________________
પાવલી ]
: ર૦૫ : કડવા, બીજામતી ને પાયચંદ ગોત્પત્તિ क्रियोद्धारकरणानन्तरं च श्रीआणंदविमलसूरयश्चतुर्दश १४ वर्षाणि जघन्यतोऽपि नियततपोविशेषं विहाय षष्ठतपोऽभिग्रहिणः चतुर्थषष्ठाभ्यां विंशतिस्थानकाराधनाद्यनेकविकृष्टतपःकारिणश्च वि० षण्णवत्यधिकपंचदशशत १५९६ वर्षे चैत्रसितसप्तम्यामाजन्मातिचाराद्यालोच्याऽनशनं विधाय च नवभिरुपवासैरहम्मदावादनगरे स्वर्ग विभूषयामासुः ॥ १८ ॥
વ્યાખ્યા – શ્રી હેમવિમળસૂરિની પાટે ગીતાર્થ મુનિઓમાં મુગટ સમાન અને મિથ્યાત્વરૂપી અંધકારનું મથન કરવામાં ( નાશ કરવામાં ) સૂર્ય સમાન તેજસ્વી શ્રી આણંદવિમળસૂરીશ્વરજી છપનમા પટ્ટધર થયા.
તેઓને વિ. સં. ૧૫૪૭માં ઈલાદુગમાં જન્મ થયે હતો. તેમણે વિ. સં. ૧૫પર માં ચારિત્ર અંગીકાર કર્યું હતું અને વિ. સં. ૧૫૭૦ માં તેમને આચાર્ય પદ આપવામાં આવ્યું હતું.
- જિનમૂર્તિને નિષેધ, સાધુ પ્રત્યે અરુચિ વિગેરે ઉસૂત્ર-પ્રરૂપણારૂપ જળરાશિમાં ડૂબતા જનસમૂહને જોઈને પિતે ક્રિયાશિથિલ ઘણા યતિઓથી પરિવરેલ હેવા છતાં વૈરાગ્ય રંગથી ભરપૂર હૃદયવાળા અને કરુણરસ(દયા)થી યુક્ત ચિત્તવાળા તેમણે ગુરુની આજ્ઞાથી કેટલાક સંવિગ્ન સાધુઓની સહાય દ્વારા વિ. સં. ૧૫૮ર માં શિથિલાચારના ત્યાગરૂપ ક્રિયા દ્વાર સમાન વહાણનૌકાદ્રારા ઉદ્ધાર કર્યો
અને અનેક શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠીપુત્રોને કુટુંબ પરિવાર, ધન વિગેરે પર મહ. દૂર કરાવીને દીક્ષા આપી.
જે કઈ વાદમાં જીત મેળવે તે જ (મારા) નગર વિગેરે સ્થાનોમાં રહી શકે; બીજા નહી. ” એવો સરાધિપતિને લેખ લઈને, સૌરાષ્ટ્ર દેશમાં સંવિગ્ન સાધુઓને વિહાર કરાવવાને માટે, સુલતાને જેને બેસવાને માટે પાલખીનું વાહન આપેલું હતું એવા તથા પાદશાહે જેને “મલિકશ્રીનગદલ' નામનું બિરુદ અર્પણ કર્યું છે તેવા શા “તૂણસિંહ” નામના ભક્ત શ્રાવકે ગુરુમહારાજને પ્રાર્થના કરીને સંપ્રતિ મહારાજાની માફક પંન્યાસ જગર્ષિ વિગેરે સાધુમુનિરાજેને સેરઠદેશમાં વિહાર કરાવ્ય હતો.
તેમજ જેસલમેર વિગેરે મભૂમિમાં પાણીના દુર્લભપણાને કારણે સાધુવિહાર દુષ્કર જાણીને શ્રી સોમપ્રભસૂરિ(૪૭મા પટ્ટધરીએ તે તે દેશોમાં વિહાર કરવાને જે નિષેધ કર્યો હતો તેને અંગે તે તે દેશોમાં મિથ્યાત્વ વધી જવાના ભયથી, ત્યાં રહેતા લેકે પરની અનુકંપ-દયાથી તેમજ અતિવ લાભ થવાના કારણથી શ્રી આણંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org