________________
પાવલી ]
: ૧૧ :
શ્રી સમસુંદરસૂરિ ૭. હમેશાં વડીલ સાધુને નિચ્ચે ત્રિકાળ વંદન કરું અને બીજા ગ્લાન તેમ જ વૃધ્ધાદિક મુનિજનનું વૈયાવચ્ચ યથાશકિત કરું.
૮ ઇસમિતિ પાળવા માટે સ્થડિલ માગું કરવા જતાં અથવા આહારપાણે વહેરવા જતાં રસ્તામાં વાર્તાલાપ વિગેરે કરવાનું છોડી દઉં.
૯. યથાકાળ પુજ્યા–પ્રમાર્યા વગર ચાલ્યા જવાય તે, અંગપડિલેહણા પ્રમુખ સંડાસા પડિલેહ્યા વગર બેસી જવાય તે અને કટાસણા (કાંબળી) વગર બેસી જવાય તે પાંચ ખમાસમણ દેવા અથવા પાંચ નવકારમંત્રનો જાપ કરે.
૧૦, ભાષાસમિતિ પાળવા માટે ઉઘાડે મુખે બેલું જ નહિ, તેમ છતાં ગફલતથી જેટલી વાર ઉઘાડે મુખે બેલી જાઉ તેટલી વાર ઈરિયાવહિપૂર્વક એક લેગસ્સને કાઉસ્સગ્ન કરું.
૧૧. આહારપાણ કરતાં તેમ જ પ્રતિક્રમણ કરતાં અને ઉપધિની પડિલેહણ કરતાં કેઈ મહત્ત્વના કાર્ય વગર કઈને કદાપિ કાંઈ કહું નહિં. (બોલું નહીં )
૧૨. એષણાસમિતિ પાળવા માટે નિર્દોષ પ્રાસુક જળ મળતું હોય ત્યાં સુધી પિતાને ખપ છતાં ધાવણુવાળું જળ, અણગળ (અચિત્ત) જળ અને જરવાણી (ઝરેલું પાણી) લઉં નહિ.
૧૩. આદાનનિક્ષેપણસમિતિ પાળવા માટે પિતાની ઉપાધિ પ્રમુખ પુછ-પ્રભાઈને ભૂમિ પર સ્થાપન કરું તેમજ ભૂમિ ઉપરથી લઉં. પુજવા--પ્રમાર્જવામાં ગફલત થાય તે ત્યાં જ નવકાર ગણું.
૧૪. દાંડે પ્રમુખ પિતાની ઉપધિ જ્યાં ત્યાં મૂકી દેવાય તો તે બદલ એક આયંબિલ કરું અથવા ઊભા ઊભા કાઉસ્સગ મુદ્રાએ રહી એક સે ગાથાનું સક્ઝાયધ્યાન કરું.
૧૫. પારિઠાવણુયાસમિતિ પાળવા માટે સ્થડિલ, માત્રુ કે ખેલાદિક( શ્લેષ્માદિક)નું ભાજન પરઠવતાં કઈ જીવને વિનાશ થાય તે નિવિ કરું અને સદેષ આહારપાણી પ્રમુખ વહેરીને પરાવતાં આયંબિલ કરું.
૧૬. ઈંડિલ, માવું વિગેરે કરવાના કે પરઠવવાના સ્થાને “ આણુજાણહ જસુગ્ગહે ” પ્રથમ કર્યું અને પરઠવ્યા પછી ત્રણ વાર “સિરે” કહું.
૧૭. મનગુપ્તિ, વચનગુપ્તિ પાળવા માટે મન અને વચન રાગાકુળ થાય તે હું એકેક નિધિ કરું અને કાયકુચેષ્ટા થાય તે ઉપવાસ કે આયંબિલ કરું.
૧૮. અહિંસા વ્રતે પ્રમાદાચરણથી મારાથી બેઈદ્રિય પ્રમુખ જીવની વિરાધના થઈ જાય તે તેની ઈદ્રિયે જેટલી નિવિ કરૂં. સત્ય તે ક્રોધ, લોભ, ભય અને હાસ્યાદિકને વશ થઈ જૂઠું બોલી જાઉં તે આયંબિલ કરૂં.
૧૯. અસ્તેય વ્રતે પહેલી ભિક્ષા માં આવેલા જે વૃતાદિક પદાર્થો ગુરૂમહારાજને દેખાડ્યા વિનાના હોય તે વાપરું નહીં અને દાંડ, તરપર્ણ વિગેરે બીજાની રજા વગર લઉં કે વાપરું નહીં અને લઉં કે વાપરૂં તો આયંબિલ કરૂં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org