________________
-
-
-
-
પદાવલી ]. : ૧૭૭ :
મંત્રીશ્વર પેથડ બત્રીસ વર્ષની ભરયુવાન વયમાં તેણે ચતુર્થ વ્રત (બ્રહ્મચર્ય વ્રત) સ્વીકાર્યું હતું. સર્વ પ્રકારના વિલાસના સાધનો હોવા છતાં ઇકિયવાસનાઓને જીતવી તે સુકર કાર્ય નથી. તે ચતુર્થ વ્રત કેવા સંગોમાં અને કેટલી આસ્થાપૂર્વક સ્વીકાર્યું હતું તેનું વૃતાંત જાણવા જેવું છે.
તામ્રાવતીના ભીમ નામના શ્રાવકે, જેણે દેવેન્દ્રસૂરિના સ્વર્ગવાસથી ખેદ પામી બાર વર્ષ સુધી અન્નનો ત્યાગ કર્યો હતો (અન સિવાય બીજી વસ્તુ વાપરીને નિર્વાહ ચલાવ્યો હતો), ચતુર્થવ્રતધારી સ્વધર્મી ભાઈઓને પહેરામણી તરીકે પાંચ પાંચ વસ્ત્ર સહિત એક *મડી મોકલી હતી. કુલ સાત સે મડી મોકલાવ્યું તેમાં એક મડી પેથડ મંત્રીને પણ ભેટ તરીકે મોકલી. મંત્રીએ ચતુર્થ વ્રત ગ્રહણ કર્યું ન હતું એટલે મડી પહેર્યા વિના જ તેને દેવગૃહમાં રાખી તે તેની યોગ્ય અર્ચના કર,
ની પત્ની પ્રથમણી વિચક્ષણ હતી. પોતાનો પતિ હમેશાં તે મડીની અર્ચા–પૂજાદિ કરતો તે તે જેતી. પહેલાં તે તેને આ વાતનું રહસ્ય સમજાયું નહિ પરંતુ તે માટે પ્રયત્ન કરતાં તેને વરસ્તુસ્થિતિ સમજાણી. પિતાના સમર્થ અને પ્રતાપી પતિની સુવાસમાં વિશેષ વૃદ્ધિ કરવાની તેને જિજ્ઞાસા જાગી. પતિને સાનુકૂળ થવામાં પોતાનો આત્મભોગ અર્પવાનો પણ તેણે મન સાથે મક્કમ નિર્ણય કરી વાળ્યો. સાધમી બંધુએ મોકલેલ મડી ન પહેરાય તે ઠીક નહિ એવા આશયથી એકદા પ્રસંગ સાધી તેણે પતિને તે ન પહેરવાનું કારણ પૂછયું એટલે પેથડે ખુલાસો કરતાં જણાવ્યું કે- “ આ કઈ વસ્તુ છે તેને તે કદાપિ વિચાર કર્યો છે? આ પરમ પવિત્ર વસ્તુ છે અને તેનો ઉપભોગ કરવા માટે આત્મભોગની, તેમજ દઢ નિશ્ચયની અનિવાર્ય આવશ્યક્તા છે. એ બધું વિચાર્યા પછી જ હું આવું આચરણ કરી રહ્યો છું. આ મડી ચતુર્થવ્રતધારીને માટે પહેરામણીની વસ્તુ છે. હું બ્રહ્મચર્યવ્રતધારી નથી તેથી તે પહેરી શકતો નથી.” તેની સ્ત્રી આ વચન સાંભળવાને તૈયાર જ હતી. તેણે કહ્યું કે–“ હે સ્વામી ! તમે તે વ્રત ગ્રહણ કરીને પણ આ મડી પહેરો તેમ હું ઈચ્છું છું.” આ સાંભળી પેથડને ઘણે જ આનંદ પ્રગટ્યો અને બંનેએ સાથે યુવાન વયે ચતુર્થ વ્રત સ્વીકાર્યું.
શિયલના પ્રભાવથી કોણ અજાણ્યું છે? શીલના માહામ્યથી જિનદાસ શ્રેણી, સુદર્શન શ્રેણી, ભીષ્મ પિતામહ, શ્રી સ્થૂલભદ્ર, ચરમ કેવળી શ્રી જંબૂરસ્વામી અને વિજયશેઠ તેમજ વિજયાશેઠાણી પ્રમુખ અનેક નરરત્નો તથા મહિલા-મણિએ પિતાની અમર નામના મૂકી ગયા છે. બધા વ્રતમાં શિયલ વ્રત પાળવું અતિ દુષ્કર છે. શીલના માહાથી અગ્નિ પણ પાણી સદશ થઈ જાય છે અને તેને માટે સતી સીતાનો દાખલો મેજુદ છે. શીલને જ પ્રભાવથી કલાવતીને પોતાના કપાયેલા કાંડા પાછા મળ્યા હતા. શીલના આવા ઉત્કૃષ્ટ પ્રભાવથી પેથડ પણ વંચિત કેમ રહે ? બ્રહ્મચર્થના પ્રભાવથી મંત્રીનો દેહ વિશેષ કાંતિમય બન્યો અને તેનું વસ્ત્ર મંત્રીને એક વખત અંગે લગાડવાથી રાણીનો દુષ્ટ જવર પણ શાંત થઈ ગયો હતો. આ ઉપરાંત રાજાના ગાંડા થયેલ હસ્તિને વશ કરવા માટે પણ પેથડના અંગવસ્ત્રની સહાય લેવી પડી હતી.
પછી પેથડે શ્રી ધર્મઘોષસૂરિ સહિત શત્રુંજયની દબદબાભરી રીતે યાત્રા કરી અને ત્યાં પચીશ ધટી સુવર્ણની ખળાવડે મુખ્ય જિનાલયને મંડિત કર્યું. તેના સંધમાં સાત લાખ યાત્રિક ગણ, બાવન જિનમંદિરે, તેમજ અસંખ્ય નોકર ચાકરે હતા. તેની આ સંધયાત્રામાં અગ્યાર લાખ
*એક બતનું પીતાંબરી જેવું ઉત્તમ વસ્ત્ર #વિશેષ હકીકત જાણવા માટે “ સુકૃતસાગર યાને માંડવગઢને મંત્રીશ્વર ” જુઓ, ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org