________________
પટ્ટાવલી ]
૧૭૫
મંત્રીશ્વર પેથડ
સ્નાન કરાવી તે બધું ઘી બ્રાહ્મણેાને આપી દીધું. આ જોઇ કાન્યકુબ્જના મ`ત્રીએ વિસ્મય પામ્યા એટલે રાજાએ પ્રસગને અનુસરીને કહ્યું કે “ અમે એક તેલનુ બિંદુ પણ નકામું જવા દેતા નથી અને પ્રસંગ પ્રાપ્ત થયે સેંકડા મણ ઘીને વ્યય કરતાં પણ પાછી પાની કરતા નથી.” આ પ્રમાણે રાજાનું ચાતુર્ય જોઇ તેઓ સાષ પામ્યા અને પેાતાના રાજાની પુત્રી પરણાવી વિદાય થયા.
રાજાએ નગરજનેા પાસેથી ઘી મંગાવવાની સૂચના કરી હતી છતાં પેથડે પેાતાના ધરનું જ અશ્રુ' થી વાપર્યું છે એમ જ્યારે જાણ્યું ત્યારે તે ઘણા જ ખુશી થયા. ભરસભામાં તેની ઘણી પ્રશ’સા કરી, પણ ધ્રુવડ કદી સૂર્યના તેજને સહન કરી શકે નહિ' તેમ શાકંભરીને ગાગાદે નામના માંડિલક રાજા પેથડની પ્રશ'સા સાંભળી શકયા નહિ. તે પેથડને પ્રતિસ્પર્ધી હતા અને તેની રાજા પર વધતી જતી લાગવગ તે જોઇ શકયા નહિ. તેને તેની ઇર્ષ્યા ઉપજી અને તેને હેરાન કરવા રાજાના કાન ભંભેર્યાં–“ રાજન ! પેથડના ધરમાં કૃષ્ણ ચિત્રલતા છે અને તેના પ્રભાવથી જ તેણે ઘીના કુંડ પૂરી દીધા હતા. આવી ઉત્તમ વસ્તુ તેા રાજગૃહે જ શાભે,' રાનએ ન્યાયાન્યાયના વિચાર કર્યાં વિના જ પેયડને ખેલાવી તે કૃષ્ણ ચિત્રવેલીની માગણી કરી. રાજાને કેમ ના પડાય. એમ વિચારી પેથડે રાજાને તે સુપ્રત કરી. એટલે તેની પરીક્ષા કરવા માટે રાજા નદીએ ગયા. ચિત્રવેલીના તંતુમાં પણ એવા ગુણુ હાય છે કે તે નદીના પ્રવાહમાં સામે પૂર ચાલે છે. રાજાએ તંતુ જળમાં મૂકતાં જ તે સરૂપ થઇ ગઇ અને કાઈ તેને પકડવા સમર્થ થઇ શકયું નહીં અને આ રીતે રાજાએ ચિત્રલતા ગુમાવી દીધી.
હજી પેથડતુ ભાગ્ય જોર કરતું હતું. પિતાની આપેલી સુવર્ણ સિદ્ધિની વિદ્યા હજી તેના મગજમાં જ હતી. આબુ પર્વત પર જઇ સુવષ્ણુ સિદ્ધિ કરવી હતી. રાજાની આજ્ઞા લઇ તે ત્યાં ગયે અને તેના પુણ્યપ્રભાવથી તેને તરત જ સુવર્ણસિદ્ધિ કરવાની ઔષધિ પ્રાપ્ત થઇ. તેના પ્રભાવથી તેણે ધણા લેહનું સેાનું કર્યું. તેને હવે દ્રવ્ય પ્રત્યેના અસાષ રહ્યો નહિ પરંતુ ધ ધોષરિએ પૂર્વે સીંચેલા ધાર્મિક સકારોએ તેને આ સમયે સાવચેત–જાગૃત કર્યાં.
સુવર્ણ પ્રાપ્તિની ક્રિયામાં છકાયના જીવાની કરેલી વિરાધના માટે તેને પશ્ચાત્તાપ થયા અને તેને પરિણામે હવે પછી જિંદગી પંત તેવે। પ્રયાગ ન કરવાની મન સાથે ગાંઠ વાળી. પેાતાને પ્રાપ્ત થયેલ દ્રવ્યસમૂહથી તેણે જિનમદિરા કરાવવા માંડ્યા. માંડવગઢમાં જ અઢાર લાખ ખર્ચીને સુવર્ણના કળશ અને ધ્વજાદંડ સહિત શત્રુજયાવતાર નામનું મહાન જિનમ ંદિર કરાવ્યું. આ ઉપરાંત જુદા જુદા સ્થળેામાં ચેારાશી જિનપ્રાસાદે કરાવ્યા. આ બધા સ્થળેામાં દૈગિરિમાં મંદિર બંધાવવા માટે તેમણે જુદા જ રાહ અખત્યાર કર્યાં હતા.
દેવગિરિમાં શ્રીરામ નામના રાજા હતા અને તેને હેમાદ્રેિ નામના કૃપણ પ્રધાન હતા. દેવગિરિમાં બ્રાહ્મણાનું અતિશય જોર હતુ અને તે દેવિગિરમાં જૈનોનુ એક પણુ મંદિર થવા દેતા ન હતા. રાજા પાસે પણ તેની લાગવગ સારી હતી. પેથડે વિચાર કર્યો કે- જો હેમાદિને સાધવામાં આવે તા કાર્ય સરળ થાય.”તેણે એ કારનગરમાં એક દાનશાળા ચાલુ કરી અને તેના ખર્ચ આપનાર તરીકે હેમાદ્દિનુ નામ જાહેર કર્યું. લેકે! સર્વ પ્રકારના સાધન-સામગ્રીવાળા તે દાનશાળાને લાભ લઇ તેની અવિ પ્રશંસા કરતા અને તેમાં ય દાનશાળાના પ્રયેાજક તરીકે હેમાદ્દિનુ નામ સાંભળીને તે। તેએ આશ્ચર્યોંમાં જ ગરકાવ થઈ જતા; કારણ કે હેમાદિની કૃપણુતા જગજાહેર હતી અને તે આવી રીતે દાનશાળા કરે તે તા ઢાકાને મન આશ્ચર્યની અવધિ જ ગણાતી. ધીમે ધીમે હેમાદ્ધિની પાસે આ વાત આવી. સાંભળીને તે તેા વિચારમાં જ નિમગ્ન થઇ ગયા. તેણે વિચાર્યું... સ્વકીર્તિની લાલસાથી તે। ધણા દાનશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org