________________
પાવલી ] - ૨૨૧ :
શ્રી આણદવિમળસૂરિ એટલે બાર દિવસ પર્યત “અમારી' પળાવવા માટે પિતાના નામની સુવર્ણ મુદ્રાવાળા (છાપવાળા) છ ફરમાનો બાદશાહે તરતજ ગુરુમહારાજને સમર્પણ કર્યા. તે છ ફરમાને આ પ્રમાણે
પહેલું ગુજરાત દેશનું બીજું માલવા દેશનું, ત્રીજુ અજમેર પ્રાંતનું, ચોથું દીલ્હી તેમજ ફતેપુર નગરનું, પાંચમું લાહેર તેમજ મુલતાનાદિ શહેરોનું અને છડું પાંચે દેશ સંબંધી ગુરુની પાસે રાખવાનું એમ છ ફરમાને સૂરિજીને સુપ્રત કર્યા. આ પ્રમાણે તે તે દેશોમાં ફરમાને મોકલવાથી અમારી–પડહની ઉલ્લેષણારૂપી પાણીથી સીંચાયેલી અને પહેલાં નહિં જણાયેલી કૃપાવલ્લી (કૃપારૂપી વેલ) આર્ય અને અનાર્ય કુળરૂપી મંડપ(દેશો )માં વિસ્તારવતી બની અર્થાત્ વિકસિત થઈ એટલે કે તે ફરમાનને કારણે આર્ય અને અનાર્ય દેશોમાં પણ અમારી પાળવામાં આવી.
આ ઉપરાંત બંદીખાને પડેલા લેકોને પણ છૂટકારે કરવાનું વચન સ્વીકારીને પાદશાહ ગુરુ પાસેથી ઊભું થયું અને તે જ સમયે અનેક ગાઉના વિરતારવાળા ડાબર નામના મહાસરેરે જઈને, દેશાવરના લેકાએ ભેટણ તરીકે અર્પણ કરેલા જુદી જુદી જાતના પક્ષીઓને સાધુ-મુનિરાજો સમક્ષ પોતાના હાથે જ છૂટકારે કર્યો. તેમજ પ્રાતાકાળે કેદખાનામાં પડેલા ઘણા બંદીજનેને મુક્ત કર્યા. આ પ્રકારે પાદશાહ સાથે મેળાપ કરવાથી પૃથ્વી પીઠ ઉપર શ્રી જિનમંદિર, ઉપાશ્રય વિગેરે સ્થળના ઉપસર્ગને દૂર કરવા માટે ફરમાને મેળવવાપૂર્વક શ્રી જૈનશાસનની અનેક પ્રકારે પ્રભાવનારૂપ જે લાભ થયે તેનું વર્ણન કરવાને કણ શક્તિમાન થઈ શકે ?
વળી ગુરુના ગુણમાહાસ્યથી ભકિતભાવવાળા મેડતાનગરના વાસી શા સદારગે યાચકસમૂહને હાથી, ઘોડા અને લાખ રૂપિયાના દાન દેવાવડે તેમજ દિલ્હી દેશમાં દરેક શ્રાવકબંધુને ઘરે બશેર–બશેર મીઠાઈ આપીને શ્રી જૈન શાસનની ઉન્નતિ કરી હતી. શ્રી ફતેપુરનગરમાં લાખે ટંકના વ્યયપૂર્વક મહોત્સવાદિકરીને શા થાનાસંઘે એક અને શા દૂજણમલ્લે બીજી પ્રતિષ્ઠા કરાવી હતી.
આગ્રામાં પહેલું, ફતેપુરમાં બીજું, અભિરામાબાદમાં ત્રીજું અને ચોથું ફરી વાર આગ્રામાં-એ રીતે ચાર ચાતુર્માસ તે દેશમાં કરીને ગુર્જર દેશમાં રહેલા શ્રી વિજયસેનસૂરીશ્વર વિગેરે સંઘના આગ્રહથી પોતાના ચરણકમળથી પૃથ્વીને પાવન કરતા તેઓ શ્રી શ્રીશેષજી, શ્રીપાજી, શ્રીદાનીઆર વિગેરે નામવાળા પુત્ર—પરિવારવાળા પાદશાહની પાસે ફરમાન વિગેરે કાર્ય કરાવવામાં તત્પર શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાયને મૂકીને, મેડતા વિગેરે શહેરના માર્ગ દ્વારા વિહાર કરતાં કરતાં નાગપુરે ચાતુર્માસ કરીને અનુક્રમે શીરોહી નગરે આવી પહોંચ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org