________________
પટ્ટાવલી ]. - ૧૨૫ :*
શ્રી મુનિચંદ્રસૂરિ સમજાવ્યા છતાં શિખ્યો તે અવધારી શકયા નહિ એટલે ગુરુ ગ્લાનિ પામ્યા ને બોલ્યા કે– “આ તે ભસ્મમાં ઘી નાખવા જેવું થયું.' એટલે પ્રસંગ જોઈ મુનિચંદ્રસૂરિએ પૂછયું કે-“મહારાજ ! જે કઈ પુસ્તક લઈને આપની આગળ બેસે છે તે જ જવાબ આપી શકે કે સર્વથા અલક્ષિત ને બહારથી આવેલ હોય તે પણ જવાબ આપી શકે.” ગુરુને આ પ્રશ્ન સાંભળી વિસ્મય થ અને જવાબ માટે રજા આપી એટલે મુનિચંદ્રસૂરિએ બધા દિવસેનું અનુક્રમવાર વ્યાખ્યાન કહી સંભળાવ્યું. તેમની આવી મરણશક્તિથી રંજિત થઈ શાંતિસૂરિએ તેમને પ્રમાણુશાસ્ત્રને વિશેષ અભ્યાસ કરાવે.
શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજે રચેલા ગ્રંથે પૈકી વિદ્વાનોને પણ સમજવા મુશ્કેલ પડે તેવા અનેકાંતજયપતાકા, ઉપદેશપદ વિગેરે ગ્રંથ પર મુનિચંદ્રસૂરિએ વૃત્તિ રચીને તેને સુગમ ને સમજી શકાય તેવા બનાવ્યા. તેઓ પોતાના દેહ પર તદ્દન નિર્મોહી હતા. ને આજીવન ફક્ત “ સૌવીરપાયી” ( કાંજી માત્રની છૂટ) રહ્યા હતા. તેમની આજ્ઞામાં પાંચ જેટલા શ્રમ અને અનેક સાધી હતી. તેમણે ગુજરાત, લાટ દેશ, નાગપુર આદિ તરફ વિહાર કર્યો હતો, પરંતુ પાટણમાં વિશેષ રહ્યા હશે તેમ જણાય છે.
આ મુનિચંદ્રસૂરિના ગુરુભાઈ ચંદ્રપ્રભે સં. ૧૧૪લ્માં “પૂણિમા મત”ની ઉત્પત્તિ કરી એટલે કે પુનમને દિવસે પાખી કરવાનું પ્રચલિત કર્યું, જે મત અત્યારે તે નષ્ટપ્રાય થઈ ગયો છે. આ ચંદ્રપ્રભસૂરિએ દશનશુદ્ધિ તથા પ્રમેયરત્નકેશની રચના કરી હતી. આ મતના અનુયાયીને પ્રતિબંધવા માટે શ્રી મુનિચંદ્રસૂરિએ “પાક્ષિક સપ્તતિકા”ની રચના કરી છે.
તેમણે આનંદસૂરિ વિગેરે પિતાના ભાઈઓને પ્રતિબંધી દીક્ષા આપી હતી. વાદી દેવસૂરિ તેમજ અજિતદેવસૂરિ આદિ તેમના ઘણા પ્રભાવક શિષ્યો હતા. તેઓ વિ. સં. ૧૧૭૮ માં સ્વર્ગે સીધાવ્યા.
તેમણે (૧) ચિરંતનાચાર્યવિરચિત દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણ પર વૃત્તિ, (૨) સૂકમાઈ સાધશતક પર ચૂર્ણ, (૩) હરિભદ્રસૂરિવિરચિત અનેકાંત જયપતાકા પર વૃત્તિ (૪) હારિભદ્રીય ઉપદેશપદ પર વૃત્તિ (૫) લલિત વિસ્તરા પર પંજિકા (૬) ધર્મબિંદુ પર વૃત્તિ અને (૭) કમ પ્રકતિ પર ટિપ્પન-આમ સાત ટીકાઓ રચી છે. આ ઉપરાંત નૈષધકાવ્ય પર ૧૨૦૦ શ્લોકપ્રમાણ ટીકા રસ્યાને ઉલ્લેખ સાંપડે છે.
તેમના વિશ સ્વતંત્ર પણ ટૂંકા ટૂંકા ની યાદી નીચે મુજબ છે. ૧-અંગુલ સમતિ
૨-આવશ્યક પાક્ષિક સમિતિ ૩-વનસ્પતિ સપ્તતિકા
૪-ગાથા છેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org