________________
શ્રી આણદવિમળસૂરિ
- ર૦૮ :
[ શ્રી તપાગચ્છ બીજામતી, કડવામતિ, પાર્ધચંદ્ર વિગેરે અનેક ગ અસ્તિત્વમાં આવ્યા હતા અને પિતપોતાની મનફાવતી રીતે સૌ કોઈ સ્વતંત્ર રીતે વર્તતા હતા. આવી જ પ્રવૃત્તિ આમ ને આમ ચાલુ રહે તે સમાજ છિન્નભિન્ન થઈ જાય અને કયું સાચું અને કહ્યું ખોટું તેની વિચારણા પણ મુશ્કેલીવાળી બને.
એકદા એકાંતમાં શાસનની ચિંતા કરતાં ગુરુમહારાજને વિચાર ઉદ્દભવ્યો કે આત્મીય કર્તવ્યથી ચૂત થઈ લોકોને અન્યગચ્છીઓ વિશ્વમમાં નાખે છે, ભગવાન મહાવીરે પ્રરૂપેલા શુદ્ધ-નિષ્કલંક ધમને પોતાના સુખ-સગવડની ખાતર વિપરીત રૂપે જણાવવામાં આવે છે, ત્યાગના ઓઠા નીચે સમાજને આ લોકો છેતરી રહ્યા છે તે છતી શક્તિએ સહન તો ન જ કરવું જોઈએ. આચાર્યપદની જોખમદારી સવિશેષ છે. ગચ્છની અખંડિતતા જાળવી રાખવી એ મારું કર્તવ્ય છે અને એટલા ખાતર મારે લોકોને ઉન્માર્ગેથી પાછા વાળવા જ જોઈએ. પોતાના મનમાં આ પ્રમાણે નિર્ણય કરી તેમણે તે હકીકત ગુરુમહારાજને જણાવી. તેઓશ્રી આ હકીકત સાંભળી અત્યંત હર્ષિત થયા અને તેમની શક્તિ માટે વિશ્વાસ હોવાથી તેમને ક્રિોદ્ધાર કરવા માટે રજા આપી.
પછી પોતાની સાથે દઢ વિચારવાળા પ૦૦ સાધુઓને લઈને વિ. સં. ૧૫૮૨ માં ચાણસમા પાસે આવેલ વડાવળી ગામમાં ક્રિોદ્ધાર કર્યો અને તેને કારણે પોતે વયોવૃદ્ધ થયા હોવાથી ગુરુમહારાજે આણંદવિમળસૂરિને વિ. સં. ૧૫૮૩ માં ગચ્છનાયકપદે-પટ્ટધર પદે સ્થાપ્યા.
માણિભદ્રની ઉત્પત્તિ વિ. સં. ૧૫૮૪ માં હેમવિમળસૂરિના કાળધર્મ બાદ તેઓશ્રી વિહાર કરતાં કરતાં માળવામાં પધાર્યા, અને ઉજજયિની નગરી પાસેની ક્ષીપ્રા નદીના “ગંધવસ્મશાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. આ સમયે તેમની અચળતા અને પરિષહ સહન કરવાની શક્તિ વિષે એક જાણવાજોગ પ્રસંગ બને. તે નગરીમાં માણેકચંદ નામને શ્રેષ્ઠી રહેતે હતો. પહેલાં તો તે જૈનધર્મપરાયણ હતા પણ યતિવર્ગની શિથિલતા અને નિષ્ક્રિયતા જોયા પછી તેની શ્રદ્ધા ધર્મ પરથી ઊઠી ગઈ અને સાધુસમાજને તે ઘણાની નજરે જોવા લાગ્યા. આમ છતાં માણેકચંદની માતા પ્રભુ મહાવીરના શાસન પ્રત્યે અચળ ભક્તિભાવવાળી હતી. ગુરુમહારાજે આ અવસરે એક માસની તપશ્ચર્યાને આરંભ કર્યો એટલે તેની માતાએ માણેકચંદને આજ્ઞા કરી કે-“પારણુના અવસરે ગુરુને આપણે ઘેર તેડી લાવજે.” માણેકચંદને માતા પ્રત્યે એટલો પૂજ્યભાવ હતો કે તે તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકતો નહિ. પારણાને દિવસે તે ગુરુને તેડી લાવવા ગયે તે ખરે પણ તેની કુતુહલ અને ધૃણાસ્પદ બુદ્ધિએ એક ટીખળ કર્યું. ગુરુની પરીક્ષા કરવા માટે તેણે સ્મશાનમાં અગ્નિ સળગાવીને સૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org