________________
શ્રી જીવનસુ ંદ૨૦ ને મુનિસુંદરસૂરિ
૧૯૪ *
[ શ્રી તપાગચ્છ
સમ્યક્ત્વ કૌમુદી, પ્રતિક્રમણ વિધિ આદિ ગ્રંથા રચ્યાં છે. એમના જ ઉપદેશથી અણુહીલપુર પાટણુના શ્રીમાલી પત નામના શ્રેષ્ઠીએ એક લક્ષ પ્રમાણ ગ્રંથે। લખાવ્યા હતા જેમાંથી પિંડનિયુક્તિ વૃત્તિની પ્રત વીરમગામના ભંડારમાં વિદ્યમાન છે.
શ્રી ભુવનસુન્દરસૂરિ
જ્યારે આચાર્ય શ્રી સેામસુંદરસૂરિ ખીજી વાર દેલવાડા આવ્યા ત્યારે નીખ નામના શ્રાવકની અત્યાગ્રહભરી વિનંતિથી જીવનસુન્દર વાચકને આચાર્ય પદ આપવામાં આવ્યું હતું. કુલાર્ક નામના યેાગાચાર્યે શબ્દનુ. અશાશ્વતપણું બતાવવા સેાળ અનુમાનેા પર “ મહાવિદ્યા” નામની એક દશ ક્ષેાકી ગ્ર'ની રચના કરેલ તેના પર ચિરંતન નામના ટીકાકારે વૃત્તિ રચી હતી. ભુવનસુંદરસૂરિએ તેના પર વિવૃત્તિ રચી અને તે વિશ્ર્વત્તિ પર “ મહાવિદ્યાવિડંબન ” ટિપ્પણું-વિવરણ રચ્યું છે. “ પરબ્રઽોત્થાપન ” નામનેાવાદના ગ્રંથ અને વ્યાખ્યાનદીપિકા પણ તેમના રચેલા પ્રથા છે.
શ્રી જિનસુન્દરસૂરિ
તેમને મહુવામાં ગુણરાજ નામના શ્રેષ્ઠીના આગ્રહથી આચાર્ય પદવી આપવામાં આવી હતી. તેમણે વિ. સંવત ૧૪૮૩ માં ‘‘ટ્વીપાલિકા કલ્પ” ની રચના કરી હતી. તેમના શિષ્ય શ્રી ચારિત્રરત્ન ગણિએ “ દ્વાનપ્રદીપ ’” નામને ગ્રંથ વિ. સ', ૧૪૯૯ માં ચિતાડમાં પૂર્ણ કર્યાં હતા.
૫૧. શ્રી મુનિસુન્દરસૂરિ
જન્મ. વિ. સ. ૧૪૩૬ : દીક્ષા વિ. સં. ૧૪૪૩: વાચક પદ્મ વિ. સ. ૧૪૬૬ સૂરિપદ વિ. સં. ૧૪૯૮ : સ્વર્ગગમન વિ. સં. ૧૫૦૩ : સર્જાયુ ૬૭ વર્ષી;
વિ. સં. ૧૪૩૬ માં તેમના જન્મ થયા હતા અને માત્ર સાત વર્ષની ઉમ્મરે તેમણે દીક્ષા લીધી હતી. કયા નગરમાં કયા માબાપને પેટે તેમના જન્મ થયા હતા તેને લગતી વિગત મળી શકતી નથી પણ તેઓ અદ્ભુભુત શક્તિશાળી અને અપૂર્વ સ્મરણશક્તિવાળા હતા. તે એક સાથે જુદી જુદી એક હજાર ખાખતા પર ધ્યાન આપી શકતા અને તેને કારણે તેઓ “ સહસ્રાવધાની ” તરીકે પ્રખ્યાતિ પામ્યા હતા. આ ઉપરાંત તેનું આગમાનું જ્ઞાન પણ અગાધ હતુ. અને તેથી રજિત થઈને દક્ષિણ દેશના કવિઓએ તેમને “ કાલીસરસ્વતી ’* એવુ' બિરુદ આપ્યું હતું. વળી ખંભાતના સુમા દરખાને તેમને “ વાદીગોકુળષત ” એવી પદવી એનાયત કરી હતી. તેના અથ એ થાય છે કે વાદીએરૂપી ગેાકુલમાં તેઓ પતિ-સ્વામી જેવા હતા.
66
વિ. સ. ૧૪૭૮ માં મુનિસુન્દરસૂરિના આચાય પદ્મ-પ્રદાન સમયે દેવરાજ નામના
* સરસ્વતી દેવીને વર્ણ શ્વેત છે અને મુનિસુન્દરસૂરિના વર્ણ શ્યામ હશે તેથી સરસ્વતી શ્યામ વષ્ણુ ધરીને આવી હશે એવી કલ્પના કરીને આવું બિરુદ આપવામાં આવ્યું. હેાય તેમ સમજાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org