________________
પટ્ટાવલી ]. -: ૨૦૭ :
શ્રી આણદવિમળસૂરિ આવ્યું હતું અને કિશોર વયમાં ઉચિત અભ્યાસ માટે તેમને અધ્યાપકને સોંપવામાં આવ્યા હતા. શામાનુગ્રામ વિહાર કરતાં શ્રીમદ્ હેમવિમળસૂરીશ્વર ઈડર પધાર્યા અને તેમના ઉપદેશામૃતના પાનથી વાઘજીકું વરને આત્મા તૃપ્તિ પામવા સાથે હર્યાન્વિત બન્યા. તે સમયે તે હેમવિમળસૂરિ અન્યત્ર વિહાર કરી ગયા અને અમુક સમય પછી પાછા ઈડર પધાર્યા. આ સમયે સો કરતાં વાઘજીકુંવરને સવિશેષ આનંદ થયો. પૂર્વ સંસ્કારના યોગે તેમની મનોવૃત્તિ ધાર્મિક સંસ્કાર તરફ ઢળતી ગઈ હતી તેમાં ગુરુના ઉપદેશામૃતથી પુષ્ટિ મળી.
પ્રસંગ મળતાં તેમણે માતાપિતાને પિતાની દીક્ષાની ભાવના જાહેર કરી. લાડમાં ઉછરેલા પુત્રની આ વાત ઘભર તો પુત્રવત્સલ માતાએ સાચી માની નહીં, પરંતુ પુત્રને અત્યાગ્રહ અને મકકમ મન જોયા પછી માતાપિતાએ તેમને સમજાવવા માટે અનેક ઉપાય જ્યા. સંયમની કઠિનતા અને શરીરની સુકુમારતા દર્શાવી ગૃહસ્થ ધર્મ પાળવા સૂચવ્યું. વળી લઘુ વય છે માટે મેટે થયા પછી વાત એમ જણાવી વાત ઉડાવવા પ્રયત્ન કર્યો પણ જેને અમૃતરસના પાનની ઈચ્છા થઈ હોય તે સમુદ્રના ખારા જળપાનથી કદાપિ રીઝે? છેવટે માતપિતાએ રજા આપી અને વિ. સં. ૧૫૫૨ માં માત્ર પાંચ વર્ષની વયે જ તેમણે હેમવિમળસૂરીશ્વર પાસે સંયમ સ્વીકાર્યું. તેમનું અમૃત મેરુ એવું નામ રાખવામાં આવ્યું. ખરેખર તેમના નામ પ્રમાણે તેમની છઠ્ઠા માં-વાણીમાં અમૃતને આસ્વાદ જે ભાસ થતો.
ગુરુની નિશ્રામાં ધીમે ધીમે અભ્યાસ કરતાં તેમણે વ્યાકરણ, ન્યાય, કાવ્ય વિગેરેમાં અને છએ દર્શનના શાસ્ત્રોમાં પારંગતપણું પ્રાપ્ત કર્યું. તેમનું જ્ઞાન ધ્યાન તેમજ શક્તિ જોઈ ગુરુમહારાજે સં. ૧૫૬૮ માં લાલપુર નગરમાં તેમને ઉપાધ્યાયપદથી વિભૂષિત કર્યા. આ મહોત્સવ સમયે સંઘવી ધીરાજી નામના શેઠે સારે ખર્ચ કર્યો હતો.
હવે તેઓ સ્વતંત્ર રીતે ગ્રામનુગ્રામ વિહાર કરવા લાગ્યા. તેઓની શક્તિ સર્વ પ્રકારે ખીલી ઊઠી હતી. તેમની શાસ્ત્ર-તત્ત્વ સમજાવવાની શૈલી જ અનેખી હતી. એ પ્રમાણે ભવ્ય જી પર ઉપકાર કરતાં અને શાસનશોભા વધારતાં તેઓશ્રી થંભન તીર્થે આવ્યા. ગુરુમહારાજ વયેવૃદ્ધ થઈ જવાથી અહીં જ બિરાજતા હતા. આ સમયે સંઘની વિનતિથી તેમને વિ. સં. ૧૫૭૦ માં આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા અને આનંદ વિમળસૂરિ એવું નામ ધારણ કર્યું. આ આચાર્ય પદ-પ્રદાન સમયના મહત્સવને ખર્ચ જીવરાજ સોનીએ કર્યો હતે.
વિ. સં. ૧૨૦૦ માં તપગચ્છને ઉધાર પછી ત્રણ સો વર્ષના ગાળા દરમિયાન સાધુસંસ્થામાં શિથિલતાએ સારા પ્રમાણમાં પ્રવેશ કર્યો હતો અને કેટલાક સ્વમંતવ્યની પુષ્ટિ અર્થે જુદા જુદા મતે-ગછો સ્થાપન કરીને નિરંકુશ જેવા બની ગયા હતા. અગાઉના વૃતાંતથી આપણે જાણીએ છીએ કે આ સોળમા જ શતકમાં લંકા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org