ઉઠાવાય તેટલાં જ પુસ્તકો સાથે રાખીએ છીએ. વળી જ્યાં જઈએ ત્યાં અમને પુસ્તક મળી રહે છે. વળી પુસ્તકોને સંગ્રહ કરવાથી મમત્વભાવ બંધાઈ જાય છે માટે અમે તે સ્વીકારી શકશે નહિ.” બાદશાહને સૂરિજીની નિઃસ્પૃહતા માટે માન ઉપર્યું પણ છેવટે અત્યંત આગ્રહથી સૂરિજીને તે સમર્પણ કર્યા ત્યારે સૂરિજીએ જણાવ્યું કે
આટલાં બધાં પુસ્તકો સાથે ફેરવવા તે ઠીક નહિ તેથી જે એને માટે એક ભંડાર બનાવવામાં આવે તો સારું.” બાદશાહ આ વાતથી અત્યંત રંજિત થયો અને થાનસિંઘને તાત્કાલિક જ્ઞાનભંડાર બનાવવા માટે કહેવામાં આવ્યું. છેવટે આગ્રામાં અકબરના નામથી જ એક જ્ઞાનભંડાર બનાવવામાં આવ્યા અને ત્યાં ઉપરોક્ત પુસ્તકે સંગ્રહવામાં આવ્યા,
ફતેહપુર સીકરીમાં થોડીક સ્થિરતા કરી સૂરિજી આગ્રા પધાર્યા અને ચાતુર્માસ પડ્યું ત્યાં જ કર્યું. જ્યારે પર્યુષણના પવિત્ર દિવસો પાસે આવ્યા ત્યારે આગ્રાના શ્રાવકે એ વિચાર કર્યો કે સૂરિજીને બાદશાહ અત્યંત માન આપે છે તે પર્યુષણના આઠ દિવસ “અમારી” પાળવામાં આવે તો સારું. પછી પરસ્પર વિચાર કરી શ્રાવકે
* શ્રી હીરવિજયસૂરિ સમ્રાટ અકબરને મળ્યા તે અગાઉ નાગપુરીય તપાછના પદ્મસુંદરગણિ નામના અતિ બાદશાહને મમ હતા. તેઓ વાદી હતા, વાદમાં તેણે ! મુભા મુખે એક વાદીને પરાસ્ત કર્યો હતા. તેણે સમ્રાટને પડતાના પુસ્તકે અર્પણ કર્યા હતાં, તે જ પુરતક સમ્રાટે સરિઝને મ ણ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org