________________
મંત્રીશ્વર પેથડ
[ શ્રી તપાગચ્છ
બંધાવે છે પણ પારકાને યશ-કીર્તિ અપાવવા માટે આવી રીતે મારા નામથી દાનશાળા કોણ ચલાવે છે? તેને તપાસ કરવાની ઈચ્છા થઈ અને તે ત્યાં આવ્યા. તપાસ કરતાં મંત્રી પેથડનું બધું કાર્ય જણાયું એટલે તે બહુ પ્રભેદ પામ્યો અને પિથડને કંઈક માગણી કરવા કહ્યું.
પેથડને પિતાના સુખ-સંપત્તિ માટે કંઈ માગણી કરવાની ન હતી. તેને તો શાસનની પ્રભાવના રવા દેવગિરિ નગરીના મધ્યમાં જિનચૈત્ય માટે પૃથ્વીની માગણી કરી. બ્રાક્ષનું જોર અને જેને પ્રત્યેના તેના ષથી આ કામ મુશ્કેલ છે એમ હેમાદિ જાણતો હતો છતાં પેથડને હા પાડી અને બન્ને દેવગિરિ આવ્યા.
હેમાદિ શ્રીરામને પ્રસન્ન કરી તેની પાસેથી વરદાન” મેળવવા યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો કારણ કે અવસર વિના કાર્ય સિદ્ધ થતું નથી. એવામાં તે નગરમાં અશ્વો વેચાવા આવ્યા. રાજાએ મંત્રીની સલાહથી એક જાતિવંત અશ્વ ખરીદ્યો અને તેની પરીક્ષા નિમિત્તે તેના પર આરૂઢ થઈને બીજા અશ્વો સાથે તે નગર બહાર જવા નીકળ્યા. માર્ગમાં નદીનો મલિન પાણીવાળો પ્રવાહ આવ્યો એટલે તે જાતિવત અધ અટકી ગયો. રાજાએ ઘણી મહેનત કરી છતાં તે અશ્વ એક ડગલું પણ ચાલ્યા નહિ એટલે રાજાએ હેમાદિને તેનું કારણ પૂછયું. હેમાદિએ કહ્યું કે-“રાજન! તેનું પૂછડું પેટ સાથે બાંધે તો તે ચાલશે.” રાજાએ તેમ કરતાં તે અશ્વ આખો નદી-પ્રવાહ ઓળંગીને સામે કાંઠે ગયે; જ્યારે બીજા અશ્વ પાણીમાં થઇને ચાલ્યા ને સામે કિનારે પહોંચ્યા. પાછા વળતાં પણ તે જ પ્રમાણે જાતિવંત અશ્વ ઉડીને પહેલાની માફક પ્રવાહ ઓળ ગી ગયો. રાજાએ આમ કરવાનું કારણ મંત્રીને પૂછ્યું હેમાદિએ જણાવ્યું કે “રાજન ! આ અવે એમ વિચાર્યું કે મારું પૂછડું લાંબુ છે અને તે પાણી સાથે અથડાવાથી તે પૂછડાથી ઉછળેલા મેલા પાણીના બિંદુઓ મારા સ્વામીના વેષને દૂષિત કરે તેથી તે પહેલાં ચાલ્યો નહિ. પછી પૂછડું બાંધી લેતા છાંટા ઉડવાનો ભય દૂર થશે અને પવન માફક ઊડીને પ્રવાહ ઓળંગી ગયો.” રાજા મંત્રીની આવી અશ્વપરીક્ષાથી ઘણે જ પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું.
પ્રસંગ જોઇ હેમાદિએ પોતાની વાત કહી સંભળાવી મનોહર ચૈત્ય બંધાવવા માટે જમીન માગી. રાજાએ વિના સંકોચે તે વાત સ્વીકારી લીધી. મંત્રી પેથડે પણ મનગમતી ભૂમિ જોઈ ત્યાં પાયો ખોદાવવા માંડ્યો. એક વાંસ ઊંડે પાયો દા તો અત્યંત સ્વાદિષ્ટ જળ નીકળ્યું. આવું સ્વાદિષ્ટ જળ દેવગિરિના કેઈ કૂવા કે વાવમાં ન હતું. બ્રાહ્મણ તે લાગ જોઈ રહ્યા જ હતા, પણ રાજા તેમજ મંત્રીની બંનેની સહાય હેવાથી તે પેથડને ઉપદ્રવ કરી શકયા ન હતા, પણ તેના છિદ્રો જોઈ રહ્યા હતા, તેમાં વળી આ નિમિત્ત મળ્યું. તેઓ રાજા પાસે જઈ હકીકત જણાવી આવ્યા અને વધુમાં સાથોસાથ જણાવ્યું કે ત્યાં આપ મોટી વાવ કરવો. તેથી અઢારે વર્ણ પાણી પીશે અને આપને એમનું પુણ્ય પ્રાપ્ત થશે.” રાજાએ સવારે ખાત્રી કરીશ એમ જણાવી તેઓને વિદાય કર્યો. મંત્રી પેથડને આ વાતની ખબર પડી એટલે રાત્રિમાં ને રાત્રિમાં જ મીઠાની સેંકડો ગુણે મ ગાવી, તે જળ માં નાખી, હલાવી પાણીને ખારું બનાવી દીધું. સવારે રાજા આવી પાણી પીવે છે તેટલામાં તો ખારું લાગવાથી ૧ ૧ કર્યું અને ઈર્ષ્યા કરવા માટે ઊલટો બ્રાહ્મણને સખ ઠપકો આપ્યો. પછી પેથડે ત્યાં ઉન્નત પ્રાસાદ કરાવી શ્રી વીરજિનની વ્યાશી (૮૩) આંગળપ્રમાણુની ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરી.
- અઢળક સંપત્તિ, સારી સત્તા, અને સર્વ વાતે સુખી છતાં મંત્રીની ધર્મ પ્રત્યેની આસ્થા દિવસાનદિવસ હિંગત થતી જતી હતી. યથાશક્તિ વ્રત-તપ-જપ પણ કરવાનું તે ચૂકતે નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org