________________
મંત્રીશ્વર પેથડ
: ૧૭૮
[ શ્રી તપાગચ્છ
રૂપિયાનો વ્યય થયો હતો. ત્યારપછી તે રૈવતાચળ ( ગિરનાર ) ગયા. ત્યાં અલાઉદ્દીન બાદશાહને માનીત દિગંબર મતનો પૂર્ણ નામને ધનિક શ્રેષ્ઠી યાત્રાર્થે આવ્યો હતો. પહેલાં તો પેથડ અને પૂર્ણ વચ્ચે તીર્થ કોનું છે તે બાબત વાદ ચાલ્યો અને સંધપતિ થવાની પોતપોતાની ભાવના તેઓ બંનેએ જાહેર કરી. છેવટે વિવાદ અને લાંબી રકઝક પછી એવું ઠરાવવામાં આવ્યું કે જે વધુ સુવર્ણ આપે તે ઇદ્રમાળ-તીર્થમાળ પહેરે અને તીર્થ તેનું ઠરે. બન્ને વચ્ચે બેલી બોલાતા પેથડે છપન ધટી સુવર્ણ ના વ્યયથી ઈદ્રમાળ પહેરી તાંબર મતનો જય જયકાર વર્તાવ્યો.
એકદા ગુસ્મહારાજને વંદન કરવા જતાં, વારંવાર “ગૌતમ ” એવા નામવાળું શાસ્ત્ર પેથડના સાંભળવામાં આવતાં ગુરુમહારાજને તેનું નામ પૂછયું. ગુરુમહારાજે તેનું “ભગવતી સૂત્ર” એવું નામ જણાવી તેનું મહાસ્ય સમજાવ્યું એટલે તેની તે સાંભળવાની ઈચ્છા થઈ. પછી “ ગૌતમ', એવું નામ બલાતાં એક એક સોનામહોર મૂકીને તે સૂત્ર સાંભળવા લાગ્યો. તે સૂત્ર સાવંત સાંભળતાં છત્રીશ હજાર સોનામહારને વ્યય થયો. તે દ્રવ્યથી તેણે ભૃગુકચ્છ, દેવગિરિ, માંડવગઢ, આબૂ વિગેરે મોટાં નગરોમાં સાત જ્ઞાનભંડારો કરાવ્યા.
પેથડને પુત્ર ઝાંઝણ પણ પ્રભાવશાળી ને વિચક્ષણ હતો. તેણે પિતાની મંત્રીપદવી સારી રીતે સાચવી અને રાજાનો પ્રેમ પણ પ્રાપ્ત કર્યો. પછી તે પણ સ્વગુરુ શ્રી ધર્મ ઘેષગુરુ સહિત શત્રુંજયની યાત્રાર્થે નીકળે અને મહોત્સવપૂર્વક યાત્રા કરી. તેના સંઘમાં સપરિવાર એકવીશ આચાર્યો, બાર જિનમંદિર, અઢી લાખ યાત્રિકસમદાય, બાર સંઘપતિઓ, બાર હજાર ગાડાંઓ, ૫૦ હ. પિઠીઆઓ, સામાન વહન કરનાર બારસો ખચ્ચરે, બારસ ઊંટ, બે હજાર ઘોડેસવારો, એક હજાર પાયદળ, તેમજ સેંકડો મશાલચી વિગેરે નોકર-ચાકરો હતા. શાસનની પ્રભાવના નિમિત્તે શ્રી શત્રુંજયના મુખ્ય જિનાલયથી આરંભીને રેવતગિરિના શ્રી નેમિનાથ જિનપ્રાસાદ સુધી બાર યોજન લાંબી સવર્ણમય દવા કરાવી. માર્ગમાં એક એક યોજન છે. પહેરગીરો મૂકી ત્રીજા દિવસે તે વજા જિનાલયના શિખર પર ચઢાવી હતી. આ વજા કરાવવામાં તેને ચોપન ધટી સુવર્ણ વ્યય થયો હતો.
કર્ણાવતીના રાજા સારંગદેવને ખુશી કરી છ— રાજાઓને કેદખાનામાંથી મુક્ત કરાવ્યા હતા અને કપૂરને માટે તેના બંને હાથ ભેગા કરાવ્યા હતા. રાજાને એવો નિયમ હતો કે જમણો હાથ લાંબો કરવો નહિ. જ્યારે સારંગદેવ રાજા યાત્રાર્થે નીકળેલા ઝાંઝણના સંધ-પડાવમાં આવ્યું ત્યારે ઝાંઝણે તેનો અતિવ સત્કાર કર્યો. પછી સન્માનાર્થે તાંબૂલ આપતાં રાજાએ એકદમ ઝુંટવી ડાબે હાથે લઈ લીધું. ઝાંઝણને રાજાના આવા વર્તનથી કઈક આશ્ચર્ય થયું એટલે રાજસેવક પાસેથી તેનું કારણ જાણી લીધું. કોઈ પણ રીતે રાજાનું અભિમાન ઊતારવા તેણે મનમાં નિશ્ચય કરી એક યુક્તિ ગોઠવી. પછી પોતે અંદર જઈ ઘણું કપૂર લઈ આવ્યો અને તેની રાજાના હાથમાં ધાર કરી. રાજાનો ડાબો હાથ તો ભરાઈ ગયે અને કપૂર નીચે પડવા લાગ્યું એટલે રાજા સારંગદેવને નિરુપાયે જમણે હાથ લાંબો કરી ડાબા હાથની નીચે પડતું કપૂર ઝીલવા માટે રાખવો પડ્યો..
- ઉપરોક્ત પિતા-પુત્ર સામાન્ય સ્થિતિમાંથી શ્રેષ્ઠ પદે પહોંચી, ધર્મ પર અતિવ આસ્થા રાખી અનેક સદકાર્યો કર્યા હતાં. પોતાના પ્રધાનપદના અવસરે રાજાએ પ્રજા પાસેથી ઘી લેવાનો આદેશ કર્યો હતો છતાં પણ પેથડે ન્યાયાખ્યાયની વિચારણા કરી તે બાજે પોતાના જ શિરે વહોરી લીધો હતો તે તેની પ્રજાવાત્સલ્યતા સૂચવે છે. શાસનની ઉત્તમ પ્રભાવના કરી તથા સારી સુવાસ ફેલાવી પેથડ વર્ગે સીધાવ્યો.
+મૂળમાં શત્રુંજય જ જણાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org