________________
સુમતિસાધુસૂરિ ને હેમવિમળસૂરિ : ૨૦૨ :
[ શ્રી તપાગચ્છ શ્રી લહમીસાગરસૂરિએ પિતે કઈ પણ નૂતન ગ્રંથની રચના કરી હોય એવું જણાતું નથી. કેટલાક જણાવે છે કે તેમણે “વસ્તુપાળ રાસ” રચ્યો છે. શાસનની શોભા વધારી તેમ જ ગચ્છ–ભેદ મીટાવવા અથાગ પરિશ્રમ સેવી તેઓ વિ. સં. ૧૫૪૭ માં સ્વર્ગવાસી થયા.
૫૪. શ્રી સુમતિસાધુસૂરિ શ્રી લહમીસાગરસૂરિની પાટે ચોપનમા પટ્ટધર તરીકે શ્રી સુમતિ સાધુસૂરિ આવ્યા. તેમના જીવનને લગતે વિશેષ વૃતાંત ઉપલબ્ધ થઈ શકતો નથી. ઇડરના રાજા ભાણના મંત્રી કોઠારી શ્રીપાલે તેમના આચાર્યપદ-પ્રદાન સમયે મહોત્રાવ કર્યો હતે. તેઓ ૧૫૪૫ થી ૧૫૫૧ સુધી ગચ્છનાયકપદે રહ્યા હોય તેમ જણાય છે. આ સમયે સાધુએમાં શિથિલાચારે કંઈક વધુ પ્રમાણમાં પ્રવેશ કર્યો હતો છતાં પણ પિતે જિંદગીપર્યંત પાંચે પર્વમાં-તિથિમાં આયંબિલ કરતા. વટવહિલ નગરમાં શ્રી શામળા પાર્શ્વનાથની સમીપે ત્રણ મહિના પર્યત વિધિપૂર્વક સૂરિમંત્રની આરાધના કરી હતી અને કઈ પણ એક સફેદ વસ્તુના ભજન દ્વારા આયંબિલ તપ કરવાથી અધિષ્ઠાયક દેવ તેમને પ્રત્યક્ષ થયા હતા.
પછી પોતે મંડપદુગમાં પધાર્યા અને શા જાઉજીએ અનર્ગળ દ્રવ્યના વ્યયપૂર્વક ગુરુને પુર–પ્રવેશ કરાવ્યો. બાદ તે જ જાઉજીને પ્રતિબંધ પમાડીને અગ્યાર શેર વજનની સુવર્ણની પ્રતિમા અને બાવીશ શેર વજનની રૂપાની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી.
તેઓને શિષ્યસમુદાય ઘણો વિરતૃત હતા. તેઓએ પોતાના પટ્ટ પર શ્રી હેમવિમળસૂરિને સ્થાપ્યા કે જેમનાથી વિમળગચ્છની શાખા શરૂ થઈ.
૫૫. શ્રી હેમવિમળસૂરિ તેમના જીવનને લગતી વિશેષ હકીકત પણ ઉપલબ્ધ થતી નથી. એમના સમયમાં સાધુઓને શિથિલાચાર અતિશય વૃદ્ધિ પામ્યું હતું, છતાં પણ નિઃસ્પૃહપણાથી તેમજ બ્રહ્મચર્યના અખંડ પાલનથી તેઓશ્રી પિતાની પ્રતિષ્ઠા સાચવી શક્યા હતા અને તેમની
ખ્યાતિ પણ સંઘમાં સારી હતી. તેમના પરિવારમાં અગર તો તેમની આજ્ઞા માં ઘણું સંવેગી સાધુઓ ક્રિયાપરાયણ હતા, પરંતુ જે કેટલાક શાસ્ત્રમર્યાદાથી ચૂત થયા હતા તેઓને તેઓએ ગચ્છ–બહિષ્કૃત કર્યા હતાં. તેઓને ગચ્છનાયક થયાને સંવત ૧૫૫૨ છે અને તેમના શિષ્ય શ્રી આનંદવિમળસૂરિએ પાટ સંભાળી લીધી તે દરમ્યાનના વચગાળાના લાંબા સમય સુધી તેઓને ગ૭ની સારસંભાળ કરવી પડતી. તેમનામાં વ્યાખ્યાનશક્તિ તેમજ શાસ્ત્રનું રહસ્ય સચોટપણે સમજાવવાની શક્તિ સારી હતી અને તેને જ પરિણામે લંકામતવાળા ષિ હાના, નષિ શ્રીપતિ તેમજ ત્રષિ ગણપતિએ પોતાના મતને ત્યાગ કરીને શ્રી હેમવિમળસૂરિ પાસે શુદ્ધ સંવેગી માર્ગ સ્વીકાર્યો હતો. હેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org