________________
શ્રી મતિલકસૂરિ
[ શ્રી તપાગચ્છ लुंकामतं प्रवृत्तं ।। तन्मते वेषधरास्तु वि० त्रयस्त्रिंशदधिकपंचदशशत १५३३ वर्षे जाताः । तत्र प्रथमो वेषधारी भाणाख्योऽभूदिति ॥ १६ ॥
વ્યાખ્યાથ-શ્રી સોમતિલકરિની પાટે ઓગણપચાસમા પટધર શ્રી દેવસુંદરસૂરિ થયા. તેમને વિ. સં. ૧૩૯૬ માં જન્મ થયો હતો. મહેશ્વર ગામમાં વિ. સં. ૧૪૦૪માં તેમણે દીક્ષા લીધી હતી અને વિ. સં. ૧૪૨૦ માં અણહીલપુરપાટણમાં આચાર્ય પદ આપવામાં આવ્યું હતું. તે જ અણહીલપુરપાટણમાં ગુંગડી નામના સરોવર પર રહેનાર, ત્રણ સે ઉત્તમ ગીથી પરવરેલ, મંત્ર-તંત્રાદિ સમૃદ્ધિના સ્થાનરૂપ, સ્થાવર તેમજ જંગમ વિષને દૂર કરનાર, પાણી, અગ્નિ, સર્પ, સિંહ આદિના ભયને ભેદનાર, ભૂતકાળ તેમજ ભવિષ્યકાળની વસ્તુઓને જ્ઞાતા, રાજા, મંત્રીશ્વર પ્રમુખ ઘણું મનુષ્યથી સન્માનિત અને પરમ ભક્તિભાવવાળા ઉદયીપા નામના યોગીએ પ્રજા સમક્ષ રસ્તુતિ કરીને દેવસુન્દરસૂરિને શ્રી આડંબરપૂર્વક વાંધા હતા. ત્યારબાદ સંઘના અગ્રેસર નરી વિગેરે શ્રેષ્ઠીઓએ તેમને વંદન કરવાનું કારણ પૂછયું એટલે તે ગી બલ્ય કે–“દિવ્ય શક્તિવાળા મારા કણયરીપા નામના ગુરુએ કહ્યું હતું કે-“તારે પ, અક્ષ, દંડ વિગેરે ચિહનોથી યુક્ત યુગશ્રેષ્ઠ–યુગપ્રધાનરૂપ ગુરુઓને વંદન કરવું.” એટલે દેવસુંદરસૂરિને તે બધા લક્ષણોથી યુક્ત જાણુને મેં નમરકાર કર્યો છે.
શ્રી દેવસુંદરસૂરિને (૧) શ્રી જ્ઞાનસાગરસૂરિ, (૨) શ્રી કુલમંડનસૂરિ, (૩) શ્રી ગુણરત્નસૂરિ, (૪) શ્રી સોમસુંદરસૂરિ અને (૫) શ્રી સાધુરત્નસૂરિ, એ નામના પાંચ શિષ્યો હતા. તેમાં શ્રી જ્ઞાનસાગરસૂરિને વિ. સં. ૧૪૦૫ માં જન્મ, ૧૪૧૭ માં દીક્ષા, વિ. સં. ૧૪૪૧ માં આચાર્ય પદ અને વિ. સં. ૧૪૬૦ માં સ્વર્ગવાસ થે હતો. તેઓ કાળધર્મ પામીને ચોથે સ્વર્ગે ગયા એ ગુર્નાવલીમાં ઉલ્લેખ સાંપડે છે. (લે. 33૮ અને ૩૩૯)
જ્યારે ગુરુમહારાજે અણુશણ આદર્યું ત્યારે ભક્તિથી આખી રાત્રિ અગર અને કપૂર વિગેરે ધૂપને ઉવેખતા ખરતરગચ્છીય શ્રાવક ગોવલ નામના શ્રેષ્ઠ મંત્રીએ તે સમયે કઈક નિદ્રા આવવાને લીધે સ્વપ્નમાં દિવ્યરૂપ ધારી ગુરુમહારાજને “અમે ચોથા દેવલેકમાં ઈસામાનિક દેવ થયા છીએ ” એમ કહેતા સાંભળ્યા હતા.
તેમના રચેલા ગ્રંથ નીચે પ્રમાણે છે –
આવશ્યકસૂત્ર, ઘનિર્યું ત્યાદિ અનેક ગ્રંથની અવચેરી, શ્રી મુનિસુવ્રતસ્વામી સ્તવન અને ઘનૌઘનવવા પાર્શ્વનાથસ્તવ વિગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org