________________
પદાવલી ]
શ્રી મતિલકસૂરિ બીજા શ્રી કુળમંડનસૂરિને વિ. સં. ૧૪૦૯માં જન્મ, વિ. સં. ૧૪૧૭માં દિક્ષા, વિ. સં. ૧૪૪૨ માં સૂરિપદ અને વિ. સં. ૧૪૫૫ માં સ્વર્ગવાસ થયો હતે. તેમણે સિદ્ધાંતાલાપhદ્ધાર, વિશ્વશ્રીધર૦ ઈત્યાદિ અઢાર ચક્રબંધ સ્તવ તેમજ ગરીય અને હારબંધ તવાદિ રચ્યા હતા.
- ત્રીજા શ્રી ગુણરત્નસૂરિને ઉત્કૃષ્ટ નિયમ ( વિષયકષાયાદિનું દમન) હતું ( ગુર્નાવલી બ્લેક ૩૮૧ ). તે માટે કહ્યું છે કે–અહંકાર, રેષ, વિકથા વિગેરે ઉપરને તેમનો સંયમ ઉત્કૃષ્ટ હતો અને તેમની ચારિત્રની એટલી બધી વિશુદ્ધિ હતી કે લેકે તેમને આસન્નવી કહેતા હતા. મોક્ષરૂપી લક્ષ્મી તેમની પાસે દાસી જેવી જણાતી હતી.
તેમના કરેલા ગ્રંથમાં ઝિયારત્નસમુચ્ચય, પદર્શનસમુચ્ચય બૃહદવૃત્તિ વિગેરેનો સમાવેશ થાય છે.
ચોથા શ્રી સાધુનસૂરિની કૃતિ યતિતકલ્પવૃત્તિ છે.
શ્રી દેવસુંદરસૂરિની પાટે પચાસમા પટ્ટધર શ્રી સેમસુંદરસૂરિ થયા. તેમને વિ. સં. ૧૪૩૦ ના માહ વદિ ૧૪ ને શુક્રવારે જન્મ, વિ. સં. ૧૪૩૭ માં દીક્ષા, વિ. સં. ૧૪૫૦ માં વાચકપદ અને વિ. સં. ૧૪૫૭ માં આચાર્ય પદ પ્રદાન થયું હતું. તેમને અઢારસે સાધુથી પરિવરેલ અને સ&િયાપરાયણ તેમજ અતિવ મહિમાવાળા જાણુને કાપિત થયેલા યતિવર્ગે પાંચ સે દ્રવ્ય આપવાવડે કરીને કોઈ એક સશસ્ત્ર (હથિયારબંધ) પુરુષને શીખવીને ગુરુના વધને માટે મોકલ્યા. તે દુષ્ટ પુરુષ ઉપાશ્રયમાં પ્રવેશીને જોવામાં તે દુષ્ટ કાર્ય કરવા ઉઘુક્ત થાય છે તેવામાં ચંદ્રના પ્રકાશમાં, ઊંધમાં પણ પડખું ફેરવતાં ગુરુને રજોહરણવડે પ્રમાર્જન કરતા જોયા એટલે “Giઘમાં પણ સૂક્ષ્મ જંતુઓ પ્રત્યે ગુરુ કેટલા જીવદયાતત્પર છે એમ વિચારી આમને અપરાધ કરીને મારી કઈ ગતિ થશે.” એમ વિચારતાં પરલેકથી ભય પામેલા તે પુરુષે ગુરુના ચરણમાં પડી “મારે અપરાધ માફ કરે” એમ કહી માફી માગી. પછી ગુરુને પિતાને બધે વૃતાંત કહી સંભળાવ્યો. ગુરુએ પણ તેને મીઠી વાણીથી એ સમજાવ્યું કે તેણે પાછળથી દીક્ષા લીધી એવી લોકોક્તિ છે.
જ્ઞાન તેમજ વૈરાગ્યના સમુદ્ર સરખા તેમના ગુણની પ્રતિતી (પ્રતિકા) અન્ય ગચ્છમાં પણ જામી હતી. ગુરુગુણરત્નાકરમાં કહ્યું છે કે –
જમના ગુણસમૂહને સાંભળીને હર્ષ પામેલા એવા અન્ય ગચ્છીય વિવેકી ગૃહસ્થાએ
૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org