________________
જામન, મનrળના
શ્રી હીરવિજ્યસૂરિ : રર૮ :
r શ્રી તપાસ ચિત્તોડની યાત્રા માટે સંઘ કાઢ્યો અને આ સંઘયાત્રા પછી ગુરુજી ગંધાર પધાર્યા.
- હવે સમ્રાટ અકબર સાથે હીરવિજયસૂરિનો સંબંધ કેવી રીતે થયું તે પરત્વે કંઈક દષ્ટિપાત કરી લઈએ.
એક વખત બાદશાહ અકબર મહેલના ઝરૂખે બેસી નગરચય જોઈ રહ્યો હતે તેવામાં તેના કાને વાજિંત્રનો અવાજ પડ્યો, તેથી તેણે પાસે ઊભેલા નોકરને પૂછયું કે-આ શેને અવાજ થાય છે?” જવાબમાં નેકરે જણાવ્યું કે-“ચાંપા નામની એક શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસો કર્યા છે તેના બહમાન ખાતર આ વાજિંત્રો વાગી રહ્યા છે જેનોના તે ઉપવાસો એવા હોય છે કે જ્યારે જરૂર પડે ત્યારે માત્ર દિવસે જ ગરમ પાણી સિવાય કઈ પણ પદાર્થ મુખમાં નાખી ન શકાય.” અકબર આ સાંભળી આશ્ચર્યમુગ્ધ બની ગયો. “છ મહિનાના ઉપવાસ ” સંબંધી તેના મનમાં શંકા ઉત્પન્ન થઈ. તેણે વિચાર્યું કે મુસલમાને એક મહિનાના રાજા કરે છે તેમાં ય પણ રાત્રે તે પેટ ભરીને ખાય છે તે આ માત્ર પાણી વાપરીને જ છ મહિનાના ઉપવાસ કેમ થઈ શકે ? સત્ય વસ્તુની સાબિતી ખાતર તેણે મંગલ ચોધરી અને કમરૂખાનને ચાંપા શ્રાવિકાને ત્યાં તપાસાર્થે મેકલ્યા.
તેઓ બંનેએ ત્યાં જઈને ચાંપાને પૂછપરછ કરી અને સાચી વસ્તુ નજરોનજર નીહાળી તેઓ બંને બાદશાહ પાસે પાછા આવ્યા. ચાંપાને લગતી હકીકત કહી સંભલાવી તેઓએ ઉમેર્યું કે-“આ બધે પ્રતાપ તેમના ગુરુ હીરવિજયસૂરિનો છે એમ ચાંપા શ્રાવિકા કહે છે.” અકબરને આવા પ્રતાપી ગુરુજીના દર્શન કરવાની ઉત્કંઠા જાગી.
કેટલાક દિવસે બાદ એક મટે વરઘોડો અકબરની દષ્ટિએ પડ્યો એટલે ટોડરમલને તેણે પૂછયું કે-“આ શું છે?”ટોડરમલે જણાવ્યું કે-ચાંપા નામની શ્રાવિકાએ કરેલ છ મહિનાની તપશ્ચર્યા આજે પૂર્ણ થઈ છે અને તે હર્ષદાયક પ્રસંગ નિમિત્તે શ્રાવકેએ આ વરઘોડે ચઢાવેલ છે.” ત્યારે રાજાએ પૂછયું કે “શું તે બાઈ પણ આ વરઘોડામાં સામેલ છે ?” ટેડરમલે હા કહી અને તેવામાં વરઘેડ પણ રાજમહેલ સમક્ષ આવી પહોંચે. બાદશાહે વિવેકી માણસને મોકલી ચાંપાને આદરપૂર્વક પોતાના મહેલમાં બોલાવી અને તપશ્ચર્યાને લગતી હકીકત પૂછી. ચાંપાએ ફક્ત પોતાના ગુરુ શ્રી હીરવિજયસૂરિને પ્રભાવ કહી બતાવ્યું. આ વાત સાંભળી અકબરની ગુરુ-દર્શનની ઉત્કંઠા વધુ બળવત્તર બની અને તરત જ માનું કલ્યાણ અને થાનસિંધ રામજી નામના બે જૈન ગૃહસ્થાને બોલાવી કહ્યું કે “તમે હીરવિજયસૂરિને અહીં પધારવા માટે વિનતિપત્ર લખે, હું પ એક જુદો પત્ર લખું છું.”
શ્રાવકેએ સૂરિજી પર પત્ર લખ્યો અને અકબરે ગુજરાતના સૂબા શિહાબખાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org