________________
શ્રી આણદવિમળસૂરિ : ર૧૮ :-
[ શ્રી તપાગચ્છ વિગને જિંદગી પર્યત ત્યાગ કરનારા, મારી જેવા (શ્રી ધર્મસાગર ઉપાધ્યાય) શિષ્યને આગમાધ્યયન કરાવવામાં કુબેર સરખા, અનેક વાર અગિયાર અંગની શુદ્ધિ કરનારા, વધારે તો શું કહીએ ? તીર્થંકર પરમાત્માની પેઠે હિતવચનને ઉપદેશ આપવાવડે કરીને પરોપકારપરાયણ તેઓશ્રી સર્વ સ્થળે પ્રસિદ્ધિ પામ્યા હતા.
તેઓને વિ. સં. ૧૫૫૩ માં જામલામાં જન્મ થયો હતો. તેમણે વિ. સં. ૧૫૬૨ માં દીક્ષા લીધી હતી, જ્યારે વિ. સં. ૧૫૮૭ માં તેમને આચાર્યપદ-પ્રદાન કરવામાં આવ્યું હતું.વિ. સં. ૧૯૨૨માં વટપલી(વડાવલી)માં અણુશણ સ્વીકારીને સમ્યમ્ આરાધનપૂર્વક તેઓશ્રી સ્વર્ગવાસી થયા હતા.
શ્રી વિજયદાનસૂરિની પાટે અઠ્ઠાવનમા પટ્ટધર તરીકે શ્રી હીરવિજયસૂરિ થયા. તેઓ કેવા પ્રભાવશાલી હતા ? તેઓ આધુનિક કાળે ( શ્રી ધર્મસાગર ઉપાધ્યાયના સમયે) તપગચ્છમાં સંયમરૂપી પ્રકાશને કારણે સૂર્ય સરખા તેજસ્વી છે. તેમને પ્રહૂલાદનપુરનિવાસી ઉકેશ જ્ઞાતીય શા કુરાની નાથી નામની સ્ત્રીની કુખે વિ. સં. ૧૫૮૩ માં માગશર માસની શુદિ નવમીને દિવસે જન્મ થયો હતો. વિ. સં. ૧૫૯૬ માં કાર્તિક વદિ બીજને દિવસે પાટણ શહેરમાં તેમણે પ્રત્રજ્યા અંગીકાર કરી હતી. વિ. સં. ૧૬૦૭ માં નારદપુરી(નાડેલ )માં શ્રી રાષભજિનપ્રાસાદમાં પંડિત પદ પ્રાપ્ત કર્યું હતું. અને વિ. સં. ૧૬૦૮ ના માહ શુદિ પાંચમને દિવસે નારદપુરીમાં શ્રીવરકાણા પાર્શ્વનાથના તીર્થસ્થાનની નજીકમાં શ્રી નેમિનાથ જિનાલયમાં વાચકપદ આપવામાં આવ્યું હતું. બાદ વિ. સં. ૧૬૧૦ માં શીહી નગરમાં આચાર્યપદ-પ્રદાન કરવામાં આવ્યું હતું.
તેમના ભાગ્ય, વૈરાગ્ય તેમજ નિઃસ્પૃહતા આદિ ગુણશ્રેણીમાંથી એક પણ ગુણનું વર્ણન કરવાને બૃહસ્પતિ પણ શક્તિમાન થઈ શકે તેમ નથી. તેઓ જ્યારે ખંભાત નગરમાં રહ્યા ત્યારે તે સમયે શ્રદ્ધાળુ ભક્તોએ પ્રભાવના વિગેરે કાર્યોમાં એક કરોડ ટૅકનો ખર્ચ કર્યો હતે. વળી જે સ્થળે તેમના પગલા કરાવવામાં આવતાં તે સ્થળે તેમના દરેક પગલે પગલે સેનાને ટંક અથવા રૂપાનાણું મૂકવામાં આવતું, તેમની સમક્ષ મુકતાફલા (મોતી) વિગેરેને સાથીઓ કરવામાં આવતો અને તે સાથીયા પર રૂપાનાણું મુકવામાં આવતું, જે રિવાજ અદ્યાપિ પર્યત પ્રચલિત રહ્યો છે.
તેમણે શહીમાં શ્રીકુંથુનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી, નારદીપુરમાં અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરી હતી તેમજ ખંભાત, અમદાવાદ, પાટણ વિગેરે નગરોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org