________________
પાવલી ]
*
૨૨૩
:
શ્રી વિજયદાનસૂરિ
૫૭, શ્રી વિજયદાનસૂાર જન્મ વિ. સં. ૧૫૫૩: દીક્ષા વિ. સં. ૧૫૬૨ : સૂરિપદ વિ.
સં. ૧૫૮૭ : સ્વર્ગવાસ વિસં. ૧૬૨૨ : સર્વાયુ ૬૯ વર્ષ તેઓને જામલા નામના ગામમાં જન્મ થયો હતો. વિ. સં. ૧૫૬૨ માં માત્ર નવ વર્ષની ઉમ્મરે તેમણે પ્રવજ્યા ગ્રહણ કરી હતી. સંવેગી સાધુઓ માટે આ સમય કટોકટીને હતો. જુદા જુદા ગ૭, મત અને વાડાને કારણે ઠેકઠેકાણે શિથિલતા વધતી જતી હતી. આ. શ્રી. આનંદવિમળસૂરિએ આવા કટેકટીના સમયમાં કિદ્ધાર કર્યો પણ આ મહાન કાર્યમાં તેમને જોઈએ તેટલે સાથ ન મળે; છતાં પણ પુરુષાર્થથી અને સ્વશિષ્પોની સામર્થ્યતાથી ઘણે સુધારો કરી નાખ્યા. પિતાના શિષ્યો પૈકી દાનસૂરિને સમર્થ અને શક્તિશાળી જાણી તેમણે તેમને પોતાની પાટે સ્થાપ્યા.
ગુરુના અવસાન બાદ પણ વિજયદાનસૂરિએ તેમણે વાવેલા બીજને સિંચન કર્યું અને સંયમ-સુધારણારૂપી વૃક્ષને વિશેષ નવપલ્લવિત બનાવ્યું. આ ઉપરાંત તેમણે બીજું મહત્ત્વનું કામ એ કર્યું કે એકબીજા ગચ્છા વચ્ચે વમનસ્ય દૂર કરવા ભગીરથ પ્રયત્ન કર્યા અને સૌ કોઈની શાન્તિ જળવાઈ રહે તેટલા માટે સ્વશિખ્ય ઉપાધ્યાય શ્રી ધર્મસાગરરચિત “કુમતિ મતદાલ” જેવા ગ્રંથને જળચરણ કરાવ્યું તેમજ “સાત બેલ” ની આજ્ઞા કાઢી. એક બીજા મતવાળાને પરસ્પર અથડામણમાં ઉતરતાં કે વાદવિવાદ કરતાં અટકાવ્યા અને “જેમ ચાલે છે તેમ ચાલવા” દેવા માટેની જાહેરાત કરી.
જેમ સાધુ-સમાજમાં પણ અવ્યવસ્થા અને શૈથિલ્ય જામ્યું હતું તેવી જ રીતે તેમને સમય પણ રાજકીય અંધાધુંધીને હતો. હિંદુ રાજાઓ પરસ્પર ઈર્ષીભાવ કેળવી સંગઠન-શક્તિને છિન્નભિન્ન કરી રહ્યા હતા. આ અમેલી તકનો લાભ લઈ મોગલ ધીમે ધીમે પગપેસારો કરતાં કરતાં સમસ્ત ભારતને હાથ કરવા માગતા હતા. મેગલે પિતાની સત્તા જમાવવા નિર્દયતા પણ વાપરતા અને દેવળો-મંદિરો સુદ્ધાંને નાશ કરતા. શ્રી વિજયદાનસૂરિને શાસનના પટ્ટધર તરીકે આ બાજુ પણ લક્ષ આપવું પડતું અને જ્ઞાનભંડારો કે જિનપ્રતિમાઓના રક્ષણ માટે પૂરતી કાળજી રાખવી પડતી. વિજયદાનસૂરિની દીક્ષા બાદ કેટલાક સમય પછી મોગલોએ ધીમે ધીમે પોતાની જડ મજબૂત કરી અને રાજકીય આંધીને જમાને પણ ઓછા થવા લાગ્યા. - તેઓશ્રી જગદ્ગુરુ વિજયહીરસૂરિ જેવા શિષ્યને કેળવનાર વ્યક્તિ હતા. તેમની શાસન-દાઝ અપૂર્વ હતી અને ઐક્ય માટેની તેમની ઝંખના અહોનિશ જાગૃત જ રહેતી. શાસનને ઉન્નત સ્થિતિમાં મૂકી વિ. સં. ૧૬૨૨ ના વૈશાખ શુદિ ૧૨ ના દિવસે વડાવલી (પાટણથી પંદર માઈલ દૂર) ગામે તેઓશ્રી સ્વર્ગવાસી થયા. તેમણે કોઈ પણ ગ્રંથની નૂતન રચના કરી હોય તેવું જાણવામાં આવ્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org