________________
પટ્ટાવલી ]
લંકા મતોત્પત્તિ
એક પુસ્તકના સાત પાના લખવા મૂકી દીધા તેથી પુસ્તક લખાવનારાએ તેનું કારણ પૂછ્યું ત્યારે “લંકાએ ” ઊલટે કલહ કર્યો. પરસ્પર બોલાચાલી વધી જતાં લેકોએ તેનું તાડન કરી ઉપાશ્રયમાંથી કાઢી મૂક્યો.
પછી “લુંકા” એ લખમશી નામના કારભારીની સહાય માગી અને તેની નિશ્રામાં રહી પિતાને નવીન પંથ વિ. સં. ૧૫૦૮ માં શરૂ કર્યો.
તેણે ચાલુ પરંપરામાં પણ કેટલોક વિધ દાખવ્યો. જિનપ્રતિમાને નિષેધ કર્યો અને સાથે સાથ પૌષધ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનાદિ આવશ્યક ક્રિયાઓ કરવામાં તેમજ દાનાદિકમાં માન્યતા ન રાખી. દયા એ ધર્મ છે અને હિંસામાં અધર્મ છે એવું મંતવ્ય પ્રચલિત કરી છે જે ક્રિયામાં અંશ માત્ર પણ હિંસા થાય તે તે ક્રિયાઓને અસ્વીકાર્ય જણાવી. લગભગ આ જ અવસરે પાદશાહને પીરેજખાન નામને માનીતો બે મંદિરો અને ઉપાશ્રયો તોડી નાખી જૈનમતની કદર્થના કરતો હતો તે સંયોગને સવિશેષ લાભ લઈ લંકાશાહે પિતાના મતની સારી રીતે પ્રરૂપણું કરી.
રાજકીય અંધાધુંધી અને રાજ્ય ખટપટને કારણે કેટલાક પ્રાંતોમાં વિહાર અટકી પડ્યો હતો. સાધુઓમાં શિથિલતા પ્રવેશી હતી. નાના–મેટાની મર્યાદાઓ પ્રાયઃ ઓછી થવા લાગી હતી. સાધુઓ ગૃહસ્થનો વધુ પરિચય કરવા લાગ્યા અને તેને કારણે “અતિરિયાસવજ્ઞા” એ નિયમ પ્રમાણે આદરભાવ ઓછો થવા લાગ્યો. પુસ્તક અને વચ્ચેના સંગ્રહથી આગળ વધી કેાઈકોઈ સ્થળે દ્રવ્ય રાખવા સુધીની પ્રવૃતિ આગળ વધી હતી. સાધુઓની આવી જાતની ક્રિયાઓથી શ્રાવક વર્ગમાં મોટો ખળભળાટ ઉત્પન્ન થયો તેથી આ પરિસ્થિતિનો લાભ લઈ, સાધુઓની શિથિલતા તેમજ કલેશને આગળ કરી લુંકાએ પોતાના નવીન મતનો જોરશોરથી પ્રચાર કર્યો. જે દેશોમાં સાધુઓ જઈ શકતા નહિ ત્યાં જઈને તેણે હજારો લોકોને મૂર્તિપૂજાથી વિમુખ બનાવ્યા.
બાદ લુંકાએ પિતાની માન્યતાને અનુકૂળ એકત્રીસ સૂત્રો માન્યા અને તે એકત્રીસ સૂત્રોમાં પણ જ્યાં જ્યાં જિનપ્રતિમાનો અધિકાર આવતો હતો ત્યાં ત્યાં પિતાના મનઃકલ્પિત અર્થ કર્યો. આવશ્યકસત્રને તો તેણે કપોલકલ્પિત નવું જ બનાવ્યું. આમ પોતાના મતના પ્રચાર માટે તેણે પચીશ વર્ષ ૨ વિશેષ મહેનત કરી પરંતુ તેના પંથમાં કોઈ ભળ્યું નહિ. છેવટે વિ. સં. ૧૫૩૩ માં શીરોહી પાસેના અરઘટ્ટપાટકનો રહેવાસી પ્રાગ્વાટ જ્ઞાતિનો ભાણા નામનો શખ્સ તેને મળ્યો અને ગુરુના આપ્યા વિના સ્વયં સાધુનો વેષ પહેરી લીધો. ઢેઢક નામ ધરાવી મૂઢ લોકોને જૈન ધર્મથી ભ્રષ્ટ કરવા માંડયા અને જિનપ્રતિમાનું ઉત્થાપન શરૂ કર્યું. વિ. સં. ૧૫૬૮ માં તેને શિષ્ય રૂપ થશે. ત્યારબાદ વિ. સં. ૧૫૭૮ જીવાજી અને ૧૫૮૭ માં વૃદ્ધ વરસિંહ શિષ્ય થયા.
લોંકાશાહે પતે દીક્ષા લીધી નહિ, પરંતુ તેના ઉપદેશથી બીજાઓ દીક્ષા લઈ “ઋષિ” કહેવાયું. ૧૫૭૦ માં “બીજા” નામના વેષધરે પિતાના નામથી “બીજા' નામ મત પ્રચલિત કર્યો.
આ જ લેકામતમાંથી સંવત ૧૭૦૯ માં સૂરતનિવાસી વોરા વીરજીની કુલાંબાઈએ બળે લીધેલ “લવજીએએ “ઢીયા” પંથની વિશેષ શરૂઆત કરી.*
* જુઓ ગરછમત પ્રબંધ પૃ. ૧૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org