________________
શ્રી હીરવિજયસૂરિ : ૨૩૮
[ શ્રી તપાગચ્છ ઘણી થતી હતી છતાં સમભાવપૂર્વક શાંતિથી તે સહન કરતા હતા. તેઓ સમજતા હતા કે કઈ પણ વ્યાધેિ એ પાપપ્રકૃતિનું જ પરિણામ છે માટે “હાય ય” કરવાથી કંઈ વેદના શાંત થતી નથી. ઉલટું તે “હાય ય” જ નવાં કર્મો ઉપાર્જન કરાવે છે. એવામાં બન્યું એવું કે એક ભક્તિવાન શ્રાવક, સૂરિજીએ સંથારે કર્યો ત્યારે ભક્તિ કરવા આવ્યો. તેણે હાથમાં સેનાને વેઢ પહેર્યો હતો તેની અણી પેલા ગુમડાની અંદર પેસી ગઈ. આથી તે ગુરુજીને ક્ષત ઉપર ક્ષાર જેવું દુઃખ થયું. લેહી પણ નીકળ્યું અને વેદનામાં વધારે થયે છતાં સૂરિજીએ અરેકાર પણ કર્યો નહીં કે તે શ્રાવકને કંઈ કહ્યું પણ નહિ. પ્રાત:કાળમાં સમવિજયજીએ ગુરુના કપડાં લેહીલુહાણ થયેલા જોઈને વરસ્તુસ્થિતિ પારખી, ને પિલા ગૃહસ્થ પાસે ખેદ પ્રદર્શિત કર્યો, ત્યારે સૂરિજીએ શાંત વાણીમાં કહ્યું કે “પૂર્વાચાર્યોએ સહન કરેલા પરિતાપ પાસે આ કષ્ટ-દદ કઈ ગણત્રીમાં છે?”
X
સૂરિજીને ગુરુભક્તિને ગુણ પણ પ્રશંસનીય હતે. ગુરુઆજ્ઞાને તેઓ સર્વસ્વ માનતા. એકદા વિજયદાનસૂરિએ તેમના પર પત્ર લખી જલદી પિતાની પાસે આવવા જણાવ્યું. પત્ર મળતાં જ સૂરિજીએ પ્રયાણ કર્યું. તે દિવસે તેમને છઠ્ઠનું પારણું હતું છતાં તે કર્યા વિના જ વિહાર કર્યો. શ્રાવકેએ પારણું કરવા માટે એકાદ કલાક રોકાવાની પ્રાર્થના કરી પણ સૂરિજીએ જણાવ્યું કેઃ “ગુરુદેવની આજ્ઞા જલદી આવવાની છે, માટે મારાથી એક ઘડી પણ રેકાઈ શકાય નહી.” ગુરુ પાસે પહોંચતા વિજયદાનસૂરિએ પૂછયું કેઃ “આટલા જલદી કેમ આવ્યા ?” સૂરિજીએ જણાવ્યું કેઃ “આપની આજ્ઞા જલદી આવવાની હતી તેથી મારાથી ઘડીને પણ વિલંબ કરી શકાય જ નહી.” ત્યારબાદ જ્યારે ગુરુજીએ જાણ્યું કે છઠ્ઠનું પારણું કર્યા વિના જ હીરવિજયસૂરિ અત્રે આવવા રવાના થયા હતા ત્યારે તેમની પ્રસન્નતાને પાર ન રહ્યો.
સૂરિજીમાં રહેલા અનેક ગુણે પૈકી ગુણાનુરાગતાને ગુણ સૌથી વિશેષ વર્ણનીય અને મહત્વતાભર્યો છે. લાખ જૈનોનું તેઓ આધિપત્ય ભોગવતા હતા, બેથી અઢી હજાર સાધુઓ તેમની નીશ્રામાં હતા, રાજા-મહારાજાઓને પ્રતિબોધવાની શક્તિ ધરાવતા હતા અને સમ્રાટ અકબર જેવા પણ જેમને માનની નજરે જોતા હતા તેવી ઊંચી હદે પહોંચેલા હોવા છતાં તેઓ કોઈ પણ મનુષ્યમાં રહેલા ગુણની પ્રશંસા કે મહત્તા પ્રકાશ્યા વિના રહેતા નહિ. ' સૂરિજીના શિષ્ય સમુદાયમાં અમરવિજયજી નામના એક સાધુ હતા.તેઓ ત્યાગી, વૈરાગી અને મહાન તપસ્વી ઉપરાંત નિર્દોષ આહાર લેવા પ્રત્યે અત્યંત લક્ષ્યવાળા હતા.એવું બનતું કે ત્રણ–ચાર ઉપવાસ કર્યો હોય છતાં પણ જે શુદ્ધ આહારની પ્રાપ્તિ ન થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org