________________
શ્રી સેામસુંદરસૂરિ
૧૯૦ •
[ શ્રી તપાગચ્છ
ગાજી તીર્થ પર આવી શ્રી અજિતનાથ જિનેશ્વરનું માટુ' મિત્ર આરાસણની ખાણુના ખાસ શ્રેષ્ઠ આરસમાંથી કાતરાવી સેામસુંદરના હાથે સ’. ૧૪૭૯ માં પ્રતિષ્ઠિત કર્યું હતું.
દેવકુલપાટ( દેલવાડા, ઉદેપુરથી ૧૦ માઇલ દૂર )માં આચાર્ય શ્રી એ ત્રણ વખત પધાર્યાં હતા અને દરેક વખતે ભવ્ય સ્વાગત થવા ઉપરાંત પદ્મ-પ્રદાન મહેાસવા થયા હતા.
તેઓનુ વિહારક્ષેત્ર ઘણુ વિસ્તૃત હતું અને તીથ યાત્રાએ પણ સારા પ્રમાણમાં કરી હતી. તેમના ઉપદેશથી જુદા જુદા ગૃહસ્થાએ જુદે જુદે સ્થળે પ્રતિષ્ઠા, જીર્ણોદ્વારાદિ શુભ કાર્યો કર્યાં હતાં. શિલ્પકલા પર પણ તેમણે પૂરતુ ધ્યાન આપ્યું હતું.
આ સમયે દિગ‘અરાના મત પ્રચારમાં વૃદ્ધિ પામ્યા હતા અને એમ કહેવાય છે કે આ શ્રી સેામસુંદરસૂરિના સમયમાં ઇડર નગરમાં દિગબરીય ભટ્ટારકાની ગાદી સ્થપાઈ હતી. આ સમયે મુસલમાનાનુ જોર પણ વધતું જતું હતું અને સમયસૂચકતા વાપરી જૈનોએ દીલ્હીથી આવતા સૂખા સાથે મૈત્રી સાધી લીધી હતી. સેામસુંદરસૂરિના સમયમાં ગ્રંથા તાડપત્રીય પાના પરથી કાગળ પરલખાવવામાં આવ્યા અને તે માટે તેમણે સ્વગુરુ દેવસુન્દરસૂરિને સારી સહાય કરી હતી. તે ઉપરાંત પેાતાના શાસનકાળમાં પણ આગમાને કાગળ પર લખાવ્યા હતા.
શ્રી સામસુંદરસૂરિ પટ્ટધર અન્યા પછી તેઓએ ગચ્છની સારસભાળ કરવા માંડી. કુશળ સેનાનાયકની જેમ તેમણે વેષધારી અને અસમથ સાધુઓને માટે તાત્કાલિક ઇલાજો લીધા, ચૈત્યવાસનું જોર વધતુ જતુ હતુ તે માટે તેમજ ગચ્છમાં અનેક રીતે અનિષ્ટો વધતાં જતાં હતાં તે દૂર કરવા માટે તેમણે દીઘ વિચાર કરી નીચેના નિયમ (સાધુમર્યાદા પટ્ટક ) સવજ્ઞ સાધુએ માટે તૈયાર કર્યો અને તે પ્રમાણે અનુસરવાની આજ્ઞા આપી. નિયમા
૧. જ્ઞાન આરાધન હેતે મારે હમેશાં પાંચ ગાથા માઢે કરવી અને ક્રમવાર પાંચ ગાથાના અર્થ ગુરુ સમીપે ગ્રહણ કરવા.
૨. ખીજાને ભણવા માટે હમેશાં પાંચ ગાથા મારે લખવી અને ભણનારાઓને ક્રમવાર પાંચ પાંચ ગાથા મારે ભણાવવી.
૩. વર્ષા ઋતુમાં મારે પાંચસે। ગાથાનું, શિશિર ઋતુમાં આઠસે ગાથાનુ અને ગ્રીષ્મ ઋતુમાં ત્રણસેા ગાથાનું સજ્ઝાયધ્યાન કરવું.
૪. નવપદ નવકારમંત્રનું એક સે। વાર સદા રટણ કરુ
૫. પાંચ શક્રસ્તવવડે હમેશાં એક વખત દેવવદન કરું' અથવા એ વખત, ત્રણ વખત કે પહારે પહારે યથાશક્તિ આળસ રહિત દેવવંદન કરું
૬. દરેક અષ્ટમી ચતુર્દશીને દિવસે સઘળાં દેરાસરા જુહારવા, તેમજ સઘળા મુનિજનાને વાંઢવા. બાકીના દિવસે એક દેરાસરે તે અવશ્ય જવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org