________________
શ્રી હીરવિજયસૂરિ
: ર૩૬ :
[ શ્રી તપાગચ્છ આવ્યું. આ ઉપરાંત ખાનદાન કુટુંબના ઘણા નબીરા તેમજ ગૃહસ્થોએ સૂરિજી, પાસે દીક્ષા લીધી. બાદશાહ અકબર પાસે જેતાશાહ નામને નાગોરી ગૃહસ્થ રહેતા હતે તેણે પણ સૂરિજી પાસે દીક્ષા સ્વીકારી હતી. આ પ્રસંગને અંગે તે સૂરિજીને મહિમા વધુ વિસ્તૃત બને. તેમનું નામ જિતવિજયજી રાખવામાં આવ્યું અને તેઓ “બાદશાહો યતિ” એવા નામથી પ્રસિદ્ધિ પામ્યા. સૂરિજીએ સ્વહસ્તે એક સાઠ શિષ્યોને દીક્ષા આપી અને પિતાની જિંદગી પર્યત એકસો સાઠ વ્યક્તિઓને પંડત પદ તેમજ સાતને ઉપાધ્યાય પદ અપણ કર્યું. તેઓશ્રી લગભગ બે હજાર સાધુઓ અને ૩૦૦૦ સાધ્વીઓના નાયક હતા. આ શિષ્યસમૂહ પૈકી શ્રી વિજયસેનસૂરિ, શાંતિચંદ્ર ઉપાધ્યાય, ભાનુચંદ્ર ઉપાધ્યાય, પદ્મસાગર, કલ્યાણવિજય વાચક, સિદ્ધિચંદ્ર, સેમવિજય વિગેરે મુખ્ય શિષ્યો હતા.
સૂરિજીના ભક્ત શ્રાવકો પણ મહાન સમૃદ્ધિશાળી અને રાજ્યમાં સારી પ્રતિષ્ઠા ધરાવનાર ગૃહસ્થો હતા. ગુરુના એક જ બોલે તેઓ લાખ રૂપિઆને વ્યય કરતાં અચકાતાં નહિ. સૂરિજીના ઉપદેશથી કેટલાક સ્થાને એ જિનમંદિરે કરાવવામાં આવ્યા અને બીજા નૂતન ધર્મોપયોગી સ્થળો થયા. તેમણે શહી, શૌરીપુર, આગ્રા, ખંભાત, પાટણ, ઊના, દેલવાડા, શ્રી સિદ્ધાચળજી, અમદાવાદ આદિ સ્થળમાં પ્રતિષ્ઠા કરાવી તેમજ અનેક સ્થળે જિનમંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું. મુસલમાનના અગાઉના જુલમને કારણે ઘણુંખરાં સ્થાનાં જિનમંદિરે નાશ પામ્યા હતા તેને દુરસ્ત કરાવી નૂતન બનાવવાની દિશામાં પણ તેમણે સારી રીતે પ્રવૃત્તિ કરી હતી.
અનેક જુદા જુદા ગ્રામ-નગરોમાં વિહાર તેમજ ચાતુર્માસાદિ કરી તેઓશ્રી પાટણ પધાર્યા અને શ્રી સિદ્ધાચલની યાત્રા માટે સંઘ કઢાવ્ય. સ્થળે સ્થળે સંઘને ભવ્ય સત્કાર થયે અને જ્યારે સંઘે પાલીતાણામાં પ્રવેશ કર્યો ત્યારે જુદા જુદા સ્થળોએથી બે લાખ માનવમેદની એકત્ર થયેલ. આ સંઘમાં એક હજાર સાધુઓ સામેલ થયા હતા.
- સિદ્ધાચળની યાત્રા કરી સૂરિજી દીવ ગયા અને વિ.સં.૧૯૫૧ નું ચાતુર્માસ ઊનામાં કર્યું. અહીં તેમની તબીયત લથડી અને ઉનાના સંઘે વિહાર ન કરવા દીધો. વ્યાધિ વધતો ગયો અને પગે સેઝા સુદ્ધાં ચડી આવ્યા. શ્રાવકે એ ઔષધોપચાર માટે અતીવ આગ્રહ કર્યો પણ સૂરિજીએ સ્પષ્ટ ના જ પાડી. આ સમયે વિજયસેનસૂરિ બાદશાહની પાસે લાહોર હતા. તેમને બોલાવી લાવવા માટે ધનવિજયજીએ વિહાર કર્યો, પણ પંથ કાંઈ થડો ન હતો. ઊના અને લાહોર વચ્ચેનું અંતર અતિશય હતું. વિજયસેનસૂરિને ગુરુમહારાજની સાથે મેળાપ થાય તે અસંભવિત જેવું મનાતું હતું. પર્યુષણ પર્વ પણ આવી પહોંચ્યા. આ સ્થિતિમાં પણ સૂરિજીએ કલપસૂત્રનું વ્યાખ્યાન વાંચ્યું, પરંતુ તેના પરિશ્રમથી શરીર વધારે શિથિલ થયું અને પરિણામે તેઓશ્રી વિ. સં. ૧૬પર ના ભાદરવા શુદિ ૧૧ ને દિવસે સમાધિપૂર્વક ઊનામાં જ સ્વર્ગવાસી થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org