________________
પટ્ટાવલી ]
૧૨૭:
વાદી શ્રી દેવસૂરિ
સમયમાં તર્ક, લક્ષણુ, પ્રમાણુ તે સાહિત્યવિદ્યામાં તે પારગામી થઈ ગયા. ભલભલા વિદ્વાના અને વાદીએ પણ તેમની પ્રશંસા કરવા લાગ્યા. જેમ જેમ તેમની ખ્યાતિ પ્રસરતી ગઈ તેમ તેમ તેમને જીતવા માટે વાદીએ પણ હોડ બકવા લાગ્યા. તેને પરિણામે ધવલકપુર, કાશ્મીર, સત્યપુર, ચિત્રકૂટ, ગેાપગિરિ, ધારા અને ભૃગુક્ષેત્રમાં જુદા જુદા વાદીઓને પરાસ્ત કર્યો. રામચંદ્રની આવી અદ્ભુત શક્તિથી સંતાષ પામી ગુરુએ તેમને આચાર્યપદે સ્થાપન કર્યાં અને દેવસૂરિ નામ સ્થાપ્યું.
પછી ગુરુએ ત્યાંથી ધવલકપુર પ્રતિ વિહાર કર્યો. તે નગરમાં ઉદ્દય નામના શ્રાવક્રે શ્રી સીમાઁધર સ્વામીનુ' ક્ષિંખ ભરાવ્યું હતું. તેની કાઈ સદ્ગુરુ પાસે પ્રતિષ્ઠા કરાવવાના નિણૅય કરી, ત્રણ ઉપવાસ કરી શાસનદેવીની આરાધના કરી. શાસનદેવીએ દેવસૂરિના હસ્તે પ્રતિષ્ઠા કરાવવાનું કહ્યું અને ઉદયની પ્રાથનાથી સૂરિજીએ નિવિદ્મપણે પ્રતિષ્ઠા કરાવી,
ત્યાંથી નાગપુર ( નાગાર ) તરફ્ વિહાર કરવાની ભાવનાથી આબૂ પર્વત પાસે આવ્યા અને શિષ્યા તથા શ્રાવકાના આગ્રહથી ગિરિ પર ચઢવા લાગ્યા. સાથે અંબાદેવીના પ્રાસાદને મંત્રી પણ ચઢતા હતા તેને અચાનક સપ્–શ થયા. ઝેર ચડવાથી મૂર્છા આવી ગઇ. ગુરુએ પોતાના પાદાદક(પગધાવણુ)ના છંટકાવ કરાવતાં તરત જ ઝેર ઊતરી ગયું. પછી યાત્રા કરી. અખાદેવીની સ્તુતિ કરી, તેથી સ ંતુષ્ટ થયેલી દેવીએ જણાવ્યું કે-“ તમારા ગુરુનુ` આયુષ્ય માત્ર આઠ મહિના બાકી છે. તમે પાછા અણુહીલ્લપુર-પાટણુ જા. '' દેવસૂરિ ત્યાંથી પાછા ગુરુ પાસે આવ્યા તે દેવીકથિત હકીકત કહી સભળાવી.
એવામાં ઘણા વાદીઓને જીતવાથી મત્ત થયેલા દેવખેાધિ નામના વાદી અણુહીલ્લપુર-પાટણમાં આવી ચડ્યો. તે પેાતાની અરાબરી કરી શકે તેવા કાઇ વાદી જોતા ન હતા. તેણે આવતાંની સાથે જ રાજદ્વાર પર એક નીચેના દુર્ગંધ શ્લાક લટકાવ્યા.
एकद्वित्रिचतुःपञ्च - षण्मेनकमनेनकाः । देवबोधे मयि क्रुद्धे, षण्मेनकमनेनकाः ॥
શ્લાકના અથ ઘણા દુંટ હતા. વિચક્ષણુ વિદ્વાન વિના ક્રાઇ તેના હેતુ સમજાવી શકે એમ ન હતું. કાઇ ક્ષેાકા ન કહી બતાવે તેા વિદ્વાન વર્ગની સાથેાસાથ રાજ્યની પ્રતિષ્ઠા પણ ચાલી જાય, તેથી કાઇ પણ ઉપાય સૂચવવા માટે રાજાએ અંબાદેવીની આરાધના કરી. દેવીએ દેવસૂરિનું નામ સૂચવ્યું. રાજાએ આમત્રણ આપ્યું અને Àાકા કરવા વિનંતિ કરી. ગિરિનદીના પ્રવાહ જેમ પત્થરને ભેદી નાખે તેમ દેવસૂરિએ તેના નીચે પ્રમાણે અથ કહી બતાવ્યા.
એક પ્રત્યક્ષ પ્રમાણને માનનારા ચાર્વાક
પ્રત્યક્ષ અને અનુમાન–એ એ પ્રમાણુ માનનારા ઐાદ્ધ અને વૈશેષિક.
પ્રત્યક્ષ, આગમ અને અનુમાનએ ત્રણ પ્રમાણને માનાનારા સાંખ્યા. પ્રત્યક્ષ, અનુમાન, આગમ અને ઉપમાન–એ ચાર પ્રમાણને માનનારા નયાયિકા, પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન અને અર્થોપત્તિ-એ પાંચ પ્રમાણને માનનારા પ્રભાકર. પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થાત્પત્તિ અને અભાવ–એ છ પ્રમાણ માનનારા મીમાંસક. એ એ પ્રમાણુવાદીઓને ઈચ્છનાર હું દેવમેાધિ ક્રોધાયમાન થતાં વિષ્ણુ, બ્રહ્મા અને સૂર્ય પણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org