________________
શ્રી સોમસુંદરસૂરિ
[ શ્રી તપાગચ્છ ૨૦. બ્રહ્મતે એકલી સ્ત્રી સાથે વાર્તાલાપ ન કરૂં અને સ્ત્રીઓને સ્વતંત્ર ભણાવું નહી. પરિગ્રહવિરમણવ્રતે એક વરસ ચાલે એટલી ઉપાધિ રાખું, પણ તેથી વધારે રાખું નહિ, પાત્રા કાચલાં પ્રમુખ પંદર ઉપરાંત ન જ રાખું. રાત્રિભેજનવિરમણવ્રતે અશન, પાન, ખાદિમ, સ્વાદિમને લેશમાત્ર સંનિધિ ગાદિક કારણે પણ કરૂં નહિ,
૨૧. મહાન રેગ થયે હેય તો પણ ક્વાથનો ઉકાળે ન પીઉં તેમજ રાત્રે પાણું પીવું નહિ. સાંજે છેલ્લી બે ઘડીમાં જળપાન ન કરૂં.
૨૨. સૂર્ય નિચ્ચે દેખાતે છતે જ ઉચિત અવસરે સદા જળપાન કરી લઉં અને સૂર્યાસ્ત પહેલાં જ સર્વ આહારનાં પચ્ચખાણ કરી લઉં અને અણહારી ઔષધને સંનિધિ પણ ઉપાશ્રયમાં રાખું રખાવું નહિ.
૨૩. તમાચાર યથાશક્તિ પાળું એટલે છઠ્ઠદિક તપ કર્યો હોય તેમ જ વેગ વહન કરતે હાઉં તે વિના અવગ્રહિત ભિક્ષા લઉં નહિ.
૨૪. લાગલામાં બે આયંબિલ કે ત્રણ નિવિ કર્યા વગર હું વિગય (દૂધ દહીં ઘી પ્રમુખ) વાપરું નહિ અને વિગય વાપરૂં તે દિવસે ખાંડ પ્રમુખ સાથે મેળવીને નહીં ખાવાને નિયમ જાવજજીવ પાળું.
૨૫. ત્રણ નિવિ લાગેલા થાય તે દરમિઆન તેમજ વિગય વાપરવાના દિવસે નિવિયાતાં ગ્રહણ ન કરૂં તેમ જ બે દિવસ લાગકોઈ તેવા પુષ્ટ કારણ વિના વિગય વાપરૂં નહિ.
૨૬. દરેક આઠમ ચૌદશને દહાડે શક્તિ હોય તે ઉપવાસ કરું, નહી તો તે બદલ બે આયંબિલ કે ત્રણ નિવિ કરી આપું. - ૨૭. દરરોજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવગત અભિગ્રહ ધારણ કરૂં, કેમકે તેમ ન કરૂં તે પ્રાયશ્ચિત્ત આવે એમ છતકલ૫માં કહ્યું છે.
૨૮. વીર્યાચાર યથાશકિત પાળું એટલે હમેશાં પાંચ ગાથાદિકના અર્થ ગ્રહણ કરી મનન કરૂં.
ર૯. આખા દિવસમાં સંયમમાર્ગમાં પ્રમાદ કરનારાઓને હું પાંચ વાર હિતશિક્ષા આપું અને સર્વ સાધુઓને એક માત્રક પરઠવી આપું. - ૩૦. દરરોજ કર્મક્ષય અથે ચાવીશ કે વીશ લેગસ્સનો કાઉસ્સગ કરૂં અથવા તેટલા પ્રમાણુનું સઝાયધ્યાન કાઉસ્સગ્નમાં રહી સ્થિરતાથી કરૂં.
૩૧. નિદ્રાદિક પ્રમાદવડે મંડળીમાં બરાબર વખતે હાજર ન થઈ શકાય તે એક આયંબિલ કરું ને સર્વ સાધુઓની વૈયાવચ્ચ કરૂં. - ૩૨. સંધાડાદિને કશો સંબંધ ન હોય તો પણ બાળ કે ગ્લાન સાધુપ્રમુખનું પડિલેહણ કરી આપું તેમજ તેમના ખેલ પ્રમુખ મળની કુંડી પરઠવવા વિગેરે કામ પણ યથાશક્તિ કરી આપું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org