________________
પટ્ટાવલી ].
: ૨૧૯ :- શ્રી આણદવિમળસૂરિ લાખે ટંકના વ્યયપૂર્વક પ્રતિષ્ઠા મહેસે કરાવીને હજારે જિનપ્રતિમાઓની સ્થાપના કરી હતી. તેઓના વિહારમાં યુગપ્રધાનની માફક અનેક પ્રકારના અતિશયે–ચમત્કાર પણ થતા હતા.
આ ઉપરાંત અમદાવાદ નગરમાં હુંકામતના સ્વામી મેઘજી નામના ઋષિ પિતાના મતને દુર્ગતિના કારણરૂપ માનીને, તે મતનો ધૂળની માફક ત્યાગ કરીને સમ્રાટ અકબ્બરની આજ્ઞાપૂર્વક તેમણે આપેલા બેંડવાજા વિગેરે વાજીંત્રોદ્વારા મહોત્સવપૂર્વક પચીશ મુનિઓ સાથે શુદ્ધ સંવેગી દીક્ષા સ્વીકારીને શ્રી હીરવિજયસૂરીશ્વરના ચરણકમળની સેવા કરનાર-ઉપાસક બન્યા હતા. આવી પ્રભાવશાલી હકીકત કોઈપણ આચાર્યના સંબંધમાં સાંભળવામાં આવી નથી.
વળી સમરત સંવેગી સાધુઓના મુકુટ સમાન તે શ્રી હીરવિજયસૂરીશ્વરજીના ઉપદેશથી હજારે હાથી અને લાખે અશ્વોના આધપતિ, ગુર્જર, માળવા, બિહાર, અથા, પ્રયાગ, ફતેપુર, દિલ્હી, લાહેર, મુલતાન, કાબુલ, અજમેર અને બંગાળ વિગેરે અનેક દેશોના બાર સૂબાઓના પણ સ્વામી મહારાજાધિરાજ પાદશાહ શ્રીઅકબરે પોતાના સમગ્ર પ્રદેશમાં છ મહિના સુધી “અમારી પ્રવર્તાવીને તેમજ “જીજીયા' નામને કર માફ કરીને સમસ્ત વિશ્વભરમાં પ્રગટપ્રભાવિક શ્રી જૈન શાસનનો પ્રભાવ વિસ્તાર્યો હતો. આને લગતો વિસ્તૃત હેવાલ હીરસૌભાગ્યકાવ્ય વિગેરે ગ્રંથિથી જાણું લેવો. સંક્ષેપથી ટૂંક હેવાલ નીચે પ્રમાણે છે –
કોઈએક વખતે પોતાના પ્રધાન પુરુષોના મુખથી શ્રી હીરવિજયસૂરીશ્વરના અદ્ભુત શમ, દમ, સંવેગ, વૈરાગ્ય વિગેરે ગુણે સાંભળવાથી ચમત્કાર પામેલા અકબર બાદશાહે રાજમુદ્રાવાળું ફરમાન મોકલીને દિલ્હી દેશમાં આગ્રાની નજીક આવેલ ફતેપુર શહેરમાં દર્શન કરવાના નિમિત્તે ગંધાર બંદરથી મહોત્સવપૂર્વક લાવ્યા. એટલે રસ્તામાં અનેક ભવ્યરૂપી ક્ષેત્રમાં સમતિરૂપ બીજનું આરોપણ કરતાં શ્રી હીરવિજ્યસૂરિ અનુક્રમે વિહાર કરતાં કરતાં વિ. સ. ૧૬૩૯ના જેઠ માસની વદિ તેરશે ત્યાં આવી પહોંચ્યા. પછી તે જ દિવસે ઉપાધ્યાય શ્રી વિમળહર્ષ ગણિ આદિ અનેક મુનિસમૂહથી પરિવરેલા ગુરુશ્રી, બાદશાહને મંત્રીવર અબુલફજલ શેખદ્વારા બાદશાહ અકબરને મળ્યા, એટલે તે સમયે સમ્રાટ અકબરે તેમની સુખશાતા પૂછીને, પિતાના સભામંડપમાં બેસારીને પરમેશ્વરનું સ્વરૂપ, ધર્મનું સ્વરૂપ કેવું હોય તેમજ પરમાત્મા -પદની પ્રાતિ કઈ રીતે થઈ શકે વિગેરે ધર્મ સંબંધી વિચારે પૂછવા લાગ્યા. એટલે ગુરુમહારાજે અમૃતમય વાણીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org