________________
મત્રીશ્વર પેથડ
· ૧૭૪
[ શ્રી તપાગચ્છ
શહેરમાં પ્રવેશ કરી યેાગ્ય સમયે પેથડે રાજમહેલ પાસે જ એક દુકાન કરી. તેમાં અનાજ તથા જુદી જુદી જાતના કરિયાણા રાખી વેપાર કરવા લાગ્યા. એકદા એક આભીરી (ભરવાડણુ) ઘીના ધડા લઇ તેની દુકાને વેચવા આવી અને ઢાણી સહિત ધા નીચે મૂક્યા. જેમ જેમ પેથડ ધડામાંથી થી કાઢવા લાગ્યા તેમ તેમ તે અખૂટ જણાવા લાગ્યું. પેથડને આશ્ચય થયું. દશ શેરના ધડામાંથી દૃશ શેર જેટલું ઘી તેા નીકળી ચૂકયું હતું છતાં ઘડે। તા ભરેલા જ હતા. તેણે વિચાર્યું કે–ઢાણીમાં ચિત્રવેલી હાવી જોઇએ. તેણે બારીકાઇથી જોઇ તેના ખાત્રી કરી લીધી. વાણીયાને વધુ શીખવવાનું ન હેાય. તેણે મનમાં વિચાર કરી વાળ્યા ને આભીરીતે માં-માગ્યા પૈસા આપી ઈ ઢાણી સહિત ધડા લઈ લીધા. ‘ચિત્રવેલી ''ના પ્રભાવથી ઘી અખૂટ થયુ અને તેથી પેથડને પૈસાની પ્રાપ્તિ પણ સારી થઇ.
તે શહેરને રાજા જયસિહદેવ જ્યારે જમવા બેસતા ત્યારે તેની દાસી એક વાટકી લઈને ઘી લેવા આવતી અને પેથડ તેને ઘી જોખી આપતા. પેથડના પુત્ર ઝાંઝણને આ બનાવ ગમતા નહિ.
"
એકદા પેથડ ઝાંઝણુને બેસારીને ભાજન કરવા ગયા તેવામાં પેલી દાસી થી લેવા આવી, ઝાંઝણને લાગ્યું કે રાજા હમેશાં વેચાતું લઇને ઘી ખાય તે ઠીક નહિં તેથી શિખામણ દેવાની યુક્તિ શોધી કાઢી. તેણે દાસીને ઘી આપવાની ના પાડી. દાસીએ રાજાને વાત કહી એટલે રાજાએ ક્રાધે ભરાઇ પેથડને ખેલાવ્યા. પેથડે જવાબમાં જણાવ્યું કે–“હું દુકાને હાજર નહેા. મારા પુત્રને ખબર હશે. રાજાએ ઝાંઝણને ખેાલી મગાવ્યા. આંઝણને તેા બનાવની ખાત્રી જ હતી એટલે તે નિર્ભીય રીતે ત્યાં ગયે। અને યુક્તિપૂર્ણ જવાબ આપી રાજાને ઊલટે વિશેષ પ્રીતિવાળા કર્યાં. વધુમાં તેણે જણાવ્યુ` કે‘હું ઊભા થઇને થી દેવા ગયે।, તેવામાં છીંક આવી તેથી મને શ`કા ઉદ્ભવી કે ઘીમાં ગરલ વિગેરે કંઇ પડયું હશે. વળી આપ તે। અવ'તીના ધણી છે અને હમેશાં ઘી વેચાતું લઇને ખાવ છે। એવી અપકીર્તિ થાય તે પણ મને ઠીક લાગતું નથી. અમારા જેવાના ધરે પણ પાંચ-પંદર દિવસ સુધી ચાલે તેટલું ઘી હોય છે ત્યારે આપ જેવા દેશાધિપતિને માટે આ ચેાગ્ય ન કહેવાય. શત્રુ વિગેરેએ આવીને કિલ્લા રુધ્યેા હાય ત્યારે થી આદિ ન હેાવાના કારણે “ આગ લાગે ત્યારે કૂવા ખેાદવા ’ જેવું થાય.' ઝાંઝણના આવાં યુક્તિપૂર્ણ વચન સાંભળી રાજાએ પેથડ તથા ઝાંઝણને વિશેષ સન્માન આપ્યું ને આવા બુદ્ધિશાળી તેમજ રાજ્યની ચીવટવાળા વિણક પાતાના પ્રધાનપદે હાય તા કેવુ' સારું' એમ વિચારી પેડને પેાતાના પ્રધાનપદે સ્થાપ્યા. પેથડે ઝાંઝણને ઢીલ્લી ગામના ભીમ શ્રેષ્ઠીની સૌભાગ્યદેવી નામની કન્યા સાથે મહેાત્સવપૂર્વક પરણાવ્યા.
જયસિ’હદેવનું... પરાક્રમ વિખ્યાત હતું તેથી કાન્યકુબ્જના રાજાની કન્યા પરણાવવા માટે મંત્રી તે કન્યાને લઇને માળવા આવ્યા. રાજાને પેાતાના આગમનના હેતુ કહી સભળાવી તેમના આપેલા ઊતારામાં રહ્યા. એક વખત માળવાધિપતિ સ્નાન કરવા ખેઠો અને શરીરે અભ્યંગ થતું હતું તેમાંથી એક તેલનુ બિંદુ પૃથ્વી પર પડયું તેને આંગળીવડે લઇને રાજાએ પેાતાના અગ પર લગાડયું'. આ જોઇને કાન્યકુબ્જના મંત્રીએ રાજાની કૃપણુતા માટે મનમાં ખેદ પામવા લાગ્યા. પેાતાના રાજાએ આવા કાસ રૃપને જમાઈ તરીકે પસંદ કેમ કર્યાં હશે એમ વિચારી કંઇક ગ્લાન પણ થયા. રાજાએ તેઓના મુખભાવ પરથી વસ્તુ જાણી તેના પ્રતિકારના ઉપાય ગેાઠવ્યેા. મંત્રી પેથડને ખેલાવી કહ્યું કે. મને આજે એક સ્વપ્નું આવ્યું છે અને તે સ્વપ્નાનુસાર એક મેાટા કુંડ કરાવી, તેને થ્રીથી સ'પૂર્ણ ભરાવી . અશ્વોને સ્નાન કરાવેા. પેથડે ઘેર જઈ ચિત્રલતાની ઈંઢાણી પર રહેલા ધડામાંથી નીકદ્રારા થી લઇ જને કુંડ સંપૂર્ણ ભરાવી દીધે! અને રાજહુકમ પ્રમાણે શ્વશાળાના અશ્વોને તેમાં
29
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org